Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

મહીસાગર જિલ્લાના લુણાવાડા કંકા તળાવ નજીક એસટી બસના કડંક્ટરને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે એસટી સ્ટાફમાં રોષની લાગણી ફાટી નીકળી છે.

બસમાંથી વગર ટીકીટે મુસાફરી કરી રહેલા પોલીસકર્મીના સંબંધીને બસમાંથી ઉતારી દેવામાં આવતા આ માથાકૂટ થઈ હતી, જેમાં પોલીસકર્મીએ બસ રોકાવીને કંડક્ટરને માર માર્યો હતો.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારની જી.એસ.આર.ટી.સીમાં મહેસાણાથી દાહોદ રૂટ પર પોતાની ફરજ બજાવતા કંડકટર અનિલભાઈ મકવાણાને લુણાવાડા પોલીસકર્મી દ્વારા કોઈ વાંક ગુનાં વગર ઢોર માર મારતા કંડકટરને લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક ઈસમ ટીકીટ વગર બસમાં સફર કરી રહ્યો હતો. જે અંગેની જાણ કંડક્ટરને થતા કંડક્ટરે બસ રોકાવીને તે ઈસમને બસમાંથી ઉતારી દીધો હતો, જેના પગલે પોલીસ કર્મચારીનાં સબંધીને વગર ટીકીટ બસમાંથી ઉતારી દેવામાં આવતા કંડકટરને પ્રમાણિકતા બાબતે માર પડ્યો હતો. આ બનાવમાં કંડક્ટરને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાના પગલે એસટી કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ઉઠી છે, ત્યારે પોલીસ કર્મચારી પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઊઠી છે ત્યારે આ બાબતની યોગ્ય તપાસ થશે કે પછી સમગ્ર મામલો દબાઈ જશે તેવી લોકોમાં અટકળો વહેતી થઈ.

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Related posts

મોરબીમાં એક શખ્સે દુકાનમાં સંગ્રહ કરી રાખ્યો હતો દારૂનો જથ્થો, એલસીબીએ બાતમીના આધારે દુકાનમાં રેડ કરી 312 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

Ritesh Parmar

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Ritesh Parmar

ધુમાડો ધુમાડો થયો અવધ આસામ એક્સપ્રેસનો AC કોચ, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ, કયા કારણોસર થયો એસી કોચમાં ધુમાડો, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment