Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક વ્યક્તિની હત્યાં કરી! જૂની અદાવત રાખી ઉતાર્યો મોતને ઘાટ, યુવકના પેટ અને માથાના ભાગમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હિંસક હત્યાં કરી

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક વ્યક્તિની હત્યાં કરી! જૂની અદાવત રાખી ઉતાર્યો મોતને ઘાટ, યુવકના પેટ અને માથાના ભાગમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હિંસક હત્યાં કરી

Our Visitor

013090
Total Users : 13090
Total views : 15327
Who's Online : 2

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક વ્યક્તિની હત્યાં કરી! જૂની અદાવત રાખી ઉતાર્યો મોતને ઘાટ, યુવકના પેટ અને માથાના ભાગમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હિંસક હત્યાં કરી

જુની અદાવતમાં ભાજપના એક નેતાના પુત્રએ ગરબામાં રમતા એક યુવકને સરેઆમ રહેંસી નાંખ્યો હતો. યુવકના પેટના આંતરડા બહાર આવી ગયા હતા એટલો હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. યુવક રસ્તા પર કણસતો રહ્યો હતો. પોલીસે મોડી રાત્રે ભાજપ નેતાના પુત્રની ધરપકડ કરી હતી અને તેણે હત્યા કરી હોવાની કબુલાત પણ કરી લીધી હતી.નવરાત્રીના તહેવારમાં યુવકની હત્યાને કારણે જૂનાગઢમાં ચકચાર મચી ગઇ હતી.
ગુજરાતના જૂનાગઢમાં મંગળવારે ભર બપોરે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકી પર લાગ્યો હતો. પોલીસે આરોપી હરેશની ધરપકડ કરી છે. હરેશે પોતાનો ગુનો કબૂલી લીધો અને જણાવ્યું કે ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી બોલાચાલી બાદ હત્યા બાદ ઘટના બની હતી.

મૃતક, જયેશ

જયેશ સોમવારે રાત્રે નજીકના મંદિરે આરતી કરવા ગયો હતો. અહીંથી પરત ફરતી વખતે હરેશ સાથે તેનો ઝઘડો થયો હતો અને હરેશે તેના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. 108 એમ્બ્યુલન્સમાં જયેશને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું.

આરોપી ,હરેશ સોંલકી

જૂનાગઢના ભાજપના કોર્પોરેટર જીવા સોલંકીના પુત્ર હરેશ સોલંકીએ ધારાનગર રોડ પર યુવકને જાહેરમાં હત્યા કરી નાંખી હતી. થોડા દિવસ પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા હરેશે જયેશ પાતર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ અંગેનો એક સીસીટીવી પણ સામે આવ્યો છે, જેમાં ઘાયલ યુવક રસ્તામાં દોડતો જોવા મળે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, થોડા સમય પહેલા થયેલી મારામારીના કારણે હત્યા કર્યાની હરેશે કબૂલાત કરી છે, નવરાત્રીમાં ગરબા માટે હરેશ અને જયેશ ઉગતર પાતર વચ્ચે ઝઘડો થયો હતો. મોડી રાત્રે જયેશ પાતરને હરેશ જીવા સોલંકીએ પેટ, કમર, હાથ અને પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જેના કારણે જયેશ લોહી લુહાણ હાલતમાં રસ્તામાં જ લથડી પડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, જયેશની માતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભાજપ નેતાનો પુત્ર જ હત્યારો હોવાનું બહાર આવ્યું હતું, જયેશનું મોત પેટના આંતરડા બહાર નિકળી જવાને કારણે થયું હુતું.પોલીસે મોડી રાત્રે આરોપીને પકડીને તપાસ શરૂ કરી હતી. શહેરમાં નવરાત્રિ પર્વ પર બનેલી આ ઘટનાથી લોકોમાં ડર ફેલાઇ ગયો હતો.

આ જાહેર હત્યાએ પોલીસ પર પણ સવાલો ઉભા કર્યા છે, કારણ કે ગુજરાત પોલીસ દાવો કરી રહી છે કે નવરાત્રિ પર ખાસ પેટ્રો લિંગ કરવામાં આવે છે. પેટ્રોલિંગ થતું હોય છતા જાહેરમાં હત્યા થઇ જાય અને યુવકને બચાવવા માટે કોઇ નહીં પહોંચે તો સવાલ ઉભા થવાના જ છે.


જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક વ્યક્તિની હત્યાં કરી! જૂની અદાવત રાખી ઉતાર્યો મોતને ઘાટ, યુવકના પેટ અને માથાના ભાગમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હિંસક હત્યાં કરી

Related posts

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Ritesh Parmar

ઓલપાડ પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો : કેબલ વાયરની ચોરી કરનારા ચોરોની ધરપકડ કરી સફળતા મેળવી

Ritesh Parmar

વડોદરા /નાની બાળકી સાથે શારિરીક અડપલાં થતાં હોબાળો,અજાણી વ્યક્તિ વિરૃદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Ritesh Parmar

Leave a Comment