
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સુરત સુરતના અડાજણમાં ગૌરવ પથ રોડ પર આવેલા કોરલ પેલેસમાં સ્પા-મસાજના નામે ચાલતા વેશ્યાલય પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ચાર મહિલાઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સુરત શહેરમાં સ્પા-મસાજના નામે દેહવ્યાપાર કરતા ઇસમોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ, મિસિંગ સેલની ટીમ સહિતની પોલીસ કાર્યરત છે.
જ્યારે મિસિંગ સેલના પીઆઈ જી.એ.પટેલ અને તેમની ટીમના સભ્યોને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અડાજણ નક્ષત્ર એમ્બેસીથી ગૌરવપથ રોડ પાસે શવિઓન ચાર રસ્તા સામે આવેલા કોરલ પેલેસના બીજા માળે સ્પા-મસાજ કરવામાં આવ્યો હતો.
દુકાનના માલિક સાગર ખાને સલામ ઉધિન ઉર્ફે સાહિદ શેખને મેનેજર તરીકે રાખ્યો હતો. પોલીસે સંચાલક સહિત ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ જપ્ત કરી હતી. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.







Total Users : 12993
Total views : 15217
Who's Online : 2