
અહેવાલ -રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)
અમદાવાદ:
એકતરફ અમદાવાદ પોલીસ કમિશનર અને DCP કક્ષાના પ્રામાણિક ઉચ્ચ અધિકારીઓ શહેરની જનતાની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે રહીને ફરજ બજાવી રહ્યા છે, ત્યારે બીજીતરફ ચાંદખેડા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા ગંભીર અહેવાલો સ્થાનિક સૂત્રો દ્વારા મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાંદખેડા અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ, જુગારધામો અને ગાંજા જેવા જીવલેણ નશીલા પદાર્થોનું વેચાણ કોઈ પણ ડર વગર ખુલ્લેઆમ ચાલી રહ્યું છે.
વહીવટદારોની મસમોટી હપ્તાખોરી અને મિલીભગત?
સ્થાનિક સૂત્રો તરફથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, આ સમગ્ર ગેરકાયદેસર સામ્રાજ્ય પાછળ ‘કિશન’ અને ‘અશોક’ નામના વહીવટદારો તેમજ અન્ય બે શખ્સોની ભૂમિકા શંકાના દાયરામાં છે. આરોપ છે કે આ પૈસાના લોભિયા વહીવટદારો બુટલેગરો અને અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ કરીને મસમોટા હફ્તા ઉઘરાવી રહ્યા છે. આ વહીવટદારોની રહેમદ્રષ્ટિ હેઠળ જ ગુનેગારોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવાની ખુલ્લી પરવાનગી મળી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે: આ કિશન અને અશોક કોણ છે? તેમની સત્તાવાર નોકરી શું છે અને તેઓ કોની ફરજ બજાવી રહ્યા છે? ખાખી વર્દીની આડમાં પોતાની ફરજ અને નિષ્ઠા સાથે બેઈમાની કરનારા આ વહીવટદારોની ઊંડાણપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી બની ગઈ છે.
ચાંદખેડા PIની મુકબધિર ભૂમિકા સામે જનતામાં રોષ
આ વિસ્તારમાં ઠેર-ઠેર નશાનો કારોબાર ધમધમી રહ્યો હોવા છતાં, ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) જાણે આ સમગ્ર બાબતથી તદ્દન અજાણ હોય તેમ મુકબધિર બનીને બેઠા છે. સ્થાનિક રહીશોમાં ગણગણાટ છે કે, શું PI સાહેબ ખરેખર અજાણ છે કે પછી તેમની આંખો પર ઈરાદાપૂર્વક પટ્ટી બાંધવામાં આવી છે? ઉચ્ચ અધિકારીઓની કડક છબીને કલંક લગાડતા આવા સ્થાનિક અધિકારીઓની નિષ્ક્રિયતા સામે હવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઈમાનદાર ઉચ્ચ અધિકારીઓની મહેનત પર પાણી ફેરવતા તત્વો
અમદાવાદ પોલીસના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ, જેમ કે કમિશનર અને DCP, ગુનાખોરી મુક્ત શહેર બનાવવા માટે સતત કાર્યરત છે. પરંતુ ચાંદખેડાના આ કથિત ‘વહીવટદારો’ પોતાના અંગત સ્વાર્થ અને આર્થિક લાભ માટે ઉચ્ચ અધિકારીઓની પ્રમાણિક મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. દર છ મહિને વહીવટદારો બદલાવાની ચર્ચા અને લઠ્ઠાકાંડ જેવી ગંભીર કટોકટી ઊભી થવાનો ભય સ્થાનિક પ્રજાને સતાવી રહ્યો છે.
ચાંદખેડા અને આસપાસના વિસ્તારોમાં
ગેરકાયદેસર પ્રવૃતિઓનો ખેલ યથાવત?
સૂત્રોથી મળતી માહિતી મુજબનાં નામો અને સ્થળોઃ
વિક્રમ ઠાકોર – ચાંદખેડા ગામમાં કોઠીવાસ
જસી ઠાકોર – કોઠી વાસ
માંગી ઠાકોર – કોઠી વાસ
ભુપત ઠાકોર – કોઠી વાસ
અમરત ઠાકોર – કોઠી વાસ
લાલો રાજપૂત – હાઉસિંગમાં
છાણી બેન વાળી નાથ ચોકડી
નાના ભા મેન પાર્ક પાસે
પ્રકાશ ઠાકોર – હુડકોમાં
ભાભી – હુડકોમાં
જાણતા નગર – બગીચા માં
ભુપત ઠાકોર – ગ્રીન ઓડા ચાર રસ્તા
મોંઘી બેન – આંચલ સોસાયટી રાવળ વાસ
દિલીપ ઠાકોર – મોટેરા
T.p 44 – ઈગ્લીશ ગાંજો
સવિતા નગર – ઉર્ફ છા નગર
અગણિત દારૂ ના સ્ટેન્ડ
જો સમય રહેતા આ કાળા કારનામાઓ કરનારા વહીવટદારો અને તેમને છાવરતા અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં નહીં આવે, તો ચાંદખેડા વિસ્તારના યુવાધનને નશાના રવાડે ચડતા કોઈ રોકી નહીં શકે. હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ પોલીસના ઈમાનદાર ઉચ્ચ અધિકારીઓ આ અહેવાલની ગંભીરતા નોંધીને ચાંદખેડાના આ ગેરકાયદેસર નેટવર્કનો ક્યારે પર્દાફાશ કરે છે.






Total Users : 15519
Total views : 18232
Who's Online : 0