Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ ગ્રામ્ય LCB માં ફરજ બજાવતા PI એ. આર. ગોહિલને ત્રીજી વખત મળ્યો સાયબર કોપ એવોર્ડ, ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ અપાયો

રાજકોટ ગ્રામ્ય LCB માં ફરજ બજાવતા PI એ. આર. ગોહિલને ત્રીજી વખત મળ્યો સાયબર કોપ એવોર્ડ, ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ અપાયો

Our Visitor

009865
Total Users : 9865
Total views : 11544
Who's Online : 1

રાજકોટ ગ્રામ્ય LCB માં ફરજ બજાવતા PI એ. આર. ગોહિલને ત્રીજી વખત મળ્યો સાયબર કોપ એવોર્ડ, ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ અપાયો
ગુજરાત રાજ્યના પોલીસવડા દ્વારા એવોર્ડ એનાયત કરાયો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા તથા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓની અરજીઓની પરિણામલક્ષી તપાસ કરવા બદલ રાજ્ય પોલીસ વડા દ્વારા એવોર્ડ અપાયો

ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા તથા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓની અરજીઓની પરિણામ લક્ષી તપાસ કરવા સબબ રાજ્ય દ્વરા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, ગાંધીનગર તરફથી જાહેર થયેલ સાયબર કોપ એવોર્ડ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ એ.આર.ગોહિલને આપવામાં આવ્યો હતો.
ત્રીજી વખત તેમને આ એવોર્ડ મળતા અધિકારીઓ અને કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
અધિક પોલીસ મહાનિર્દેશક સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા રાજયમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા તેમજ સાયબર ક્રાઇમ લગત ગુનાઓ અને અરજીઓની પરીણામલક્ષી તપાસને પ્રોત્સાહન આપવાના હેતુથી દર માસે રાજયના પોલીસ અધિકારી અથવા કર્મચારીને સાયબર કોપ એવોર્ડ આપવાનું ગત નવેમ્બર 2017 થી નક્કી કરવામાં આવ્યું હતું, આ સંદર્ભમાં રાજયભરના તમામ જિલ્લાઓ અને શાખાઓની સાયબર ક્રાઇમ લગત કામગીરી ચકાસવામાં આવી હતી, જેમા રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ અજયસિંહ ગોહિલ તેમજ તેમની ટીમે કરેલી કામગીરી અને લોકજાગૃતિ આણવાના પ્રયાસો કરવા બદલ તેમજ આ અંગેની પરિણામલક્ષી તપાસો કરવા બદલ એલસીબીના પી.આઈ એ.આર.ગોહિલને ગુજરાત રાજયના ડીજીપી આશિષ ભાટિયા અને સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદીના હસ્તે સાયબર કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ત્યારે એવોર્ડ બદલ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પી.આઈ એ.આર.ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા

રાજકોટ ગ્રામ્ય LCB માં ફરજ બજાવતા PI એ. આર. ગોહિલને ત્રીજી વખત મળ્યો સાયબર કોપ એવોર્ડ, ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ અપાયો

Related posts

રાજકોટ / પડઘરીના PSI આર. જે. ગોહિલને સસ્પેન્ડ કરાયા! સ્ટેટ મોનીટરીંગ સેલે રેતી અને ગેસ ચોરીનો મોટો કૌભાંડ ઝડપી પાડવાના મામલે કરાયા સસ્પેન્ડ? પોલીસ બેડામાં ચકચાર

Ritesh Parmar

રાજકોટના નામચીન જ્વેલર્સ TBZ સાથે છેતરપિંડી કરવાનું મહિલાને ભારે પડ્યું! શોરૂમ ના કર્મચારીને ઘરમાં કેદ કરી દોઢ કરોડના દાગીના લઈને ફરાર, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને મુદ્દામાલ સહીત ઝડપી પાડી

Ritesh Parmar

સુરત રેલ્વે સ્ટેશન પર ભાગદોડ, એક યાત્રીને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું, ટ્રેનોની અછત અને અસુવિધા માટે રાજ્ય સરકાર બેદરકાર : કોંગ્રેસ નેતા દર્શન નાયક

Ritesh Parmar

Leave a Comment