Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એડવોકેટ, પ્રેસ, પોલીસ, ડોક્ટર, સહિતના લખાણવાળા સ્ટીકર નહી લગાવવાના પરિપત્રને લઈ વિરોધ, અમદાવાદ બાર એસોસિએશને આંદોલનની ચીમકી આપી,

એડવોકેટ, પ્રેસ, પોલીસ, ડોક્ટર, સહિતના લખાણવાળા સ્ટીકર નહી લગાવવાના પરિપત્રને લઈ વિરોધ, અમદાવાદ બાર એસોસિએશને આંદોલનની ચીમકી આપી,

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

એડવોકેટ, પ્રેસ, પોલીસ, ડોક્ટર, સહિતના લખાણવાળા સ્ટીકર નહી લગાવવાના પરિપત્રને લઈ વિરોધ, અમદાવાદ બાર એસોસિએશને આંદોલનની ચીમકી આપી,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ શહેરમાં વાહન પર એડવોકેટ, પોલીસ, પ્રેસ, ડોક્ટર સહિતના લખાણવાળા સ્ટીકર લગાવ્યા હશે તો તે વાહન ચાલકને દંડ ફટકારવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 19 ઓગસ્ટથી આ માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેને લઈ હવે વિરોધના વંટોળ શરુ થઈ ગયા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ એડવોકેટ, ડોક્ટર, પોલીસ સહિતના લોકો વાહન પર સ્ટિકર નહીં લગાવવાના પરિપત્રનો અમદાવાદ ક્રિમિનિલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં બાર એસોસિએશને આ પરિપત્ર રદ કરવા માટે શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર પણ આપશે.

આ સાથે જ એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો બાર એસોસિએશન ગાંધી ચિંધ્યા માર્ગે આગામી સમયમાં આંદોલન કરશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે.

આ અંગે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કમલકર ઉપપ્રમુખ ભરત શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, વકીલો હાઈકોર્ટ, મેટ્રો, સેશન્સ, ગ્રામ્ય, ફેમિલી કોર્ટ અને વિવિધ ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ માટે જતા હોય છે. વકીલોના વાહનો પાર્કિંગ કરવા માટે જુદી જુદી કોર્ટમાં એડવોકેટના સ્ટિકર વગરના વાહનને પ્રવેશ આપવામાં આવતો નથી. આવી સ્થિતિમાં પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રના કારણે પોલીસ વકીલોને દંડ કરી રહી છે. જેના પગલે આ અંગે બાર એસોસિએશનમાં વકીલોએ રજૂઆત કરેલી છે. આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

એડવોકેટ, પ્રેસ, પોલીસ, ડોક્ટર, સહિતના લખાણવાળા સ્ટીકર નહી લગાવવાના પરિપત્રને લઈ વિરોધ, અમદાવાદ બાર એસોસિએશને આંદોલનની ચીમકી આપી,

Related posts

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Ritesh Parmar

ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા

Ritesh Parmar

એટલેજ તો ગાયને માતા કહેવાય છે, જુઓ કૂતરીના નાના ગલૂડિયાઓને પીવડાવી રહી છે પોતાનું દૂધ,

Ritesh Parmar

Leave a Comment