Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરા/ ભાજપના મહિલા નેતાએ મનમાની કરી મહાનગરપાલિકાનો દુરુપયોગ કર્યો! પોતાની ગાડી પાર્ક કરવા ઘર આગળ ડામર અને મશીનરીનો ખોટો ઉપયોગ કરાવ્યો!

વડોદરા/ ભાજપના મહિલા નેતાએ મનમાની કરી મહાનગરપાલિકાનો દુરુપયોગ કર્યો! પોતાની ગાડી પાર્ક કરવા ઘર આગળ ડામર અને મશીનરીનો ખોટો ઉપયોગ કરાવ્યો!

Our Visitor

012990
Total Users : 12990
Total views : 15214
Who's Online : 0

વડોદરા/ ભાજપના મહિલા નેતાએ મનમાની કરી મહાનગરપાલિકાનો દુરુપયોગ કર્યો! પોતાની ગાડી પાર્ક કરવા ઘર આગળ ડામર અને મશીનરીનો ખોટો ઉપયોગ કરાવ્યો!

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે વડોદરામાં ભાજપના નેતાઓ મનપાનો દુરુપયોગ કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે ભાજપના એક નેતાએ પોતાના ઘરની પાસે પાર્કિંગની જગ્યામાં મહાનગરપાલિકા પાસે ડામર પથરાવ્યો હતો. આ મામલે હવે વિવાદ થયો છે. બીજી તરફ જ્યારે સ્થાનિક કોર્પોરેટર વિઝિટ કરવા ગયા ત્યારે ભાજપના નેતાના પતિએ કોર્પોરેટરને પણ લાફા મારીને કામ કરાવવાનું કહ્યું હતું.
તેથી જ આ મામલે ભાજપના કોર્પોરેટર અને ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

રિપોર્ટ અનુસાર વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા નવાપુરા છોટાભાઈ ટેરેસ સોસાયટીમાં ભાજપના વોર્ડમંત્રી ભાનુ શ્રીમાળી તેના પરિવારની સાથે રહે છે. 1 મહિના પહેલા ભાજપના વોર્ડમંત્રી ભાનુ શ્રીમાળીની સોસાયટીમાં પેચ વર્કનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે તેમને પાલિકાના ડામરને રોલરની મદદથી પોતાના ઘરની સામે ગાડી પાર્ક કરવાની જગ્યામાં પથરાવીને પેચ વર્ક કરાવ્યુ હતું. ભાજપના વોર્ડ મંત્રી ભાનુ શ્રીમાળીએ સોસાયટીના 15 જેટલા ખાડાને પેચ વર્ક કરવાની જગ્યાએ પોતાની સુવિધાનું ધ્યાન રાખીને તંત્રની મશીનરી અને ડામરનો પોતાના માટે ખોટી રીતે ઉપયોગ કર્યો.

ભાજપના વોર્ડમંત્રીની આ પ્રકારની કામગીરીને જોતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમને ભાનુ શ્રીમાળીની ફરિયાદ માટે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ પટેલને બોલાવ્યા હતા. જ્યારે જાગૃતિ પટેલ આ બાબતે મુલાકાતે ગયા ત્યારે લોકોએ તેમને વોર્ડમંત્રી બાબતે ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ભાનુ શ્રીમાળીના પતિએ કોર્પોરેટર જાગૃતિ પટેલને કહ્યું હતું કે કામ ન થાય તો લાફા મારીને પણ કામ કરાવશુ. ત્યારે કોર્પોરેટરે પણ ચોખ્ખું કહી દીધું હતું કે અમે અહીંયા લાફા ખાવા આવ્યા નથી. ભાજપના જ વોર્ડમંત્રીના પતિ અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થવાના લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ બાબતે વોર્ડ નંબર 13ના મંત્રી ભાનુ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, અમે જ્યાં ગાડી પાર્ક કરીએ છીએ તે જગ્યા પર રસ્તો ખરબચડો હતો એટલે અમે આ બાબતે રજૂઆત કરી હતી અને તેના જ કારણે અમારા ઘરની સામે પેચ વર્ક કરવામાં આવ્યું હતું અને તેને લઈને કોર્પોરેટર જાગૃતિ પટેલે મારી સાથે બોલાચાલી કરી હતી અને અમને પોલીસ બોલાવવાની ધમકી પણ આપી હતી.


વડોદરા/ ભાજપના મહિલા નેતાએ મનમાની કરી મહાનગરપાલિકાનો દુરુપયોગ કર્યો! પોતાની ગાડી પાર્ક કરવા ઘર આગળ ડામર અને મશીનરીનો ખોટો ઉપયોગ કરાવ્યો!

Related posts

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

Ritesh Parmar

બોગસ દસ્તાવેજના આધારે દુકાનનો ગેરકાયદેસર કબ્જો લેવાની નાકામ કોશિશ , અમદાવાદની લાકડા ગેંગના મુખ્ય સાગરીત સહીત બે ની ધરપકડ, પોલીસ ઉપર ખોટું દબાણ કરવા બે પીએસઆઈ સામે કોર્ટમાં અરજી કરાઈ હતી

Ritesh Parmar

સુરતમાં સ્પાની આડમાં દેહ-વિક્ર્યના ચાલતા અડ્ડા પર પોલીસની રેડ, 8 વિદેશી યુવતીઓ રાખી ચલાવાતું હતું વેશ્યાવૃત્તિનો ધંધો! હ્યુમન ટ્રાફિકિંગ સેલને મળી હતી ફરીયાદ

Ritesh Parmar

Leave a Comment