Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નારોલ પોલીસને મળી મોટી સફળતા, કેમિકલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને દબોચી મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું, કેમિકલ ભરેલ ટેન્કર સહીત 16 લાખ 92 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

નારોલ પોલીસને મળી મોટી સફળતા, કેમિકલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને દબોચી મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું, કેમિકલ ભરેલ ટેન્કર સહીત 16 લાખ 92 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Our Visitor

009767
Total Users : 9767
Total views : 11433
Who's Online : 0

નારોલ પોલીસને મળી મોટી સફળતા, કેમિકલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને દબોચી મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું, કેમિકલ ભરેલ ટેન્કર સહીત 16 લાખ 92 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

       અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનને લગતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઝોન 6 તેમજ મદદનીશ પોલીસ કમિશ્નર કે ડિવિઝનની કડક સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એ. ગોહિલે પોતાના પોલીસ સ્ટાફને વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કરવાનાં આદેશ આપ્યા હતા. જે અનુસંધાનમાં પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ લાખુભાને બાતમી મળી હતી કે હોટેલ વિન્સમના ખાંચામાં આવેલ ગોડાઉનમાં બહારથી  ગેરકાયદેસર પ્રવાહી ભરેલું ટેન્કર મંગાવી પોતાના આર્થિક ફાયદા માટે કાવતરું રચવાના છે.જેમાં કેમિકલ ચોરી કરનાર ગેંગના મળતીયા માણસો મારફતે ટેન્કરમાંથી કેમિકલના જથ્થાની ચોરી કરવાના છે.જેથી નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ બાતમી વાળી જગ્યાએ રેડ કરી કેમિકલ ચોરીનું મસમોટુ કૌભાંડ ઝડપી પાડી પ્રસંશનિય કામગીરી કરી હતી. પોલીસની કાર્યવાહી દરમ્યાન ગોડાઉનમાંથી જવ્લનશીલ પ્રવાહી ભરેલા ટેન્કર સહીત કુલ 16,92,450 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

 ઘટના અંગેની વધુ મળતી માહિતી અનુસાર આરોપીઓએ કચ્છ જિલ્લાના ગાંધીધામ થી ભરૂચ જિલ્લાના દહેજ ખાતે લઈ જવાતા કેમિકલના જથ્થાને ચોરી કરવાનાં ઇરાદે ચોરી છુપી રીતે અમદાવાદ ખાતેના નારોલ વિસ્તારના સુદામા એસ્ટેટની અંદર આવેલ અશોક ટેક્ષટાઇલ સામે આવતા પોતાના ભોગવટાના ઓવરસીસ

ગોડાઉન નં 137 માં ગેરકાયદેસર રીતે ટેન્કર મંગાવી કેમિકલ ભરેલા જથ્થાની ચોરી કરવાનું કાવતરું રચી કાઢયું હતું. જેની બાતમી નારોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી વિજયસિંહ લાખુભાને મળી જતા તાત્કાલિક ગોડાઉન ખાતે પોતાના સહ પોલીસકર્મીઓ સાથે બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં આરોપીઓ કેમિકલ પ્રવાહીના જથ્થાની ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસ રેડમાં ગોડાઉનમાંથી ત્રણ આરોપીઓ (1) હારુન કાસમભાઈ ઢોળીતર રહે, સુરેન્દ્રનગર (2) આબીદ હુસૈનભાઈ વારૈયા રહે, સુરેન્દ્રનગર (3) વનરાજભાઈ હિરેનભાઈ જાદવ રહે નારોલ અમદાવાદ ર કેમિકલની ચોરી કરતા ઝડપાઈ ગયા હતા.

નારોલ પોલીસને મળી મોટી સફળતા, કેમિકલ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને દબોચી મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું, કેમિકલ ભરેલ ટેન્કર સહીત 16 લાખ 92 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Related posts

દબાણ હટાવવાની કામગીરી કરવા આવેલ AMC ના અધિકારી સામે મહિલાએ કર્યા ગંભીર આક્ષેપ? લાફો મારી ધક્કે ચઢાવીને કપડાં ખેંચ્યાની મીડિયા સમક્ષ ફરિયાદ, જુઓ વિડીયો

Ritesh Parmar

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Ritesh Parmar

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

Ritesh Parmar

Leave a Comment