Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

Our Visitor

013122
Total Users : 13122
Total views : 15360
Who's Online : 10

એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

રીતેશ પરમાર( ક્રાઈમ રીપોર્ટર )

તમે એ વાત તો ઘણીવાર સાંભળી હશે કે ગાય આપણી માતા છે. આપણા હિન્દૂ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાતામાં કરોડો દેવી અને દેવતા વાસ કરે છે. જો ધર્મની વાત ના કરીએ તો પણ ગાય એ બહુ જ શાંત સ્વભાવનું પ્રાણી હોય છે. ગાયનો ઉપયોગ આપણા સમાજમાં ઘણા વર્ષોથી કરવામાં આવે છે.

પહેલાના સમયમાં તો લોકો ઘરે ગાય જરૂર પાળતા હતા જેથી ગાયનું ટેસ્ટી અને પોષ્ટીક દૂધ એ દરરોજ પી શકાય.
ગૌમૂત્રના પણ ઘણા બધા ફાયદા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ ગાયનું જે ગોબર હોય છે તે પણ ઘણા કામમાં ઉપયોગી થાય છે. આમ ગાય એ આપણા સમાજ માટે બહુ જ ઉપયોગી પ્રાણી છે. આજે અમે તમને ગાય વિશેનો એક અનોખો કિસ્સો જણાવવાના છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ ગાયમાં પણ એક વ્યક્તિની જેમ સમજવાની શક્તિ હોય છે તે પણ કોઈનું દુઃખ સમજી શકે છે અને તેને લાગણી પણ સમજાય છે. ગાય માતા એ મમતાની લાગણીથી ભરપૂર હોય છે. આ વાતનો એક તાજો પ્રસંગ હમણાં જ જોવા મળ્યો છે. ઉત્તરપ્રદેશમાં આ વાત બની છે. વાત એમ છે કે હમણાં સોશિયલ મીડિયા પેક વિડિઓ વાઇરલ જઈ રહ્યો છે જેમાં એક ગાય એ કૂતરીના અમુક નાના નાના ગલૂડિયાંને પોતાના આંચળમાંથી દૂધ પીવડાવી રહી છે.

તમે પણ ઘણીવાર જોયું હશે કે ગાય અને કૂતરો ક્યારેય સાથે બહુ જોવા મળશે નહિ. ગાય પર હંમેશા કુતરા ભસતા જ હોય છે એટલે ગાય એ કુતરા હોય ત્યાં જતી નથી. પણ વિડિઓ જોઈને ખરેખર નવાઈ લાગશે પણ આ હકીકત છે વિડીઓમાં એક ગાય કૂતરીના નાના નાના ગલૂડિયાંને દૂધ પીવડાવી રહી છે. તો તમને જણાવી દઈએ કે એવું તો શું થયું કે આ ગાય એ કેમ ગલૂડિયાંને દૂધ પીવડાવી રહી છે. વાત જાણીને તમારી આંખો ભરાઈ આવશે.

જ્યાં આ અદ્ભૂત દ્રશ્ય જોવા મળ્યું છે ત્યાંના લોકોનું કહેવું છે કે આ નાના ગલૂડિયાંની મા એ થોડા દિવસ પહેલા એક એક્સિડન્ટમાં મરી ગઈ હતી. ત્યારથી આ બચ્ચાઓ એકલા હતા અને ભૂખ્યા પણ હતા. આવામાં એમની હાલત આ ગાય જોઈ શકી નહિ અને તેણે એ બચ્ચાઓને પોતાનું દૂધ પીવડાવ્યું. ત્યારથી જ આ ગાય આ બાળકોનું ધ્યાન રાખે છે. આજે જયારે એક વ્યક્તિ બીજા વ્યક્તિની મદદ નથી કરતો ત્યારે આજે આ પ્રાણી કેટલું સમજુ છે જે એકબીજાની મદદ કરવાનું જાણે છે. ખરેખર ગાય માતા છે અને આજે એ પોતાની ફરજ પણ નિભાવી રહી છે.


એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

Related posts

સુરતના ઉધનામાં એક કંપનીમા સુપરવાઈઝર તરીકે કામ કરતા કારીગરની હત્યા, ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યાં, CCTV ના આધારે પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

4 જૂને ચૂંટણીના આવશે પરિણામ! દેશમા કોની સરકાર બનશે તેનો થશે ફેસલો, લોકોએ કઈ કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન, વાંચો સંપૂર્ણ અહેવાલ…

Ritesh Parmar

રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાતનો પરચો આપતી ભારતીય વાયુસેના

Ritesh Parmar

Leave a Comment