Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પૂર્વ અમદાવાદના રસ્તાઓ બન્યા ‘ડેથ ઝોન’: હંસપુરામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે સર્જ્યો અકસ્માત; નિકોલના ૩ લોકોના કરુણ મોત બાદ પણ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

પૂર્વ અમદાવાદના રસ્તાઓ બન્યા ‘ડેથ ઝોન’: હંસપુરામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે સર્જ્યો અકસ્માત; નિકોલના ૩ લોકોના કરુણ મોત બાદ પણ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

Our Visitor

017642
Total Users : 17642
Total views : 20765
Who's Online : 1

પૂર્વ અમદાવાદના રસ્તાઓ બન્યા ‘ડેથ ઝોન’: હંસપુરામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે સર્જ્યો અકસ્માત; નિકોલના ૩ લોકોના કરુણ મોત બાદ પણ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ:
પૂર્વ અમદાવાદના રસ્તાઓ જાણે કે નશાખોર નબીરાઓ માટે ‘રેસિંગ ટ્રેક’ અને નિર્દોષ નાગરિકો માટે ‘મોતનો કુવો’ બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગઈકાલે મોડી રાત્રે નરોડાના હંસપુરા વિસ્તારમાં દારૂના નશામાં ચૂર એક કારચાલકે પૂરપાટ ઝડપે કાળી સ્કોર્પિયો હંકારી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર પોલીસ તંત્રની રાત્રિ પેટ્રોલિંગ અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ સામેની કામગીરીની પોલ ખોલી નાખી છે.

હંસપુરાની ઘટના: નશામાં લથડિયા ખાતો ચાલક ઝડપાયો:-

ગઈકાલે (16 નવેમ્બર) મોડી રાત્રે ખોડિયારનગર ખાતે રહેતો અને કાર શોરૂમમાં કામ કરતો 27 વર્ષીય આકાશ અમૃતભાઈ સથવારા નશાની હાલતમાં કાળી સ્કોર્પિયો (GJ 18 BR 8182) લઈને નીકળ્યો હતો. તેણે નરોડા GEB નજીક HP પેટ્રોલ પંપ સામે એક બાઈકને અને ત્યારબાદ હંસપુરાના વિઠ્ઠલ પ્લાઝા પાસે પાર્ક કરેલી એક કાર તથા અન્ય એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ એકઠા થયેલા સ્થાનિકોએ જ્યારે ચાલકને બહાર કાઢ્યો ત્યારે તે દારૂના નશામાં સીધો ઊભો પણ રહી શકતો ન હતો અને લથડિયા ખાતો હતો.

રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડી G ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો.
નિકોલની કરુણ ઘટનાઓ છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં
અગાઉ પણ નિકોલ વિસ્તારમાં બેફામ વાહનચાલકો અને નબીરાઓના પાપે નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા છે. તે સમયે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને સઘન ચેકિંગના મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ હંસપુરાની આ ઘટના સાબિત કરે છે કે પોલીસની એ કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. નિકોલના ગોઝારા અકસ્માતોમાંથી તંત્રએ કોઈ જ બોધપાઠ લીધો ન હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

પૂર્વ અમદાવાદમાં શૂન્ય પેટ્રોલિંગ, નિર્દોષોના જીવ જોખમમાં:-

હાલ સ્થિતિ એવી છે કે નરોડા, સરદારનગર, નિકોલ, હંસપુરા, ઓઢવ, વસ્ત્રાલ અને રામોલ જેવા વિસ્તારોમાં રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ જાણે શૂન્ય થઈ ગયું છે. પોલીસની આ નિષ્ક્રિયતાનો સીધો ફાયદો દારૂ પીને વાહન ચલાવતા તત્વો ઉઠાવી રહ્યા છે. રાત્રિના સમયે નોકરી-ધંધા પરથી ઘરે પરત ફરતા સામાન્ય નાગરિકો અને પરિવારો જ્યારે રસ્તા પર નીકળે છે, ત્યારે તેમના માથે સતત મોતનું જોખમ તોળાતું રહે છે.

સઘન ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશની તાતી જરૂરિયાત:-

સ્થાનિક નાગરિકોમાં હવે તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે પોલીસ તંત્ર હવે કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને પૂર્વ અમદાવાદના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ શરૂ કરે. જ્યાં સુધી ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ સામે કડક અને નિયમિત ઝુંબેશ ચલાવવામાં નહીં આવે, ત્યાં સુધી આવા નશાખોર ચાલકો નિર્દોષ લોકોના જીવ લેતા રહેશે. કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોવાને બદલે પોલીસ તંત્ર અત્યારથી જ સજાગ બનીને કડક પગલાં ભરે તે સમયની તાતી માંગ છે.


પૂર્વ અમદાવાદના રસ્તાઓ બન્યા ‘ડેથ ઝોન’: હંસપુરામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકે સર્જ્યો અકસ્માત; નિકોલના ૩ લોકોના કરુણ મોત બાદ પણ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

Related posts

રાજકોટ / થર્ટી ફર્સ્ટ ન્યૂ ઈયરની પાર્ટીને રંગીન બનાવવા માટે મંગાવેલા ઇંગ્લિશ દારૂના જથ્થા ઉપર ક્રાઈમ બ્રાન્ચની રેડ, 32.46 લાખનો દારૂ તેમજ આઈસર, છોટા હાથી સહીત 41 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Ritesh Parmar

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Ritesh Parmar

મુંબઈ-પુણે એક્સપ્રેસ પર અકસ્માત, 11 વાહનોની ટક્કરમાં 4નાં મોત,કેટલીક કારની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત,મુંબઈ તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ,ઘાયલો ખોપોલીના મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં દાખલ

Ritesh Parmar

Leave a Comment