Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સારા સમાચાર, રાજ્યમાં કોરોના ઉપર સરકારે સફળતા મેળવી હોવાના કારણે જલ્દી રાત્રી કર્ફ્યુમાંથી મળી શકે છે રાહત, લગ્ન પ્રસંગમાં પણ લોકોની હાજરીની સંખ્યા વધશે!

સારા સમાચાર, રાજ્યમાં કોરોના ઉપર સરકારે સફળતા મેળવી હોવાના કારણે જલ્દી રાત્રી કર્ફ્યુમાંથી મળી શકે છે રાહત, લગ્ન પ્રસંગમાં પણ લોકોની હાજરીની સંખ્યા વધશે!

Our Visitor

013008
Total Users : 13008
Total views : 15232
Who's Online : 0

સારા સમાચાર, રાજ્યમાં કોરોના ઉપર સરકારે સફળતા મેળવી હોવાના કારણે જલ્દી રાત્રી કર્ફ્યુમાંથી મળી શકે છે રાહત, લગ્ન પ્રસંગમાં પણ લોકોની હાજરીની સંખ્યા વધશે!

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવવામાં ગુજરાત સરકારે મોટાભાગે સફળતા મેળવી લીધી છે.
કોરોના વેક્સીનેશન અભિયાનને પુરજોશમાં વેગવંતુ બનાવતાં લાખો લોકોને સુરક્ષા કવચ પુરી પાડ્યું છે. ત્યારે જેમ જેમ કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો તેમ તેમ કોરોનાના નિયંત્રણોમાં છૂટછાટનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર ફરી એકવાર કોરોનાકાળ દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવા અંગે વિચારણા કરી રહી છે.

લગ્ન અને સામાજિક પ્રસંગ માટે હાલની 400ની મર્યાદા વધારીને 600થી 800ને મંજૂરી આવી શકે છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ પણ હવે ઉઠાવી લેવામાં આવી શકે છે તેઓ શક્યતાઓ દેખાઇ રહી છે. સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગ સાથે ચર્ચા બાદ ગૃહ વિભાગ 1 ડિસેમ્બરથી નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય એકાદ દિવસમાં જાહેર કરશે તેવી સંભાવના છે.

ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ લગ્નો, સ્નેહમિલન સમારોહ જેવા સામાજિક પ્રસંગોનું મોટા પાયે આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોને નિયંત્રણમાં વધુ છૂટછાટ અપાશે.

આ સિવાય પહેલી ડિસેમ્બરથી પ્રી-વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ પણ પહેલી ડિસેમ્બરથી એક પછી એક કાર્યક્રમો યોજાવાના હોવાથી અને તેમાં ભાગ લેવા માટે બહારના લોકો તેમ જ ટ્રાન્સપોર્ટેશન વધે તેમ હોવાથી હાલ 8 મહાનગરોમાં લાદવામાં આવેલો રાત્રે 12થી સવારે 6 સુધીનો રાત્રિ કર્ફ્યૂ પણ ઉઠાવી લેવાય તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોટાપાયે ગુજરાત સરકારે આદરેલા રસીકરણ અભિયાનના લીધે દિવાળી બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો નથી. કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવતા કોરોનાના કેસ અંકુશ છે.

સારા સમાચાર, રાજ્યમાં કોરોના ઉપર સરકારે સફળતા મેળવી હોવાના કારણે જલ્દી રાત્રી કર્ફ્યુમાંથી મળી શકે છે રાહત, લગ્ન પ્રસંગમાં પણ લોકોની હાજરીની સંખ્યા વધશે!

Related posts

વડોદરા /સિગારેટ પીવાની લતમાં ભાન ભૂલી કિશોરીઓ, પોતાની સહેલીને પણ સમ આપી પીવડાવી સિગારેટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકતા ભાંડો ફૂટ્યો

Ritesh Parmar

અમદાવાદ/ નરોડામાં એક બંધ મકાનમાં મહિલાની ઘાતકી રીતે હત્યાં કરેલી લાશ મળી આવી,મહિલાના શરીર પર છરીના ઘાના નિશાન જોવા મળ્યા, દુર્ગંધ મારતી લાશમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી

Ritesh Parmar

Leave a Comment