Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

Our Visitor

013150
Total Users : 13150
Total views : 15393
Who's Online : 3

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

જૂનાગઢ,તા.10
જૂનાગઢની જેલના નામે વાયરલ થયેલા વીડીયોના કારણે દોડધામ મચી જવા પામી છે. વીડીયોમાં જેલની અંદર જેલ તંત્રની દોડધામ મચી જવા પામેલ છે. જેલના કેદી તરીકે હત્યાના આરોપીના જન્મદિનની ફટાકડા ફોડી કેક કાપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

અલગ અલગ ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં વીડીયો વાયરલ થયો છે.પરંતુ સમગ્ર ઘટના અને વાયરલ થયેલા વિડીયો વિશે ટાઈમ્સ ઓફ અમદાવાદ પુષ્ટિ કરતુ નથી.

જેમાં રાજકોટજના હસનવાડીના રહીશ અને વિસાવદરના હત્યાના ગુન્હાઓના આરોપી યુવરાજ માંજરીયા નામનો યુવાન જુનાગઢ જેલમાં હોય તેના ફોટાવાળા વિડીયોમાં કેક કાપી જેલની બેરેકમાં ફટાકડા ફોડી જન્મદિન મનાવાનો વીડીયો વાયરલ થતા જેલનું તંત્ર દોડતું તઇ ગયું છે. જેલર એલ.જે.પરમારના જણાવ્યા મુજબ આ વીડીયોની તપાસ હાથ ધરવામાં આવી છે.

વિડીયોમાં દેખાતા એક શખ્સ યુવરાજ માંજરીયા છે ત્યારે બીજા કેદી પ્રોહી.નો આરોપી લખન મેન્ટુ ચાવડા છે. જેેમાં લખન તો તા.22 ડીસે.ના જેલમાંથી મુકત થઇ ગયેલ છે. આ જુના વીડીયો ફોટામાં એડીટીંગ કરીને જેલ તંત્રને બદનામ કરવા માટેનું કાવત્રું હોય શકે છે.હાલમાં જેલમાં રહેલ યુવરાજ માંજરીયાનો આવો જન્મદિન આ રીતે ઉજવાયો નથી કે જેલમાં ફટાકડા ફોડવામાં આવ્યા નથી. છેલ્લા દિવસોના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવી રહયા છે. અન્ય કેદીઓની પુછપરછમાં પણ કશું મળવા પામ્યું નથી. માત્ર બેરેકના વિડીયો જોઇને ન કહી શકાય કે, આ બેરેક જૂનાગઢ જેલની હોઇ શકે આ જુના વીડીયો ફોટા પણ હોય શકે છે.

ક્રાઇમ બ્રાંચનું ચેકીંગ શરૂ
જૂનાગઢની મુખ્ય સેન્ટ્રલ જેલમાં બે કેદીઓ દ્વારા બેરેકમાં ફટાકડા ફોડી કેેક કાપી જન્મદિનની ઉજવણી કરાતો વીડીયો વાયરલ થતા ગત મોડી સાંજે જુનાગઢ ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી છે. જુનાગઢ જેલમાં અસંખ્ય વખત જેેલમાં પ્રતિબંધિત પાન, માવા, ગુટકા, બીડી, સીગારેટ વેગેરે મોબાઇલ, સીમકાર્ડ, બેટરી મળવાની ઘટનાઓ ઘટવા પામતી રહે છે તેના કેસ પણ પોલીસ ચોપડે નોંધાયા કરે છે. આ વીડીયોની તપાસ પણ શરૂ થવા પામી છે. આ વીડીયો જુનો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે.

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

Related posts

ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતામહ અને રામાયણ સિરિયલના “રાવણ “લંકેશ એવા સુપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Ritesh Parmar

એક તરફ કાળમુખો લઠ્ઠાકાંડ અને બીજી તરફ ASI ની ખુલ્લી લૂંટ, DGP ના આદેશના લીરેલીરા ઉડાડતો સાવરકુંડલાનો લાંચિયો ASI ACB ના શકંજામાં

Ritesh Parmar

જૂનાગઢ / કેશોદમાં 11 દુકાનોના તાળા તોડી ચોરી કરનાર દાહોદની કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગને ઝડપી પાડતી જૂનાગઢ એલસીબી

Ritesh Parmar

Leave a Comment