Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

BIG BREAKING: ગુજરાત પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન પ્લાન, ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ કરવા DGP જી એસ મલિકનો ‘બ્રહ્માસ્ત્ર’ જેવો આદેશ

BIG BREAKING: ગુજરાત પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન પ્લાન, ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ કરવા DGP જી એસ મલિકનો ‘બ્રહ્માસ્ત્ર’ જેવો આદેશ

Our Visitor

011296
Total Users : 11296
Total views : 13217
Who's Online : 1

BIG BREAKING: ગુજરાત પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન પ્લાન, ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ કરવા DGP જી એસ મલિકનો ‘બ્રહ્માસ્ત્ર’ જેવો આદેશ

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

ગાંધીનગર:ગુજરાતને નશામુક્ત કરવા અને યુવાધનને બરબાદ કરતી ડ્રગ્સ સિન્ડિકેટને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય પોલીસ વડા (DGP) શ્રી જી એસ મલિક એ અત્યાર સુધીનો સૌથી આક્રમક અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના તમામ જિલ્લાઓ અને કમિશનરેટ વિસ્તારોમાં હવે એક તદ્દન સ્વાયત્ત અને પાવરફુલ ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ (ANW) ની સ્થાપના કરવામાં આવશે. ડ્રગ્સ પેડલરો અને આંતરરાષ્ટ્રીય સ્મગલરોના નેટવર્કને તોડવા માટે લેવાયેલા આ આદેશથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

🚫 LCB-SOG આઉટ:-
વચગાળાના કોઈ અધિકારી નડશે નહીં, ડાયરેક્ટ SPનું સુપરવિઝન આ નવી વિંગની સૌથી મોટી અને ધારદાર ખાસિયત એ છે કે તેને પરંપરાગત પોલીસ પ્રણાલીથી મુક્ત રાખવામાં આવી છે. આ વિંગ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના અધિકારીઓના ચાર્જમાં ચલાવી શકાશે નહીં. જિલ્લા કક્ષાએ આ ટીમ કોઈ વચગાળાના વહીવટ વગર સીધા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ના પર્સનલ સુપરવિઝનમાં કામ કરશે. જ્યારે કમિશનરેટ વિસ્તારોમાં જોઈન્ટ અથવા એડિશનલ CP આ ટીમને સીધું ગાઈડન્સ આપશે. આ નિર્ણયના કારણે કામગીરીમાં અદભુત પારદર્શિતા અને રોકેટ ગતિ આવશે.

🎯 દારૂ-જુગાર ભૂલી જાવ, આ ટીમનું એકમાત્ર નિશાન માત્ર ‘ડ્રગ્સ’:-
સામાન્ય રીતે સ્પેશિયલ ટીમો દારૂ અને જુગારના કેસમાં અટવાઈ જતી હોય છે, પણ DGP એ આ વખતે લાઈન બહુ ક્લિયર કરી દીધી છે. આ આદેશ મુજબ, એન્ટી નાર્કોટિક્સ વિંગ પાસેથી દારૂ કે જુગારની કોઈ કામગીરી લઈ શકાશે નહીં. આ ટીમનું એકમાત્ર અને પરમ લક્ષ્ય માત્ર નશીલા પદાર્થો (NDPS) સંબંધિત ગુનાઓ ડામવાનું રહેશે. કેમિકલ ડ્રગ્સ, એમડી, ગાંજો કે ચરસ વેચનારા સ્થાનિક પેડલરોથી લઈને બોર્ડર પાર બેઠેલા આકાઓ આ ટીમના સીધા ટાર્ગેટ પર રહેશે.

👥 8 બાહોશ શિકારીઓનું સ્પેશિયલ મહેકમડ્રગ્સ સામેના આ હાઈટેક જંગને જીતવા માટે દરેક જિલ્લાની વિંગમાં ક્રીમ સ્ટાફ તૈનાત કરાશે. આ ખાસ ટાસ્ક ફોર્સમાં:
1 પાવરફુલ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)1 એક્શન-મોડ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)

2 બાતમીદારોનું નેટવર્ક ધરાવતા ASI/હેડ કોન્સ્ટેબલ4 એક્ટિવ પોલીસ કોન્સ્ટેબલ આમ, કુલ 8 સભ્યોની આ સ્પેશિયલ આર્મી ચોવીસ કલાક માત્ર ને માત્ર નાર્કોટિક્સના નેટવર્કને ટ્રેક કરવા અને નેસ્તનાબૂદ કરવા માટે જ ફિલ્ડમાં રહેશે.

⏳ 7 દિવસનું અલ્ટીમેટમ:- ગુજરાત પોલીસ ‘રાઉન્ડ ધ ક્લોક’ એક્શનમાંDGP એ આ કાગળિયાં માત્ર ફાઈલોમાં દબાઈ ન રહે તે માટે તમામ જિલ્લા વડાઓને આગામી સાત દિવસમાં આ વિંગને ઓન-પેપરથી ઓન-ફિલ્ડ લાવી સંપૂર્ણપણે કાર્યરત કરી દેવાનો કડક આદેશ આપ્યો છે. આ આદેશ બાદ હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ પર અત્યાર સુધીના સૌથી મોટા પ્રહારો થવા જઈ રહ્યા છે તે નક્કી છે.


BIG BREAKING: ગુજરાત પોલીસનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્શન પ્લાન, ડ્રગ્સ માફિયાઓનો ખેલ ખતમ કરવા DGP જી એસ મલિકનો ‘બ્રહ્માસ્ત્ર’ જેવો આદેશ

Related posts

અપની અકડકો અપની જેબમે રખના / સોશ્યલ મીડિયા ઉપર ભાઈગીરી કરવાનો ટ્રેન્ડ વધ્યો! કાયદાનો કે પોલીસનો જાણે કોઈ ડર જ નથી, જુદી જુદી ગન સાથે વિડીયો રિલ્સ બનાવી યુવકે વિડીયો અપલોડ કર્યા, રાજકોટ પોલીસ આવી એક્સનમાં

Ritesh Parmar

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

વડોદરામાં PCB એ ઇંગ્લિશ દારૂની પેટીઓ સાથે બે ઈસમોની કરી ધરપકડ! ખુલ્લી જગ્યામાં એક કારમાંથી બીજા કારમાં દારૂની પેટીઓ મુકતા પોલીસે ઝડપી પાડ્યા

Ritesh Parmar

Leave a Comment