Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન
પ્રતિકાત્મક તસ્વીર

મોંઘવારી,GST,પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા ના વિરોધમાં વેપારીઓ-દુકાનદારો,લારી ગલ્લા વાળાઓ,શાકભાજીના વેપારીઓ અને ફેરિયાઓ,ખેડૂતો તથા અસરગ્રસ્ત મિત્રો સ્વયંભૂ જોડાઈએ

સુરતના ઓલપાડ ખાતે આગામી 10 સપ્ટેમ્બરના રોજ દેશમાં વધતી મોંઘવારી અને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના વધતા ભાવના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેમજ સહકારી ખેડૂત આગેવાન દર્શન નાયક અને ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્ર દેસાઈના નેતૃત્વમાં મોંઘવારી વિરુદ્ધ શાંતિપ્રિય રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે “ગુજરાત સાંકેતિક બંધનો” એલાન કરવામાં આવ્યો છે. જેમાં વેપારીઓને કોઈપણ રીતે ધંધાકીય નુકશાન ના પહોંચે અને આ બંધના લીધે કોઈપણ રીતની હેરાનગતિ ના થાય તેવી રીતનો આયોજન રાખવામાં આવેલ છે. જેથી તમામ વેપારીઓને સ્વયંભુ અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના ધંધા રોજગાર 12 થી 4 વાગ્યાં સુધી બંધ રાખે અને સાથ સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી : દર્શન નાયક


છેલ્લાં આઠ વર્ષથી કેન્દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે આપ સૌ જાણો જ છો તેમ ઘણી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ,ગોળ,દૂધ,દહીં,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં વધારો થવાથી અને પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવવધારાને કારણે પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે.

કોંગ્રેસ પક્ષ સતત છેલ્લાં કેટલાંય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે. મોંઘવારી સામેની આ લડાઈને આગળ વધારવા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્ય બજારો તેમજ અન્ય જાહેર સ્થળોએ “મોંઘવારી પર હલ્લા બોલ” કાર્યકમનું પણ આયોજન કરેલ હતું. વધુમાં પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોરની સૂચના અનુસાર સરકારની પ્રજા વિરોધી નીતિ સામે આગામી તારીખ ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ શનિવારના રોજ, સવારના ૮ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ પક્ષ દ્વારા વેપારીઓ અને દુકાનદારોના ધંધા ને નુકસાન થાય નહીં એ રીતે “ગુજરાત સાંકેતિક બંધ” ના કાર્યકમનું આયોજન કરવાનું નક્કી કરેલ છે.

સુરત શહેર અને જિલ્લા અને ઓલાપડ તાલુકાના સાંકેતિક બંધના કાર્યક્રમમાં શાંતિપ્રિય રીતે જોડાવા માટે સૌ હોદેદ્દારશ્રીઓ, કાર્યકર ભાઈ બહેનો, વ્યાપારી,ખેડૂતો સહિત તમામ મિત્રોને આહવાહન કરવામાં આવ્યો છે. આ ગુજરાત સાંકેતિક બંધના કાર્યક્રમમાં
સેવાદળ, મહિલા કૉંગ્રેસ,યુથ કૉંગ્રેસ, NSUI, બક્ષીપંચ મોરચા,લઘુમતી સેલ,sc અને st સેલ તમામ જોડાશે.


સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને ઘેરવા બંધનું એલાન! મોંઘવારી, GST, પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવના વિરોધમાં સ્વયંભુ બંધ રાખવા અપીલ, 10 સપ્ટેમ્બરે ગુજરાત સાંકેતિક બંધનો એલાન

Related posts

બારડોલી તાલુકા પંચાયતના કથિત સ્માર્ટ બોર્ડ કૌભાંડ મામલે કોંગ્રેસનો મોરચો!બારડોલી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી આ મામલે તટસ્થ તપાસની માગ કરી,બારડોલી તાલુકા પંચાયતમાં થતાં ભ્રષ્ટાચારને લઈ કોંગી કાર્યકરોએ રોષ ઠાલવ્યો

Ritesh Parmar

સરદારનગરમાં વિજિલન્સ બાદ પીસીબી નો સપાટો,
સરદાનગરમાં ઘરમાં ધમધમતી દારુની ભઠ્ઠી સાથે બુટલેગરો રંગે હાથ પકડાયા, PI અને PSI સસ્પેન્ડ થયાં છતાં વિસ્તારમાં દારૂની રેલમ -છેલ

Ritesh Parmar

મોરબી પાલિકાની ગત ચૂંટણીનાં મનદુખમાં પૂર્વ ઉપપ્રમુખ ફારૂક મોટલાણી અને તેના દીકરા ઇમ્તિયાઝની નિર્મમ હત્યા: પાંચ સામે ફરિયાદ,

Ritesh Parmar

Leave a Comment