Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,
કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

Our Visitor

013172
Total Users : 13172
Total views : 15421
Who's Online : 1

ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

1985 બેચના આઈપીએસ અધિકારી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થયો હોય અને તે નિવૃત્ત થઈ રહ્યા છે.ત્યારે તેમને બે મહિનાનું એક્સ્ટેન્શન અપાયું છે. આશિષ ભાટિયાને એક્સ્ટેન્શન મળતા રાજ્યના નવા પોલીસ વડાની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈ ચર્ચા ઉપર બે માસ સુધી પૂર્ણવિરામ મુકાયું છે.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થવાનો હતો અને નવા પોલીસ વડા માટે બે નામ ચર્ચામાં હતી જેમાં ટીએસ બિશ્ત અને અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું નામ આગળ હતું. ટીએસ બિશ્ત પણ આશિષ ભાટિયાની જેમ 1985ની બેચના આઈપીએસ અધિકારી છે, જ્યારે સંજય શ્રીવાસ્તવ 1987 બેચના અધિકારી છે. મહત્વનું છે કે, ચાલુ વર્ષે ડિસેમ્બર પહેલા રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે, તેવામાં રાજ્યના પોલીસ વડા ભાટિયા તેમની નાદુરસ્ત તબિયત ને કારણે 31 માર્ચના રોજ નિવૃત્ત થશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.ત્રણ દિવસ બાદ તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોય તેવામાં હવે તેમને બે મહિનાનું એક્સ્ટેન્શન અપાયું છે.


ગુજરાતનાં પોલીસવડા આશિષ ભાટિયાને વધુ બે મહિના ગુજરાત પોલીસની કમાન સંભાળવી પડશે,<br>કાર્યકાળ 31 માર્ચના રોજ પૂરો થાય તે પૂર્વે બે મહિના લંબાવાયો

Related posts

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Ritesh Parmar

પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસકર્મીનું બાઈક સળગાવી અસામાજિક તત્વો ફરાર, આ ઘટનામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી હોવાનું અનુમાન, પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

Ritesh Parmar

ખુરશીના અહંકાર અને રૂપીયાના લોભમાં લાંચિયા પોલીસકર્મીઓ ૧ લાખની લાંચ લેતા ઝડપાયા!પાનોલીના 3 ભ્રષ્ટ પોલીસકર્મીઓ ACB ના સંકજામાં

Ritesh Parmar

Leave a Comment