Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ૧૪ જ કલાકમાં માસૂમનો છુટકારો, બાળ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ૧૪ જ કલાકમાં માસૂમનો છુટકારો, બાળ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ!

Our Visitor

013053
Total Users : 13053
Total views : 15288
Who's Online : 2

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ૧૪ જ કલાકમાં માસૂમનો છુટકારો, બાળ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ!

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ: શહેરમાં મધરાત્રે ઊંઘતા શ્રમિક દંપતીની ગોદમાંથી પેટના ટુકડા સમાન ૩૭ દિવસના નવજાત શિશુને આંચકી લેવાની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જોકે, કાયદાના રક્ષકોએ ગણતરીના કલાકોમાં આ દિલધડક ઓપરેશન પાર પાડીને બાળ તસ્કરીના એક મસમોટા રેકેટને નેસ્તનાબૂદ કરી દીધું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સુમેળથી માત્ર ૧૪ કલાકના ટૂંકા ગાળામાં માસૂમ બાળકને હેમખેમ બચાવી લીધું છે અને એક યુવતી સહિત ૩ શાતિર આરોપીઓને લોખંડી સકંજામાં લીધા છે.

🕛 રાત્રિના અંધકારમાં ઘડાયું ષડયંત્ર:-
ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા અહવાલીયા તળાવ નજીક ફૂટપાથ પર એક શ્રમિક પરિવાર ખુલ્લા આકાશ નીચે મીઠી નિંદ્રા માણી રહ્યો હતો. મધરાતના સુમસામ અંધકારનો લાભ ઉઠાવીને તસ્કર ટોળકી ત્યાં ત્રાટકી હતી. માતાની બાજુમાં સૂતેલા માત્ર ૩૭ દિવસના માસૂમ બાળકને કોઈ આહટ વગર ઉઠાવી લેવામાં આવ્યું. સવારે જ્યારે માતાની આંખ ખૂલી અને પડખું ખાલી જોયું, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આખા વિસ્તારમાં આક્રંદ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

🏍️ CCTV ફૂટેજ અને પોલીસની એક્શન મોડ:-
ઘટનાની ગંભીરતાને જોતા જ સાબરમતી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની હાઈપ્રોફાઈલ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સમગ્ર વિસ્તારના સીસીટીવી (CCTV) કેમેરા ખંખાડવાનું શરૂ કરાયું. એક ચોંકાવનારા ફૂટેજમાં દેખાયું કે, એક શંકાસ્પદ મહિલા નંબર પ્લેટ વગરના એક્ટિવા સ્કૂટર પર માસૂમ બાળકને છુપાવીને પૂરપાટ ઝડપે ભાગી રહી હતી. બસ, આ જ એક કડી પોલીસ માટે કાફી હતી.

.
🔍 ૧૪ કલાકનું દિલધડક ઓપરેશન અને ધરપકડ:-
પોલીસે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા. કાયદાનો સકંજો કસાતો જોઈ ગભરાયેલા અપહરણકારોએ પકડાઈ જવાના ડરથી બાળકને નજીકના એક વિસ્તારમાં બિનવારસી હાલતમાં છોડી દીધું હતું. પોલીસે પ્રથમ બાળકને સુરક્ષિત કબ્જે કરી રડતી માતાની ગોદમાં સોંપ્યું, જ્યાં હર્ષના આંસુની હેલી ઉમટી પડી હતી.
ત્યારબાદ, ક્રાઈમ બ્રાન્ચે બાતમીદારો અને વૈજ્ઞાનિક પુરાવાઓની મદદથી સપાટો બોલાવી આ ગુનાના માસ્ટરમાઈન્ડ એવા જીનલ અને પ્રવિણ યાદવ સહિત ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા.

💰 માસૂમ જીંદગીનો સોદો: ચોંકાવનારો ખુલાસો:-
પોલીસની આગવી ઢબે કરાયેલી પૂછપરછમાં આરોપીઓએ જે કબૂલાત કરી તે સાંભળીને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ટોળકી કોઈ ગરીબ કે ફૂટપાથ પર રહેતા પરિવારના બાળકોને નિશાન બનાવતી હતી. તેમનો હેતુ આ નવજાત શિશુને કોઈ નિઃસંતાન દંપતીને લાખો રૂપિયામાં વેચી દેવાનો હતો. બાળકોની તસ્કરી કરી મોટો નફો કમાવવાનું આ આખું નેટવર્ક કાર્યરત હતું.

હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ હવે એ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે, આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કેટલા બાળકોના અપહરણ કર્યા છે અને આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે.


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો: ૧૪ જ કલાકમાં માસૂમનો છુટકારો, બાળ તસ્કરીના કાળા કારોબારનો પર્દાફાશ!

Related posts

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Ritesh Parmar

શિક્ષણ/ વાલીઓના ખિસ્સા ઉપર વધુ એક ભાર! અમદાવાદમા સ્કૂલોની ફીમાં વધારાને
FRC ની મંજૂરી, હવે રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ વધી શકે છે સ્કૂલ ફી

Ritesh Parmar

સંત આસારામ બાપુના 450 આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો! 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

Ritesh Parmar

Leave a Comment