Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પત્રકાર કૌશિક હિરપરાને સુરત કોર્ટમાંથી મોટી રાહત: કથિત ખંડણી કેસમાં આગોતરા જામીન મંજૂર; સિનિયર એડવોકેટ ઝમીર શેખની ધારદાર દલીલો માન્ય

પત્રકાર કૌશિક હિરપરાને સુરત કોર્ટમાંથી મોટી રાહત: કથિત ખંડણી કેસમાં આગોતરા જામીન મંજૂર; સિનિયર એડવોકેટ ઝમીર શેખની ધારદાર દલીલો માન્ય

Our Visitor

017060
Total Users : 17060
Total views : 20061
Who's Online : 0

પત્રકાર કૌશિક હિરપરાને સુરત કોર્ટમાંથી મોટી રાહત: કથિત ખંડણી કેસમાં આગોતરા જામીન મંજૂર; સિનિયર એડવોકેટ ઝમીર શેખની ધારદાર દલીલો માન્ય

અહેવાલ- રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

સુરત, ૪ નવેમ્બર:
સુરતની ગોડાદરા પોલીસ મથકે નોંધાયેલા કરોડોની મિલકત સાથે સંકળાયેલા એક કથિત ખંડણીના ગુનામાં હિન્દ ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલા પત્રકાર કૌશિક વલ્લભભાઈ હિરપરા (ઉર્ફે પટેલ)ને અદાલતે મોટી રાહત આપી છે. સુરતની સેશન્સ કોર્ટે પત્રકારના આગોતરા જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષના સિનિયર એડવોકેટ ઝમીર શેખની કાયદાકીય અને ધારદાર દલીલો તેમજ આરોપીનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ ન હોવાની બાબત ચુકાદામાં મહત્વની સાબિત થઈ છે.

સમગ્ર મામલો અને કથિત આરોપોની વિગત:-

આ કેસની વિગત એવી છે કે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (I-CR No. 11210064261496/2026) મુજબ, ફરિયાદીએ વર્ષ ૨૦૧૪માં ગોડાદરા ખાતે આવેલી S.K. નગર સોસાયટીના પ્લોટ નં. ૧૧૬, ૧૧૭ અને ૧૧૮ કબજા રસીદથી ખરીદ્યા હતા. વર્ષ ૨૦૧૫માં જ્યારે આ પ્લોટ પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું, ત્યારે પત્રકાર કૌશિક પટેલે આ જમીન પર પોતાનો માલિકી હક્ક હોવાનો દાવો કર્યો હતો.

ફરિયાદીનો આરોપ હતો કે પત્રકારે ધાક-ધમકી આપી રૂ. ૫૦ લાખની માંગણી કરી હતી, જેમાંથી રૂ. ૬ લાખ રોકડા મેળવી લીધા હતા. ત્યારબાદ છેક વર્ષ ૨૦૨૬માં ફરીથી રૂ. ૧ લાખ પડાવી લીધા હોવાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૮(૫), ૩૫૨ અને ૩૫૧(૩) હેઠળ નોંધાયો હતો.

અદાલતમાં વકીલની ધારદાર દલીલો:-

આરોપી પત્રકાર તરફથી કોર્ટમાં હાજર રહેલા જાણીતા સિનિયર એડવોકેટ ઝમીર શેખે કોર્ટ સમક્ષ કાયદાના મુદ્દાઓ પર ધારદાર દલીલો રજૂ કરી સમગ્ર કેસનું ચિત્ર બદલી નાખ્યું હતું. તેમણે મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર કોર્ટનું ધ્યાન દોર્યું હતું:

  • ફરિયાદમાં મસમોટો વિલંબ:કથિત બનાવ વર્ષ ૨૦૧૫નો હોવાનું કહેવાય છે, જ્યારે તેની FIR છેક વર્ષ ૨૦૨૬માં એટલે કે ૧૧ વર્ષના લાંબા વિલંબ બાદ નોંધાવવામાં આવી છે, જે શંકા ઉપજાવે છે.
  • જૂના નિવેદનમાં વિરોધાભાસ: વર્ષ ૨૦૧૮માં (૨૬.૦૩.૨૦૧૮) આ મામલે લેવાયેલા સત્તાવાર નિવેદનમાં ફરિયાદી દ્વારા નાણાંની કોઈ માંગણી કે કથિત ખંડણીનો સહેજ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
  • કસ્ટોડિયલ પૂછપરછની બિનજરૂરિયાત: આખો કેસ દસ્તાવેજી પુરાવા અને પ્લોટની લેવડ-દેવડ પર આધારિત છે. આ સંજોગોમાં આરોપીને જેલમાં રાખીને પૂછપરછ (Custodial Interrogation) કરવાની કોઈ જ કાયદાકીય જરૂરિયાત રહેતી નથી.

કોર્ટનો મહત્વનો ચુકાદો:
૧૬મા એડિશનલ સેશન્સ જજ ચંદ્રકાંત નથુભાઈ દેસાઈએ બચાવ પક્ષના વકીલની આ તમામ દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષ તરફથી FIR નોંધાવવામાં મોટો વિલંબ થયો છે અને આ કેસ સંપૂર્ણપણે દસ્તાવેજી પુરાવા આધારિત છે. આ ઉપરાંત, કોર્ટે એ બાબતની પણ વિશેષ નોંધ લીધી કે પત્રકાર કૌશિક હિરપરાનો ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ નથી અને તેઓ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવે છે.

પરિણામે, અદાલતે (Criminal Misc. Application No. 7777/2026 અંતર્ગત) પત્રકાર કૌશિક વલ્લભભાઈ હિરપરાના રૂ. ૫૦,૦૦૦ ના બોન્ડ પર આગોતરા જામીન મંજૂર કરવાનો આદેશ કર્યો છે, જેનાથી કાયદાકીય લડતમાં બચાવ પક્ષની મોટી જીત થઈ છે.


પત્રકાર કૌશિક હિરપરાને સુરત કોર્ટમાંથી મોટી રાહત: કથિત ખંડણી કેસમાં આગોતરા જામીન મંજૂર; સિનિયર એડવોકેટ ઝમીર શેખની ધારદાર દલીલો માન્ય

Related posts

સુરત / ઓલપાડ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા દર્શન નાયકનો ભવ્ય સ્વાગત, સ્નેહ મિલન કાર્યક્રમમાં સમર્થકો, કાર્યકર્તાઓ, અને સ્થાનિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા

Ritesh Parmar

અમદાવાદ / વિરાટનગરમાં 4 લોકોની હત્યાં? પોલીસની પ્રાથમિક તપાસમાં પતિએ પોતાની પત્ની બે બાળકો અને વડ સાસુની હત્યાં કરી હોવાની શંકા?વિનોદ મરાઠી નામનો શખ્સ ફરાર! પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar

બોગસ દસ્તાવેજના આધારે દુકાનનો ગેરકાયદેસર કબ્જો લેવાની નાકામ કોશિશ , અમદાવાદની લાકડા ગેંગના મુખ્ય સાગરીત સહીત બે ની ધરપકડ, પોલીસ ઉપર ખોટું દબાણ કરવા બે પીએસઆઈ સામે કોર્ટમાં અરજી કરાઈ હતી

Ritesh Parmar

Leave a Comment