Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

Our Visitor

012987
Total Users : 12987
Total views : 15210
Who's Online : 1

ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા ઘણા સમયથી ગ્રેડ-પે વધારાની માગણી કરી રહ્યા છે. પણ તેમની રજૂઆતોનો નિકાલ નહીં આવતા પોલીસ પરિવાર અને પોલીસકર્મીઓ આંદોલન કરવામાં માટે સરકારની સામે આવી ગયા હતા. કોઈ પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા તો કોઈએ વિધાનસભાની બહાર ધરણા કાર્ય હતા. તો અલગ-અલગ શહેરોમાં પોલીસ પરિવારના સભ્યો બાળકોની સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ત્યારે આ પોલીસ ગ્રેડ-પે આંદોલનને લઇને અત્યાર સુધીમાં આંદોલનમાં જોડાયેલા 571 પોલીસકર્મીઓ સામે પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગના કર્મચારી અને અન્ય વ્યક્તિઓની સામે 19 ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસ આંદોલનને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. હર્ષ સંઘવીએ એવું પણ જણાવ્યું હતું કે, આ અમારો પરિવાર છે અને પરિવારના નાના મોટા વિષય છે તેને સાથે બેસીને સોલ્વ કરીશું.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન ક્યારેક જ તમે આવું જોયું હશે કે, આટલી સારી રીતે સાંભળવામાં આવ્યા. માત્ર સાંભળવામાં જ નહીં પણ પણ કમિટી પણ તાત્કાલિક બનાવવામાં આવી. માત્ર કમિટી બનાવવામાં આવી એટલું જ નહીં પણ આજથી જ જિલ્લા વાઈઝ આજથી જ કમિટીની બેઠકો પર બોલાવવામાં આવી છે. આવનારા દિવસોમાં અમે જે પ્રકારે તમામ લોકોની સાથે ચર્ચા કરી હતી કે અલગ-અલગ જિલ્લા વાઈઝ તમામ વિષય પર ચર્ચા કરીને સીસ્ટમ અનુસાર રાજ્યમાં જે કમિટી બનાવવામાં આવી છે તેની પાસે આ વિષય આવશે. એ કમિટી ફાયનાન્સ વિભાગ અને તમામ વિભાગની સાથે સંકલન કરીને સાચી હકીકત અમારા સુધી પહોંચાડશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, હું વિશ્વાસ અપાવું છું કે, જે કોઈ સાચી હકીકત હશે તે તમામને અમે પોઝિટિવલી નિર્ણયમાં લઈશું. આ અમારો પરિવાર છે. અમારા પરિવારના જે કોઈ નાના મોટા વિષય છે તેને અમે સાથે બેસીને સોલ્વ કરીશું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના પોલીસ કોન્સ્ટેબલે ગાંધીનગર સચિવાલય બહાર ગ્રેડ-પેને લઇને ધરણા શરૂ કર્યા હતા. ત્યારબાદ તેની ગાંધીનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પછી પોલીસ આંદોલનને આખા ગુજરાતમાંથી સમર્થન મળ્યું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ પોલીસકર્મીઓના ગ્રેડ-પે વધારાના આંદોલનમાં સમર્થનમાં આવ્યા હતા. પણ હવે આંદોલન કરનારા પોલીસકર્મીઓ સામે પોલીસ વિભાગ જ કાર્યવાહી કરી રહ્યું છે. એટલે પોલીસ હવે પોલીસને જ પકડી રહી છે.


ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પરીવાર અમારો પરીવાર છે, અને પરિવારના નાના મોટા પ્રશ્નો સાથે બેસી સોલ્વ કરીશુ

Related posts

ગુજરાત પોલીસને શર્મશાર કરતી ઘટના, રાજકોટ ગ્રામ્ય પોલીસકર્મી યુવતી સાથે કંઢગી હાલતમાં ઝડપાયો, પોલીસકર્મી સસ્પેન્ડ!

Ritesh Parmar

અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે હિન્દી મહાસંઘ દ્વારા નવા પદાધિકારીઓની નિયુક્તિ કરાઈ

Ritesh Parmar

મહારાષ્ટ્ર/નંદુરબારના ડુંગરાળ વિસ્તારમાં બીમાર પત્નીનો જીવ બચાવવાં ખભા પર લઈ દોડ્યો પતિ ,પરંતુ પત્નીએ દમ તોડી દીધો,

Ritesh Parmar

Leave a Comment