Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

*રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )*

અમદાવાદ / તા.24

          સમગ્ર ગુજરાતમાં હાલ કોઈ મોટો અને સળગતો મુદ્દો હોય તો એ દારૂબંધી નો મુદ્દો છે. રાજ્યની ભાજપ સરકાર હાલ આવનારી ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છે. આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતીથી ફરી એક વખત જીત મેળવવા ભાજપ સરકાર એડી ચોટીનો જોર લગાવી રહી છે. જેના સંદર્ભમાં હાલ રાજ્યની સરકારે દારૂબંધીના વલણને વધુ મજબૂત બનાવ્યો છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિર્લિપ્ત રાય જેવા કડક અધિકારીની નિયુક્તિ બાદ સમગ્ર ગુજરાતમાં દારૂના અડ્ડાઓ ચલાવનારા બુટલેગરોમાં ફફડાટ ફેલાયા હોવાના સમાચાર ઘણા બધા ન્યૂઝ ચૅનલોમાં અને અખબારો, સોશ્યલ મીડિયા માધ્યમથી વહેતા થયાં છે. જેમાં અમુક અંશે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સારી કામગીરી પણ કરી બતાવી છે. પરંતુ વાસ્તવિકતા કઈ જુદું કહી રહી હોય તેવા બનાવો સામે આવતા રહ્યા છે. જેના લીધે કહી શકાય કે ગુજરાતમાં હજુ સુધી ખુલ્લેઆમ કાયદા અને પોલીસના ડર વગર દેશી- વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. જેના લીધે પોલીસ પણ કડક વલણ અપનાવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે

જો હવે વાત કરીયે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારની તો તમને જણાવી દઈએ કે, મણિનગર વિસ્તારમાં માથાભારે બુટલેગર વિરૃદ્ધ નામ જોગ ફરીયાદ સેક્ટર 2 ગૌતમ પરમાર સાહેબને કરાઈ છે. આ ફરિયાદમાં એક પરિણીત યુવતી કે જે વકીલાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે, અને ગર્ભવતી છે તેમણે મણિનગર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી. બી. ગોયલ અને વહીવટદાર ઉપર આક્ષેપ કર્યા છે. યુવતીની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મણિનગર પોલીસની રહેમ નજર હેઠળ માથાભારે બુટલેગર યશરાજ પંચાલ ઇંગ્લિશ દારૂનો ધૂમ વેચાણ કરે છે. દારૂ પીવાના વ્યસની લોકો પાસે બુટલેગરનો મોબાઈલ નંબર હોવાથી હોમ ડિલિવરી, ઓનલાઈન પેમેન્ટ, ગૂગલ પે, અને પેટીએમ, દ્વારા ટ્રાન્જેકશન કરી દારૂ મેળવી શકાય છે. જેમાં યુવતીના પતિને પણ દારૂ પીવાની લત હોવાથી અવારનવાર મણિનગર ખાતેના જલ સરોવર સોસાયટી પહોંચી જઈ બુટલેગર પાસેથી 1200 રૂપિયાની ઇંગ્લિશ દારૂની બોટલ ખરીદીને દારૂ પીને આવે છે. અને ત્યારબાદ નશાની હાલતમાં પોતાની ગર્ભવતી પત્ની સાથે બીભત્સ રીતે ગંદી ગાળો ભાંડી મારપીટ કરે છે. જેથી કંટાળીને યુવતીએ અમદાવાદના સેક્ટર 2 ગૌતમ પરમાર સાહેબને લેખિતમાં ફરીયાદ આપી હતી.

સમગ્ર બાબતમાં સ્પષ્ટ થાય છે કે મણિનગર વિસ્તારની પોલીસ પોતાની કામગીરી કરવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફ્ળ દેખાતી નજરે પડી રહી છે. કારણ કે યુવતી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જે બુટલેગરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,એ બુટલેગર નું રહેણાંક સ્થળ મણિનગર પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં આવેલી સોસાયટી જલ સરોવરનો છે. જેથી અંદાજો લગાવી શકાય કે મણિનગર પોલીસના ચાર હાથ હોવાના લીધેજ માથાભારે બુટલેગર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનો વેચાણ કરી રહ્યો છે. એટલુંજ નહી પરંતુ ઓનલાઈન પેમેન્ટ લઈ દારૂની હોમ ડિલિવરી પણ કરાઈ રહી છે તેમ છતાં સ્થાનિક પોલીસ આંખ આડાકાન કરી રહી છે. પરિણીત યુવતીએ પોતાની ફરિયાદમાં વધુ લખતા પોતાના લગ્ન જીવનમાં પડતી તકલીફોનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ આવા દારૂના દુષણના લીધે કેટલીય મહિલાઓના સંસાર બગડી રહ્યા છે અને બરબાદ થઈ ગયા હોવાનું સેક્ટર 2 ને ફરિયાદમાં જણાવ્યું હતું. હવે જોવાનું રહ્યું કે મણિનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. જેથી તાત્કાલિક અસરથી બુટલેગર વિરૃદ્ધ કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવે અને દારૂનો અડ્ડો બંધ કરાવે જેથી ફરિયાદી યુવતીને યોગ્ય ન્યાય મળી શકે.

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

Related posts

સુરતમાં વધુ એક સ્પા -મસાજના નામે ચાલતું વેશ્યાલય ઝડપાયું, ચાર મહિલા સહીત પાંચ લોકોની ધરપકડ કરતી સુરત પોલીસ

Ritesh Parmar

સુરત ગ્રામ્યમા શેરડી અને ઘાસચારાની આડમાં ટેમ્પોમા છુપાવી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડતી મહુવા પોલીસ, વિદેશી દારૂના જથ્થા સહીત 3 ની ધરપકડ, કુલ 2.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ritesh Parmar

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

Ritesh Parmar

Leave a Comment