Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Our Visitor

009766
Total Users : 9766
Total views : 11432
Who's Online : 1

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી
    હાલ સમગ્ર દેશમાં મહિલાઓ સાથે છેડતી, બળાત્કાર, જાતીય સતામણી, સેક્સ્યુઅલ માંગણીઓના કિસ્સાઓ વધ્યા છે. અવારનવાર ટીવી કે અખબારોમાં મહિલાઓ કે યુવતી સાથે ઉપરોક્ત પ્રકારની ઘટનાઓ પોલીસના ચોપડે નોંધાયા હોવાના સમાચાર આવતા હોય છે. આવા બનતા બનાવોના કારણે મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવતી હોય છે. સરકાર દ્વારા નાની બાળકીઓ, મહિલાઓ કે યુવતીઓ સાથે બનતા બનાવોના પ્રોટેકશન માટે મહિલાઓ માટે પ્રોટેકશન એક્ટ અને અલગથી મહિલા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસની SHE ટીમ, 181 અભયમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર, તેમજ પોક્સો એક્ટ જેવા મજબૂત કાયદા અને રક્ષા માટે અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે. જેથી કરીને કોઈપણ મહિલા આવી રીતના બનાવોમાં ફસાઈ જવાની પરિસ્થિતિમાં હોય તો તરત જ આ સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે જેના હેલ્પલાઈન નંબરો પણ સરકાર અને પોલીસ દ્વારા જાહેર કરાયા છે. જેના કારણે મહિલાઓ કોઈપણ સમયે મદદ મેળવી શકે અને પોતાને સુરક્ષિત મહેસુસ કરી શકે.

    હવે વાત કરીયે અમદાવાદ શહેરની તો મણિનગર હોસ્પિટલમાં પણ આવોજ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં એક પરિણીત યુવતી કે જે એલજી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર ચાલતી ગુજરાત સિક્યુરિટી સર્વિસ નામ ની કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી સ્વરૂપવાન હોય કંપનીના સુપરવાઈઝર ની દાનત બગડી હતી. જેથી છેલ્લા ત્રણ દિવસ થી નોકરીએ આવતી યુવતીને મિત્રતા કરવા અવારનવાર દબાણ કરતો હતો. તેમ છતાં યુવતીએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં છાકટા બનેલા સુપરવાઈઝર પોતાની હરકતો સુધારવાનો નામ લેતો ન હતો.

    ગત 29 મે ના રોજ શાહઆલમ ખાતે રહેતી અને એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી મહિલા તેમની ભાભીનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવવા એલજી હોસ્પિટલ આવી હતી. નોકરી ઉપર ના હોય સારા કપડાં પહેરીને હોસ્પિટલ ગયેલ યુવતીને સુપરવાઈઝરે જોઈ તો તેની નિયત બગાડી યુવતીને કહ્યું હતું કે તું મારી સાથે હોટલમાં ચાલ એન્જોય કરીશુ દારૂ પણ સાથે પિશુ, એટલુંજ નહી પણ યુવતીને કોઈપણ પ્રકારે રાજી કરવા 10 હજાર આપવાની લાલચ આપી હોટલમાં બોલાવવાની જીદ પકડી હતી. તેમ છતાં યુવતી તેની વાતોમાં કે તેના વસમાં કે કોઈપણ લોભલાલસા માં ના આવીને સીધે જ મણિનગર પોલીસ સ્ટેશન પહોંચી જઈ કંપનીના સુપરવાઈઝરની તમામ હરકતો વિરૃદ્ધ ફરીયાદ કરી હતી. યુવતીના પતિ પણ યુવતી સાથે ફરીયાદ કરવા મણિનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

    યુવતીએ મણિનગર પોલીસ ઉપર આક્ષેપ કર્યો હતો કે ફરીયાદ કર્યાને આટલા દિવસ થયાં હોવા છતાં બિભત્સ માંગણી કરનાર સિક્યુરિટી કંપનીના સુપરવાઈઝર વિરૃદ્ધ કોઈપણ રીતની કાર્યવાહી નથી કરવામાં આવી. જેથી કરીને યુવતીએ પોતાની આપવીતી સોશ્યલ મીડિયામાં જણાવવાની જરૂર પડી હતી. હવે જોવાનું રહ્યું કે નિંદ્રાધીન મણિનગર પોલીસ આ મામલે કસૂરવાર સુપરવાઈઝર સામે ક્યારે કાર્યવાહી કરશે.

અમદાવાદ / મણિનગરની એલજી હોસ્પિટલમાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતી પરિણીત યુવતી પર સુપરવાઈઝરની દાનત બગડી! કહ્યું તું મારી સાથે હોટલમાં ચાલ 10 હજાર આપીશ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી

Related posts

રાજકોટની પત્રકાર કોલોનીના બંધ મકાનમાથી ચડ્ડી ગેંગ 23 લાખ રોકડા અને 14 લાખના દાગીના લઈને રફુચક્કર,

Ritesh Parmar

ઘી કાંટા ફોજધારી કોર્ટની સામે આવેલી રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC સીલ કરી
આ બિલ્ડિંગમાં મંદિરની આડમાં કોમર્શિયલ વકીલોને ઓફિસો હોવાથી સીલ કરાઈ, 40 લાખ ટેક્ષ બાકી હોવાના લીધે કરાઈ કાર્યવાહી

Ritesh Parmar

ગુજરાત પોલીસની કામગીરી ઉપર ધ્યાન રાખવા ખાસ મોનીટરીંગ સેલ બનાવાશે, ડ્રગ્સ માફિયા, બુટલેગરો અને ગુંડાઓ સાથે મીલીભગત કરનાર પોલીસ સાવધાન થઈ જજો? આખે આખુ પોલીસ સ્ટેશન સ્ટાફ,ઉચ્ચ અધિકારીઓ,PI, PSI, બદલી નાખવામાં આવશે

Ritesh Parmar

Leave a Comment