Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચોથી જાગીર પર હુમલો સાંખી નહીં લેવાય: સાપ્તાહિક પેપર ચલાવતા પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર માથાભારે શખ્સને નારોલ પોલીસે પાસા (PASA) હેઠળ સુરત જેલમાં ધકેલ્યો

ચોથી જાગીર પર હુમલો સાંખી નહીં લેવાય: સાપ્તાહિક પેપર ચલાવતા પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર માથાભારે શખ્સને નારોલ પોલીસે પાસા (PASA) હેઠળ સુરત જેલમાં ધકેલ્યો

Our Visitor

011660
Total Users : 11660
Total views : 13641
Who's Online : 2

ચોથી જાગીર પર હુમલો સાંખી નહીં લેવાય: સાપ્તાહિક પેપર ચલાવતા પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર માથાભારે શખ્સને નારોલ પોલીસે પાસા (PASA) હેઠળ સુરત જેલમાં ધકેલ્યો

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ:સમાજનું દર્પણ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરવો એ સ્વસ્થ સમાજ માટે અત્યંત ઘાતક અને ચિંતાજનક બાબત છે. પરંતુ અમદાવાદની નારોલ પોલીસે “પોલીસ ફાઈલ” ન્યૂઝ પેપરના પત્રકાર બિલાલ લુહાર ઉપર જીવલેણ હુમલો કરનારા ગુંડા મવાલી ટાઈપના માથાભારે તત્વોને કાયદાનું ભાન કરાવીને સમાજમાં એક મોટો અને કડક સંદેશ આપ્યો છે. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ. જે.બી. અગ્રાવતના સુપરવિઝન હેઠળ પોલીસે પત્રકાર પર હુમલો કરનાર આરોપી મોહમદ હુસેનખાન કમર મોહમદ પઠાણને પાસા (PASA) હેઠળ અટકાયત કરી સીધો સુરતની લાજપોર મધ્યસ્થ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

લુખ્ખા તત્વોમાં ફફડાટ, પોલીસની કામગીરી પ્રશંસનીય:-
પોલીસની આ સિંઘમ સ્ટાઈલ કાર્યવાહીથી વિસ્તારના લુખ્ખા અને માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે પત્રકારો જ્યારે સમાજની બદીઓ કે ગુનાખોરીને ઉજાગર કરે છે, ત્યારે આવા માથાભારે શખ્સો કાયદો હાથમાં લેવાની હિંમત કરતા હોય છે. પરંતુ નારોલ પોલીસે આ મામલે સહેજ પણ ઢીલાશ દાખવ્યા વિના આરોપીને પાસામાં ધકેલીને સ્પષ્ટ કરી દીધું છે કે, પત્રકારો પર આંગળી ચીંધનારાઓનું સ્થાન માત્ર અને માત્ર જેલના સળિયા પાછળ જ હશે.

આગળ જતાં કોઈ હુમલો કરવાની હિંમત નહીં કરે:-
નારોલ પોલીસની આ કડક કાર્યવાહી માત્ર એક ધરપકડ નથી, પરંતુ ભવિષ્યમાં પત્રકારો પર જીવલેણ હુમલાઓ કરવાનું વિચારતા ગુનાહિત માનસ ધરાવતા તત્વો માટે એક મોટી ચેતવણી છે. કાયદાના રક્ષકોએ બતાવી દીધું છે કે જો કોઈ પત્રકારની સુરક્ષા જોખમાશે, તો પોલીસ આવા તત્વોનો બરોબરનો પાઠ ભણાવશે. પત્રકાર જગત અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા નારોલ પોલીસની આ કડક અને ન્યાયી પ્રક્રિયાને ખુલ્લા દિલથી બિરદાવવામાં આવી રહી છે.

ચોથી જાગીર પર હુમલો સાંખી નહીં લેવાય: સાપ્તાહિક પેપર ચલાવતા પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર માથાભારે શખ્સને નારોલ પોલીસે પાસા (PASA) હેઠળ સુરત જેલમાં ધકેલ્યો

Related posts

અમરેલી / તાલુકા પોલીસના વિસર્જન બાદ SP નિર્લિપ્ત રાયે બીજા જ દિવસે PSI પી. બી. લક્કડને સસ્પેન્ડ કર્યા, શુ છે કારણ જાણીલો

Ritesh Parmar

મતદાનનો ક્રેઝઃ મતદાન કરવા પુત્રી વિદેશથી આવી માતાએ વિદેશ પ્રવાસ ટાળ્યો

Ritesh Parmar

સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા

Ritesh Parmar

Leave a Comment