Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 1

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

મહાત્મા ગાંધીજીનાં ગુજરાત રાજયમાં નશાબંધીનો કાયદો અમલમાં છે અને આ કાયદો અમલમાં હોવા છતાં આપણે વર્તમાનપત્રોમાં જોઈએ છીએ કે પુષ્કળ પ્રમાણમાં દારૂ વેચાઈ અને પકડાય છે.ઓલપાડ તાલુકો પણ એમાંથી બાકાત નથી.ઓલપાડ તાલુકામાં ગામે ગામ અનેક જગ્યાએ ખુલ્લામાં દારૂનો વેચાણ થઈ રહયો છે.નશો કરવાનાં કારણે અનેક બહેનોએ પોતાનો પતિ તથા માતાઓએ પોતાના પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે.ઓલપાડ તાલુકામાં ડ્રગ્સ પણ અગાઉનાં સમયમાં પકડાયું હતું તથા હજુ પણ અનેક જગ્યાએઁ ડ્રગ્સનું વેચાણ થઈ રહયું હોવાની શંકા છે.ઓલપાડ તાલુકામાં ચોરી અને લુટફાટની ઘટનાઓ પણ વારંવાર સામે આવી રહી છે.પોલીસની ગુનાઓ પ્રત્યે ઢીલી નિતીને કારણે ગુનેગારો ને પોલીસનો ધાક હોવાની જગ્યાએ ખુલ્લામાં ગુનાઓ કરવા મોકળું મેદાન મળી રહયું છે.જેથી ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ઓલપાડ તાલુકાનાં નાગરીકોનાં સ્વાસ્થય , સુરક્ષા અને સલામતિ માટે આપને આ આવેદનપત્ર દ્વારા દારૂ અને અન્ય ડ્રગ્સ કે કેફી પદાર્થનાં વેચાણ કે વપરાશ ઉપર કાબુ મેળવાનાં કાયદાનો કડક અમલ કરવાની જરૂર છે.અમો આપશ્રી પાસે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.

ઓલપાડ તાલુકામાં સૌથી વધુ વખત ગુજરાતની સ્ટેટ વિજિલન્સે દરોડા કરી ઘણા પોલિસ અધિકારઓને સસ્પેન્ડ કર્યા છે. દારૂ ના અડ્ડા ચલાવનારાઓ વિરુધ્ધ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ, સામાજિક આગેવાનો તેમજ વિવિધ NGO દ્વારા વારંવાર ઘણી ફરિયાદ કરી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
ઓલપાડ તાલુકા ના ઘણા ગામોમાં સવાર ના સમયે ૪ થી ૧૦ વાગ્યા સુધી પોતાના ઘર ની ખુલ્લી જગ્યાઓ પર ભઠ્ઠી મુકી દારૂ ગાળવામાં આવે છે અને જેનું વેચાણ સાંજ ના ૬ વાગ્યા પછીના સમય દરમ્યાન જાહેર સ્થળો પર જ દારૂ નું વેચાણ કરવામાં આવે છે, જેની વિરુધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરીયે છે,
હાલમાં અમદાવાદ અને બોટાદ જિલ્લાના ગામોમાં ૪૫ થી વધુ લોકોના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થયેલ છે તથા અન્ય સારવાર હેઠળ છે. આવા બનાવો ઓલપાડ તાલુકામાં ન બને તે માટે લોકોના હિતમાં કામગીરી કરી તકેદારી રાખવામા આવે એવી અરજ પૂર્વક ની વિનંતી છે,
જો આપશ્રી તરફથી આ બાબત માં દારૂબંધી અંગે ગંભીરતા પૂર્વક કોઈ પગલા લેવામાં ન આવે તો ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાનાં લોકોના હિતમાં જનતા રેડ કરી ગાંધીચીધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે , જેની નોંધ લેવા વિનંતી છે.

જુઓ વિડીયો

ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડ તાલુકામાં નશાબંધી ના કાયદાના કડકરીતે અમલીકરણ કરવવા બાબતે ઓલપાડ તાલુકાના મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક,ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જયેંદ્રભાઈ દેસાઈ,સહકારી આગેવાન ગોવિંદભાઇ પટેલ,વરિષ્ઠ આગેવાન ડી.એલ.પટેલ,તનયભાઈ દેસાઈ,સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના મહિલા મોરચાના મહામંત્રી લક્ષ્મીબેન રાઠોડ,ધર્મેશભાઈ પટેલ,સહકારી આગેવાન નવીનભાઈ પટેલ,હસુભાઈ આહીર, ઓલપાડ યુથ કૉંગ્રેસ પ્રમુખ રમિજભાઈ મલિક,વિવેક પટેલ,મહમ્મદ ઘરાસિયા,કાંતિ ભાઈ એરથાણીયા,એડવોકેટ વિજય પટેલ,એડવોકેટ ઇરફાનભાઈ,અયુબ ભાઈ,એડવોકેટ ચેતન પટેલ,યોગેન્દ્ર પટેલ,કેતનભાઈ દેસાઈ સહિતના કૉંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નશાબંધીના કાયદાને કડક રીતે અમલીકરણ કરાવવા મામલતદારને આવેદનપત્ર અપાયું! ઓલપાડમાં ઠેર ઠેર વેચાય છે દારૂ, બોટાદ જેવું લઠ્ઠાકાંડ ઓલપાડમાં ના થાય તેની તકેદારીના ભાગરૂપે અપાયું આવેદનપત્ર: દર્શન નાયક

Related posts

પોલીસ પોતે કાયદો તોડી રહી છે, કણભામાં બે પોલીસકર્મીઓની દારૂ વેચવાના ગુનામાં ધરપકડ, એક પોલીસકર્મી અગાઉ પણ દારૂ વેચવાના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે

Ritesh Parmar

પવિત્ર અને સુપ્રસિદ્ધ યાત્રા ધામ માતા વૈષ્ણોદેવી તીર્થંધામમાં નાસભાગ મચતા 12 લોકોના દુઃખદ મોત, ભારે ભીડના કારણે થઈ મોટી દુર્ઘટના, પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ritesh Parmar

અમરાઈવાડીમા SMC ત્રાટકી, સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું જુગારધામ ઝડપાયુ, 1.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ, વહીવટદારોની ભૂંડી ભૂમિકા

Ritesh Parmar

Leave a Comment