
જયેન્દ્ર અભવેકર (લીગલ રીપોર્ટર )
અમદાવાદ.તા2
હાઈ સિક્યુરિટી ઝોન તરીકે ઓળખાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ હર હંમેશા અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી છે.જેલમાં સુરંગ ખોદવાના,જેલ કુદી ભાગવાનો,જેલમા બેઠા બેઠા ફોન કરવાના મામલે અનેક ફરિયાદો થઈ તેમ છતાં અત્યાર સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યો નથી.
એવુંજ એક કિસ્સો હાલ બહાર આવ્યું છે.નરોડા ખાતે રહેતી કલ્પનાબેન જોશીએ ફરિયાદ કરી છે.તેમના પતિ જીગરભાઈ જોશી છેલ્લા ચાર વર્ષથી ઠગાઈ કરવાના કેસમાં સાબરમતી જેલમાં છે.તેમની સાથે જેલમાં સજા ભોગવી રહેલા મનુ રબારી અને વિપુલ રબારી સહિતની ટોળકી જીગરભાઈ પાસે થી પૈસાની માંગણી કરી રહ્યા છે.તેવી ફોન જીગરભાઈએ તેની પત્નીને ગઈ તા.23 મી ઓક્ટોમ્બરે કરી હતી.આ આરોપીઓ જેલમાં હેરાન પરેશાન પણ કરી રહ્યા છે.આ દરમિયાન કલ્પનાબેને જેલરને મળવાનો પ્રયત્ન કરતા મળવાનો ઇનકાર કરી દીધો હતો.ત્યારબાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતાં પોલીસે જેલરને ફરિયાદ કરવા કહ્યું હતું.ત્યારબાદ મહિલાએ જેલ સુપ્રી.સી.પી.અને ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે.








Total Users : 12985
Total views : 15204
Who's Online : 0