Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નરોડા પોલીસ પર હુમલાનો મામલો, અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા, કડક કાર્યવાહી કરવાનાં એંધાણ!

Our Visitor

000025
Total Users : 25
Total views : 93
Who's Online : 0
Views 375

6 આરોપીઓની ધરપકડ
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

             અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને બાતમીના આધારે પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપી અનિલ ઉર્ફે કાલી અને તેના 15 થી વધુ લુખ્ખા સાગરીતોએ લોખંડના પાઈપ, હથોડા અને લાકડીઓ વડે પોલીસને જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીઓમાં સ્પષ્ટ પણે દેખી શકાય છે. હુમલાખોરો એટલા નિર્દયતાથી પોલીસને માર માર્યો હતો કે, એકાદ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તો બીજીતરફ લુખ્ખા તત્વોએ અન્ય એક પોલીસકર્મીના માથામાં હથોડાનો ઘા કરી દેતા એક પોલીસકર્મીને માથાના ભાગે 5 ટાંકા લેવાની ફરજ પડી હતી. આ ઘટનાના લીધે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેથી હુમલાખોરોને જલ્દીથી ઝડપી પાડવાની માંગ ઉઠી હતી. જે સંદર્ભમાં આજે અમદાવાદની પોલીસે સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

   
    છેલ્લા ઘણા સમયથી અમદાવાદ માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડગમગાઈ ગઇ હોય તેવા બનાવો સામે આવ્યા છે. ક્યાંક ખુલ્લેઆમ હત્યાંના બનાવો તો ક્યાંક દિન દહાડે લૂંટ, ચોરી, મારામારી અને કેટલાક કિસ્સાઓમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. બીજીતરફ દારૂનું દુષણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું, રોજ બરોજ લાખો રૂપિયાનો દેશી- વિદેશી દારૂ પકડાઈ રહ્યો છે. અને આ બનતી ઘટનાઓ ચાડી ખાય છે કે, ગુજરાત સરકારની દારૂ બંધી માત્ર કાગળ ઉપરજ દેખાઈ આવે છે. હાલમાંજ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધોળા દિવસે એકસેસ સ્કૂટર ઉપર દારૂ ભરેલા કોથળાઓ લઈ જતા એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામાં નરોડા અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો લાગ્યા હતાં. જેથી ઝોન 4 ડીસીપીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતાં.

        ડીસીપી ઝોન 4 ના આદેશ બાદ કૃષ્ણનગર અને નરોડામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવી દેવાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની કડક સૂચનાના આધારે સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી જઈને પ્રોહીબીશન અને જુગારના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. જે સંદર્ભમાં નરોડા પોલીસને બાતમી મળી હતી કે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મુઠીયા ગામનો એક બુટલેગર જે પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હતો. તેને પકડવા નરોડા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડમાં ફરજ બજાવતા સુરેશભાઈ કાલીયા, નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી રૂદ્રદત્ત સિંહ અને અન્ય બે પોલીસકર્મી બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈને આરોપીને પકડી પાડ્યો હતો. પરંતુ આરોપીએ બુમાબુમ કરતા તેના ભાઈ, પિતા, અને અન્ય 15 જેટલાં માથાભારે સખશોએ હથોડા, લોખંડના પાઈપ અને, લાકડીઓ વડે પોલીસ ઉપર હિચકારો હુમલો કરી દીધો હતો.

     આ હુમલાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ગુજરાત પોલીસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. કારણ કે લુખ્ખા તત્વોએ જે રીતે પોલીસને રોડ વચ્ચે દોડાવીને માર્યા એ પણ નિર્દયતા સાથે તેના લીધે સ્થાનિક લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. જે રીતે પોલીસ આવા ગુંડા તત્વો સામે લાચાર દેખાઈ અને સ્થળ છોડીને પોતાનો જીવ બચાવવા મજબુર બની તે જોતા લોકોના મનમાં ભય પેદા થયો હતો. જો પ્રજાની રક્ષા કરનારી પોલીસની આવી દશા થઈ શકે તો પછી પ્રજાની સુરક્ષા કોના હાથમાં રહેશે.

  પોલીસનો મોરલ અને જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસની જુદી, જુદી એજન્સીઓ ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસની અલગ અલગ ટુકડીઓ બનાવી હુમલાખોરોને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અને તે સંદર્ભમાં અમદાવાદ પોલીસે ઘટનામાં સામેલ મુખ્ય આરોપી સહીત 6 આરોપીઓને ગણતરીની કલાકો ઝડપી પાડી પોલીસની કસ્ટડીમાં લીધા હતાં.  હાલ આરોપીઓને નરોડા પોલીસ સ્ટેશનમાં સોંપી દઈને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
જુઓ નરોડા પોલીસ ઉપર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નરોડા પોલીસ પર હુમલાનો મામલો, અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીઓને ઝડપી પાડ્યા, કડક કાર્યવાહી કરવાનાં એંધાણ!

Related posts

ગીર સોમનાથમાં લગ્નના વરઘોડામાં જાનૈયાઓએ બેફામ બની દારૂની છોળો ઉડાડી, સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં દારૂબંધીના કાયદાનું ચીરહરણ! વિડીયો

Phone: 9998685264.

માલવણ: આઇસરમાં કાચની વસ્તુમાં છુપાવેલો રૂ. 22.54 લાખનો દારૂ-બિયર પકડાયો!
9274 બોટલ શરાબ, 1416 બિયરના ટીન અને વાહન મળી રૂા.32.74 લાખનો મુદ્દા માલ કબ્જે

Phone: 9998685264.

30 થી વધુ સોનાના દોરા તોડનારો રીઢો ચોર ઝડપાયો! છેલ્લા પાંચ દિવસમાં 8 થી વધુ ગુના ને અંજામ આપનાર ચોરને મણિનગર પોલીસે દબોચી લીધો

Phone: 9998685264.

Leave a Comment