Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

સુરત ખાતે સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી રહેલા શ્રી ધ્રુવીન પટેલ સરકારી અધિકારી હોવાથી તેમણે કાયદા-કાનૂન અંતર્ગત અને નિયમોનુસાર તેમની ફરજ બજાવવી જોઈએ તેના બદલે તેઓ ભારતીય જનતા પાર્ટીના નાના-મોટા પદાધિકારીઓની સૂચનાઓ ઉ૫૨ કામગીરી કરી રહયા છે અને તેના માટે તેઓ સહકારી કાયદાઓ અને નીતિ–નિયમોનો ભંગ કરી અચકાતા નથી. ભાજપના ધારાસભ્યો, મંત્રીશ્રીઓ અને સત્તાપક્ષના નેતાઓના ભલામણ પત્રોના આધારે નિયમો–કાનૂન વિરૂધ્ધના હુકમો કરવા ટેવાયેલા છે. આવા કરેલા હકમોમાં કરેલા ભલામણપત્રોને પણ ટાંકતા હોવાનું જણાયેલ છે. જેના પુરાવા તરીકે હાલમાં ધી પુરૂષોત્તમ ફામર્સ કો.ઓ. જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી લી. જહાંગીરપુરા તથા ઓલપાડ-કીમ નાગરિક સહકારી બેન્કના કરેલા હુકમો આ સાથે સામેલ છે. આ હુકમમાં ઉર્જા પેટ્રોલીયમ મંત્રીના ભલામણ પત્રનો ઉલ્લેખ કરેલ છે. આ મંત્રી સહકારી ખાતાના મંત્રી ન હોવા છતાં અને નિયમ સાથે સુસંગત ન હોવા છતાં તેનું પાલન કરી નિયમ વિરૂધ્ધના હુકમો કરી સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી રહયા છે.


જીલ્લા રજીસ્ટ્રાર, સુરત નેતા-મંત્રીઓના ભલામણપત્રોની આડમાં ગુજરાત સહકારી કાયદો ૧૯૬૧ ની કલમ ૭૧, ૭૪–સી, ૭૬-બી તથા ૮૧ જેવી કલમો નો દુરુપયોગ કરી સહકારી સંસ્થાના વહીવટકર્તાઓને હેરાન-પરેશાન કરી ગમે તેવા બેફામ હુકમો કરી રહયા છે. આવા ભ્રષ્ટાચારના અસંખ્ય હુકમો તેમજ કામગીરી કચેરીની ફાઈલોમાં ધરબાયેલા છે જેને ઉઘાડા કરી તેની તપાસ કરી યોગ્ય પગલા લેવા તેમ અમારૂ સહકારી સંસ્થાના હિતમાં દ્રઢપણે માનવુ છે. અન્ય સુરત જિલ્લાની ઘણી મંડળીઓમાં યોગ્ય કામગીરી ગેરરીતી, નીતિ–નિયમોનો ભંગ અંગેની ઘણાં લોકોની મંડળીના હિતમાં સાચી ફરિયાદો યોગ્ય રીતે કામગીરી ક૨વાને બદલે સત્તાપક્ષના રાજકીય આગેવાનો દબાણને વશ થઈ ઘણાં મંડળીના હિતમાં કરેલા હુકમો ફાઈલોમાં દબાવી રાખેલા છે. સહકારી કાયદામાં કસ્ટોડીયન કિમિટની નિમણૂંક અંગેની કોઈપણ જોગવાઈ ન હોવા છતાં સુરત જિલ્લા રજીસ્ટ્રાર ધ્વારા આવા હુકમો કરવામાં આવેલાનું ધ્યાન પર આવેલ છે એવી લોકોની ફરીયાદો છે અને આવી તમામ હકીકતોની તળીયાઝાટક તપાસ થવી અત્યંત જરૂરી છે.

વધુમાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કચેરીમાં નિભાવવાનું રજીસ્ટર પણ તેમના ધ્વારા રાખેલ કે નિભાવેલ નથી. કોઈપણ અરજદારને આર.ટી.આઈ. હેઠળની માહિતી આપવામાં આવતી નથી. સત્તા પક્ષના કોઈ નેતા સહકારી સંસ્થામાં બિરાજમાન હોય તેવી સંસ્થાના વહીવટકર્તા સામે સંસ્થાનો સભાસદ પોતાની સાચી હકીકતની અરજી કરે તો તેના જવાબ પણ આપતા નથી, કોઈ તપાસ કરાવતા નથી. અરજદારની કરેલ અરજી જેના પર કોઈ કાર્યવાહી થઈ નથી તે પુરાવારૂપે આ સાથે સામેલ છે. મંત્રીશ્રીઓના ભલામણપત્રથી, ધી પુરૂષોત્તમ ફામર્સ કો.ઓ. જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી લી. જહાંગીરપુરા, સુરતના વહીવટદાર અંગે નામદાર હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કાયદાવિરૂધ્ધ કોર્ટની ઉપરવટ લઇ વહીવટ કરવા કસ્ટોડીયન કમિટિની નિમણૂંક કરેલ હોવાથી કન્ટેમ્પ ઓફ ધી કોર્ટ કરેલ છે તેવી માહિતી છે અને તે અંતગર્ત ગુજરાત નામદાર હાઈકોર્ટ કમિટિની નિમણૂંક બાબતની કોર્ટ ઘ્વા૨ા કોઈ મંજુરી લેવામાં આવેલ છે કે કેમ ? તે બાબતની પણ તપાસ થવી જોઈએ. આમ જિલ્લા રજીસ્ટ્રાર એક સરકારી અધિકારીના નાતે કાયદાનિયમો અંતર્ગત કામગીરી કરવી જોઇએ તેને બદલે એક ૨ાજીકય કાર્યક૨ ત૨ીકે નિયમો-કાનૂનોને સાઈડ ઉ૫૨ મૂકી કામગીરી કરી રહેલાનું જણાયેલ હોઇ આજ સુધીના તમામ સુરત જિલ્લાના મંડળીને લગતી અરજીઓ, હુકમો અને તે અંગેની કયા પ્રકા૨ના પગલા લીધા હોય તેની તપાસ થવી જોઈએ. તેમની વિરૂધ્ધ સેવા વર્તણૂંક નિયમો અન્વયે તથા બંધારણીય રીતે યોગ્ય તપાસ કરી પગલા લેવી મંડળી અને લોકોના હિતમાં આગળની કાર્યવાહી કરશો એવી આશા રાખીએ છીએ.


સહકારી આગેવાન દર્શન નાયકે ચીફ વિજિલન્સ કમિશ્નર અને ગુજરાતનાં મુખ્ય સચિવને કરી ફરિયાદ, આપખુદશાહી રીતે વહીવટ ચલાવતા જિલ્લાના રજીસ્ટ્રાર સામે આખરે કરાઈ ફરિયાદ

Related posts

SP ના મહત્વપૂર્ણ નિર્ણય થી ફરિયાદીઓ થશે ખુશ… એટલુંજ નહી પણ નિર્ણયનો પાલન નહી કરાશે તો પોલીસ સ્ટેશનના PSO સામે કાર્યવાહી થશે, વાંચો સમગ્ર અહેવાલ…

Ritesh Parmar

તાપી જિલ્લામાં મિઢોંણાં નદી ઉપર નવ નિર્મિત બ્રિજ તૂટવા બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કસૂરવાર સામે તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવા માંગ કરતા કોંગ્રેસના નેતા : દર્શન નાયક

Ritesh Parmar

સરદારનગર પોલીસ મથકના PSI દરજીને મેટ્રો કોર્ટે રીતસરના ખખડાવ્યા,PSI એ એક ગુનામાં ટ્રાન્સફર વોરંટ મેળવી ત્રણ ગુનામાં આરોપીને રજૂ કરતા કોર્ટ ખફા

Ritesh Parmar

Leave a Comment