Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 1

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે દોષિત ઠેરાવ્યો છે.આ અંગેનો કેસ વિશેષ કોર્ટેમાં ચાલી જતા અદાલતે તમામ પૂરાવા અને દલીલોને ધ્યાને લઇને સાબરમતી ટ્રેન હત્યાકાંડના મુખ્ય આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારી છે. ગોધરામાં વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પોલીસ પકડથી દૂર રહેવા માટે મજૂર, ફેરિયો બનીને ફરતો હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ઘટનાના 19 વર્ષ બાદ પંચમહાલ પોલીસે રફીકને દબોચી લિધો હતો. પોલીસ ફરિયાદમાં આરોપી રફીક હુસેન ભટુકને સાબરમતી ટ્રેનના કોર ગ્રુપના સભ્ય તરીકે દર્શાવાયો હતો.

ગોધરા ટ્રેન હત્યાકાંડમાં નામ ખૂલ્યા બાદ આરોપી રફીક હુસેન ભટુક દિલ્હી સહિતના શહેરોમાં નાસતો ફરતો હતો. આ દરમિયાન આશરે એક વર્ષ અગાઉ આરોપી ગોધરા આવ્યો હોવાની પોલીસને જાણ થઇ હતી. વર્ષે અગાઉ સિગ્નલ ફળિયામાં છુપાઈને રહેતો હોવાથી ગોધરા એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમે તેના ઘરેથી આરોપી ભટુકને ઉઠાવી લીધો હતો.
આરોપી રફીક ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવામાં સંડોવાયેલો હતો
27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસના કોચ નંબર S-6ને આગ ચાંપવામાં આવી હતી. આ કાંડમાં 59 કાર સેવકોના મોત નીપજયા હતા. આ પ્રકરણમાં તપાસ માટે સીટની રચના કરાઈ હતી. સીટની રચના બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એસ-6 કૉચમાં આગ લગાડવાની કોઈ દુર્ઘટના ઘટી ન હતી પણ આગ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ 125 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપી રફીક હુસેન ભટુક 33 વર્ષનો હતો ત્યારે વર્ષ 2002માં ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવામાં સંડોવાયેલો હતો. ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ગોધરા રેલવે સ્ટેશન પર જે તે સમયે ફેરિયા તરીકે કામ કરતો હતો.
વિશેષ સરકારી વકીલ આર. સી. કોડેકર

વિશેષ સરકારી વકીલ આર.સી. કોડેકરે જણાવ્યું કે ગોધરામાં ટ્રેનના ડબ્બામાં આગ લગાડનાર આરોપી રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. જેમની પોલીસે ગયા વર્ષે ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિશેષ સરકારી વકીલ આર. સી. કોડેકરની ઉગ્ર અને ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખી વિશેષ અદાલતે આરોપી રફીક હુસેન ભટુકને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.

ગોધરાકાંડ / સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં આરોપી રફીક હુસેન ભટુકને આજીવન કેદની સજા! 19 વર્ષ બાદ ઝડપાયો હતો આરોપી, વિશેષ કોર્ટે ફટકારી સજા,પુરાવા અને સરકારી વકીલ R. C. કોડેકરની ઉગ્ર દલીલોને ધ્યાનમાં રાખી અપાયો ચુકાદો

Related posts

૩ વર્ષ, ૧૦૦૦થી વધુ દિવસોની સંતાકૂકડી અને ‘ભગવાન’ના ઓથે ભિખારીનો સ્વાંગ… અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાંબાઝોએ કાયદાના દુશ્મનોને એવી રીતે દબોચ્યા કે ફિલ્મી વિલન પણ શરમાઈ જાય!

Ritesh Parmar

સુરત / ભારત સરકારની પડતર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતી કંપનીઓ સામે દર્શનભાઈ નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યો? હજીરા ખાતે આર્સેલર મિત્તલ/નીપોન સ્ટીલ કંપની અને વન અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે સવાલ! દર્શન નાયક દ્વારા દિલ્હી -ગુજરાત વન અધિક સચિવને પત્ર લખી તપાસ કરવા માંગ

Ritesh Parmar

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Ritesh Parmar

Leave a Comment