Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / થર્ટી ફર્સ્ટ ન્યૂ ઈયરની પાર્ટીને રંગીન બનાવવા માટે મંગાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 32.46 લાખનો દારૂ તેમજ આઈસર, છોટા હાથી સહીત 41 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજકોટ / થર્ટી ફર્સ્ટ ન્યૂ ઈયરની પાર્ટીને રંગીન બનાવવા માટે મંગાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 32.46 લાખનો દારૂ તેમજ આઈસર, છોટા હાથી સહીત 41 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

રાજકોટ / થર્ટી ફર્સ્ટ ન્યૂ ઈયરની પાર્ટીને રંગીન બનાવવા માટે મંગાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 32.46 લાખનો દારૂ તેમજ આઈસર, છોટા હાથી સહીત 41 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઘુસાડી રહ્યા છે.પોલીસ પણ આવા ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી માટે સર્તક થઈ છે.રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કુવાડવા જીઆઇડીસીના ગોડાઉનમાં ચાલતા દારૂના કટિંગ વખતે દરોડો પાડી રૂ.32.46 લાખનો દારૂ તેમજ આઈસર અને છોટા હાથી સહીત રૂ.41 લાખના મુદ્દામાલ સાથે છ શખ્સોની ધરપકડ કરી છે.આ દારૂનો જથ્થો વડોદરાના નામચીન બુટલેગર નાગદાન ગઢવીએ ભાવનગરના બુટલેગરને મોકલ્યો હોવાનું ખુલ્યું છે.પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.ગોડાઉન 15 દિવસથી ભાડે રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં થર્ટી ફર્સ્ટની રંગીન ઉજવણી કરવા માટે બુટલેગરો સક્રિય થયા છે.31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડ્યા છે ત્યારે પોલીસ પણ છેલ્લા 15 દિવસથી સતર્ક બની ગઈ છે.

થર્ટી ફાસ્ટની ઉજવણીમાં દારૂની બદી નાબૂદ કરવા પોલીસે બુટલેગરો પર ધોસ વધારી દીધી છે.રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂનો જંગી જથ્થો પડકી પાડ્યો હતો.

કુવાડવાથી થોડે દુર આવેલ ગોડાઉન નંબર 95 માં દારૂનો જથ્થો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતા પી.આઈ.વી.કે.ગઢવીની સુચનાથી પી.એસ.આઈ વી.જે.જાડેજા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. ગોડાઉનમાં આઈસર નંબર જીજે 03 ડબ્લ્યુ 5291 અને છોટા હાથી જીજે 03 બીટી 3979 તેમજ હોન્ડા મોટરસાયકલ નંબર જીજે 4 સીકે 2503 ઉપરાંત દારૂનો જથ્થો મળી આવ્યો હતો.સ્થળ ઉપરથી રૂ.32.46 લાખની કિમંતની 6492 બોટલ વિદેશી દારૂ તેમજ વાહનો મળી કુલ રૂ.41,01,500ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવીંગ કરતા આનંદનગર નવા ત્રણ માળીયા બ્લોક નં. એમ/34 રૂમ નં.404, ભાવનગરના રહેવાસી અને હાલ રાજકોટમાં કુવાડવા ગામ શીવધારા રેસીડેન્સી શેરી નં.-2 રાણપુર રોડ કુવાડવા રહેતા પરેશ હીંમતભાઇ પટેલ (ઉ.વ. 39) સાથે મુળ જામનગરના હાપાના રહેવાસી અને અમદાવાદમાં સરસપુર ઘર નં.10/11 બોમ્બે હાઉસીગ બોર્ડ ની સામે, ગૌતમની ચાલીમાં રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા રણુભા જાડેજા (ઉ.વ.41), રાણીકા ભાંગના કારખાનાની પાછળ ભાવનગર જીતેન્દ્ર ઉર્ફે ભદો મનજીભાઇ રાઠોડ (ઉ.વ.33), પ્રભુદાસ તળાવ ખલાસી સોસાયટી મકાન નં.-40 ભાવનગર દિવ્યેશ નવલભાઇ સોલંકી (ઉ.વ.25),મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના ધોરીમ તાલુકાના મીઠડા ગામ વતની હાલ રાજકોટના કુવાડવા ગામ શીવધારા રેસીડેન્સી શેરી નં.2 રાણપુર રોડ ઉપર રહેતા જોટારામ ભગારામ બોલ ( ઉ.વ.22), તેમજ કાયદા સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને સ્થળ ઉપરથી પકડી પાડ્યા હતા.

પુછપરછ અને તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો વડોદરા તથા આણંદ રહેતા નામચીન બુટલેગર નાગદાન પ્રભુદાન ગઢવીએ મોકલ્યો હતો આ દારૂનો જથ્થો થર્ટી ફસ્ટ માટે શીશુવીહાર ખોડીયારનગર સોસાયટી ભાવનગર રહેતા બુટલેગર ઇમરાન હારુનભાઇ કાલવાએ મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહમદ,ડીસીપી મનોહરસિંહ જાડેજા,ડીસીપી પ્રવીણ કુમાર મીણાની સુચનાથી એસીપી ડી.વી.બસિયા,પી.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ વી.જે.જાડેજા તથા તેમની ટીમના એ.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ,જયેશભાઇ નિમાવત,હિતેન્દ્રસિંહ ઝાલા,ભરતસિંહ પરમા,મહેશભાઇ ચાવડા,જયદિપસિંહ બોરાણા,શકિતસિંહ ગોહીલ,કુલદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.


રાજકોટ / થર્ટી ફર્સ્ટ ન્યૂ ઈયરની પાર્ટીને રંગીન બનાવવા માટે મંગાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 32.46 લાખનો દારૂ તેમજ આઈસર, છોટા હાથી સહીત 41 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Related posts

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Ritesh Parmar

તહેવાર ટાણે ભરૂચ પોલીસની સતર્કતા , પ્રસંશનીય કામગીરી કરતા કોમ્બિગમાં સંખ્યાબંધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી

Ritesh Parmar

ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી

Ritesh Parmar

Leave a Comment