Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભક્તિના માહોલમાં કરુણાંતિકા: પાટણમાં માતાજીની રમેલ દરમિયાન ડાકલાના તાલે ધૂણતા ભુવાજી અમરતભાઈ જાદવનું અચાનક મોત,સમગ્ર પંથકમાં શોકનું મોજું

ભક્તિના માહોલમાં કરુણાંતિકા: પાટણમાં માતાજીની રમેલ દરમિયાન ડાકલાના તાલે ધૂણતા ભુવાજી અમરતભાઈ જાદવનું અચાનક મોત,સમગ્ર પંથકમાં શોકનું મોજું

Our Visitor

017562
Total Users : 17562
Total views : 20672
Who's Online : 0

ભક્તિના માહોલમાં કરુણાંતિકા: પાટણમાં માતાજીની રમેલ દરમિયાન ડાકલાના તાલે ધૂણતા ભુવાજી અમરતભાઈ જાદવનું અચાનક મોત,સમગ્ર પંથકમાં શોકનું મોજું

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

પાટણ:
કહેવાય છે કે ઈશ્વરની લીલા અપરંપાર છે, પરંતુ ક્યારેક ભક્તિ અને આસ્થાના હર્ષોલ્લાસ વચ્ચે એવી કરુણ ઘટના બની જાય છે જે સૌ કોઈની આંખો ભીની કરી દે છે.

પાટણ શહેરના હાંસાપુર વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં શનિવારે રાત્રે બારોટ સમાજ દ્વારા આયોજિત માતાજીની રમેલ દરમિયાન આવી જ એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી.

હારીજ તાલુકાના અડિયા ગામના વતની અને સમાજમાં અપાર આસ્થાનું કેન્દ્ર એવા ભુવાજી અમરતભાઈ અમથાભાઈ જાદવનું ડાકલાના તાલે ધૂણતી વખતે અચાનક તબિયત લથડતા નિધન થયું છે.

હર્ષોલ્લાસ અને પુષ્પવર્ષા વચ્ચે અચાનક છવાઈ ગમગીની:-

શનિવારે રાત્રે આસોપાલવ સોસાયટીમાં બારોટ સમાજના પરિવારો દ્વારા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાકલાના ગુંજતા નાદ અને માતાજીના ગુણગાન વચ્ચે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું. અડિયા ગામના વતની ભુવાજી અમરતભાઈ જાદવ (અમૃતલાલ બારોટ) ભક્તિભાવમાં લીન થઈને ડાકલાના તાલે ધૂણી રહ્યા હતા. આ સમયે ઉપસ્થિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને શ્રદ્ધાળુઓ ભુવાજી પર પુષ્પોની વર્ષા કરી રહ્યા હતા.

પરંતુ, આ આનંદ અને ભક્તિનો માહોલ ક્ષણભરમાં જ માતમમાં ફેરવાઈ ગયો. ધૂણતા-ધૂણતા અચાનક ભુવાજી અમરતભાઈની તબિયત લથડી હતી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.

હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા:-

ભુવાજી અચાનક જમીન પર પટકાતા જ રમેલમાં ઉપસ્થિત ભક્તો અને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તાત્કાલિક ડાકલાના તાલ અટકી ગયા હતા અને સૌ કોઈ તેમને સંભાળવા દોડી આવ્યા હતા.

ભુવાજીને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોની ભારે જહેમત છતાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વીડિયો વાયરલ થતા ભક્તોમાં ઘેરો શોક:-

આ સમગ્ર કરુણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને ભગવાન, સંતો અને ભુવાજીમાં અતૂટ શ્રદ્ધા રાખનાર હજારો ભક્તોની આંખો ભીની થઈ ગઈ છે. અડિયા ગામ સહિત સમગ્ર પાટણ અને હારીજ પંથકમાં અમરતભાઈ જાદવના અકાળે અવસાનથી ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

માતાજીની ભક્તિમાં લીન થઈને, ડાકલાના તાલે અને ભક્તોની પુષ્પવર્ષા વચ્ચે દેહત્યાગ કરનાર ભુવાજીની આ અંતિમ વિદાય સમાજ અને તેમના પરિવારજનો માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છોડી ગઈ છે.


ભક્તિના માહોલમાં કરુણાંતિકા: પાટણમાં માતાજીની રમેલ દરમિયાન ડાકલાના તાલે ધૂણતા ભુવાજી અમરતભાઈ જાદવનું અચાનક મોત,સમગ્ર પંથકમાં શોકનું મોજું

Related posts

વડોદરા / તાજેતરમાં વિજિલન્સ દ્વારા કરાયેલી રેડના પગલે વડોદરામાં 7 PI ની આંતરિક બદલી કરાઈ, જાણો કોને ક્યાં મુકાયા

Ritesh Parmar

UNFSS પ્રી-સમિટ રાઉન્ડટેબલમાં બિનઆરોગ્યપ્રદ આહાર પર ચેતવણી આપતાં ચિહ્નો છાપવા સીઈઆરસીની માંગ!

Ritesh Parmar

ખુરશીનો પાવર, અંધારો લોભ અને જિંદગી ઉપર લાગ્યો ડાઘ: આંકલાવ PI રાજદીપસિંહ વનારની ધરપકડ માત્ર એક ગુનો નથી, તંત્ર માટે લાલબત્તી છે!

Ritesh Parmar

Leave a Comment