Times of Amdavad Live
BREAKING NEWS
News

ક્રિકેટ દુનિયા/ છેલ્લા 10 વર્ષથી ભારત-પાકિસ્તાન સાથે નથી રમ્યું દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી, ઓસ્ટ્રેલિયા એ કહ્યું આ બંને દેશને અમારું આમંત્રણ, અમે કરીશુ મેજબાની

ક્રિકેટ દુનિયા/ છેલ્લા 10 વર્ષથી ભારત-પાકિસ્તાન સાથે નથી રમ્યું દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી, ઓસ્ટ્રેલિયા એ કહ્યું આ બંને દેશને અમારું આમંત્રણ, અમે કરીશુ મેજબાની

Our Visitor

013008
Total Users : 13008
Total views : 15232
Who's Online : 0

ક્રિકેટ દુનિયા/ છેલ્લા 10 વર્ષથી ભારત-પાકિસ્તાન સાથે નથી રમ્યું દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી, ઓસ્ટ્રેલિયા એ કહ્યું આ બંને દેશને અમારું આમંત્રણ, અમે કરીશુ મેજબાની

રીતેશ પરમાર

નવીદિલ્હી, તા.10: ભારત-પાકિસ્તાને છેલ્લા 10 વર્ષથી એકબીજા સામે કોઈ જ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. જો કે બન્ને ટીમો આઈસીસી ટૂર્નામેન્ટમાં એકબીજા સામે રમી રહી છે. હવે બન્ને કટ્ટર હરિફ વચ્ચે ફરી એક વખત દ્વિપક્ષીય શ્રેણીની શરૂઆત થઈ શકે છે. આ શ્રેણી ઑસ્ટ્રેલિયામાં રમાય તેવી શક્યતા છે કેમ કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની મેજબાની કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કહ્યું કે આ શ્રેણીમાં તે પોતાની ટીમને પણ ત્રીજી ટીમના રૂપમાં સામેલ કરી શકે છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સીઈઓ નિક હૉકલેએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારત વચ્ચે એક શ્રેણીની યજમાની કરવા માટે અમે તૈયાર છીએ. તેમણે આ વાત રાવલપિંડીમાં કહી હતી જ્યાં પાકિસ્તાન-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો થઈ હતી. હૉકલેએ કહ્યું કે વ્યક્તિગત રીતે મને વાસ્તવમાં ત્રિકોણિય શ્રેણીની અવધારણા પસંદ છે. આ પ્રકારની શ્રેણીએ ભૂતકાળમાં સારું કામ કર્યું છે અને તેના કારણે જ અમે વધુ એક શ્રેણી માટે તૈયાર છીએ. ઑસ્ટ્રેલિયામાં ભારત અને પાકિસ્તાનના ઘણા લોકો રહે છે. આ એક એવો મુકાબલો છે જેને વિશ્ર્વની દરેક વ્યક્તિ જોવા માંગ છે. જો તેમાં અમે મદદ કરી શકતાં હોય તો તે કરવા માટે તૈયાર છીએ.

ઉલ્લેખનીય છે કે ભારતની પુરુષ ક્રિકેટ ટીમે પાછલા વર્ષે ટી-20 વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાનનો સામનો કર્યો હતો જેમાં તેને પહેલી વખત હાર મળી હતી. જ્યારે બન્ને ટીમોની મહિલા ટીમો તાજેતરમાં જ ન્યુઝીલેન્ડમાં રમાઈ રહેલા 50 ઓવરના વર્લ્ડકપ મેચમાં એકબીજા સામે રમી હતી જ્યાં ભારતે પાકિસ્તાનને 107 રને હરાવ્યું હતું. ભારતીય પુરુષ ટીમ હવે ફરી એક વખત એકબીજા સામે ટકરાશે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો ઑક્ટોબરમાં આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં રમાશે જે ઑસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. હૉકલેએ કહ્યું કે 23 ઑક્ટોબરે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાનારા આ મુકાબલા માટે પહેલાંથી જ તમામ ટિકિટોની વેચાઈ જવા પામી છે.

ક્રિકેટ દુનિયા/ છેલ્લા 10 વર્ષથી ભારત-પાકિસ્તાન સાથે નથી રમ્યું દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી, ઓસ્ટ્રેલિયા એ કહ્યું આ બંને દેશને અમારું આમંત્રણ, અમે કરીશુ મેજબાની

Related posts

અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીને રાજકોટ SOG એ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી

Ritesh Parmar

કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે…

admin1

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?પોલીસે પણ મહિલા અને તેના પુત્ર સામે હુમલો કર્યાના આક્ષેપ કર્યા

Ritesh Parmar

Leave a Comment