Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદમાં લૂટારુઓ બન્યા બેફામ!
નિકોલમાં બની લૂંટની ઘટના, મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની કરાઈ ચીલઝડપ! એકલી જતી મહિલા પાસેથી બાઈક ઉપર આવેલા લૂટારુઓ કરી લૂંટ, જુઓ વિડીયો

અમદાવાદમાં લૂટારુઓ બન્યા બેફામ!નિકોલમાં બની લૂંટની ઘટના, મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની કરાઈ ચીલઝડપ! એકલી જતી મહિલા પાસેથી બાઈક ઉપર આવેલા લૂટારુઓ કરી લૂંટ, જુઓ વિડીયો

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

અમદાવાદમાં લૂટારુઓ બન્યા બેફામ!નિકોલમાં બની લૂંટની ઘટના, મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની કરાઈ ચીલઝડપ! એકલી જતી મહિલા પાસેથી બાઈક ઉપર આવેલા લૂટારુઓ કરી લૂંટ, જુઓ વિડીયો

અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે. શહેરમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી રહી છે. જેમાં નિકોલ વિસ્તારમાં સૃષ્ટિ લેવીસ પાસેથી એકલી પસાર થતી મહિલાનો એકલતાનો લાભ લઈ તેના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી છે. આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અમદાવાદમાં લૂટારુઓ કેટલી હદે બેફામ બન્યા છે.

આ મામલે સ્થાનિક નિકોલ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં આજુબાજુના કોમ્પ્લેક્સમાં સીસીટીવી કેમેરામાં ચેક કરતા ત્રણ જેટલાં લૂટારુઓ બાઈક ઉપર આવે છે જેમાં એક લૂટારુ એકલી જતી મહિલાની પાછળ પાછળ આવે છે અને તક મળતાજ મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી બાઈક ઉપર ફરાર થઈ જાય છે. મહિલા બુમાબુમ કરતા દેખાઈ આવે છે અને પકડો પકડો ચોર ચોર પરંતુ લૂટારુઓ તો પળભરમાં જ ત્યાંથી બાઈક ઉપર રફુચક્કર થઈ જતા દેખાય છે.

જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો

અમદાવાદ પોલીસ ભલે ચુસ્ત અને કડક પોલીસ પેટ્રોલિંગના ફણગા ફૂંકતી હોય પરંતુ વાસ્તવિકતા તો કઈ જુદી જ સામે આવી રહી છે. હાલ લૂંટના આવેલા સીસીટીવીના આધારે નિકોલ પોલીસે લૂટારુઓને પકડવા તપાસ તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે,નિકોલ વિસ્તારમાં અગાઉ પણ ચોરીઓ લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સમાં લૂટારુઓ ત્રાટક્યા હતા. ત્યાં લૂંટારુઓ માસ્ક પહેરીને આવ્યા હતા અને બે લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આજ નિકોલ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી પણ કરોડો રૂપિયાના સોનાના બોક્સ લૂટી લેવાની ઘટના અગાઉ બની ચૂકેલ છે. તેમ છતાં નિકોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. તેમ છતાં નિકોલ પોલીસ પોતાના વિસ્તારમાં ગુનેગારો ઉપર કંટ્રોલ કરવામાં સતત નિષ્ફળ દેખાઈ રહી હોય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.


અમદાવાદમાં લૂટારુઓ બન્યા બેફામ!<br>નિકોલમાં બની લૂંટની ઘટના, મહિલાના હાથમાંથી મોબાઈલ ફોનની કરાઈ ચીલઝડપ! એકલી જતી મહિલા પાસેથી બાઈક ઉપર આવેલા લૂટારુઓ કરી લૂંટ, જુઓ વિડીયો

Related posts

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

Ritesh Parmar

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

Ritesh Parmar

ગુજરાતનાં યુવા અને પ્રતિભાશાળી રણજી ક્રિકેટર અવી બારોટનું હાર્ટ અટેક થી દુઃખદ અવસાન, ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

Ritesh Parmar

Leave a Comment