Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સળગતો સવાલ: સરદારનગરની એ ચીસ… ક્યાં સુધી હોમાતી રહેશે આપણી દીકરીઓ? વિધર્મીના ત્રાસના કારણે ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યા કરી!

સળગતો સવાલ: સરદારનગરની એ ચીસ… ક્યાં સુધી હોમાતી રહેશે આપણી દીકરીઓ? વિધર્મીના ત્રાસના કારણે ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યા કરી!

Our Visitor

009210
Total Users : 9210
Total views : 10782
Who's Online : 2

સળગતો સવાલ: સરદારનગરની એ ચીસ… ક્યાં સુધી હોમાતી રહેશે આપણી દીકરીઓ? વિધર્મીના ત્રાસના કારણે ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યા કરી!

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)

અમદાવાદ: અમદાવાદનું સરદારનગર વિસ્તાર અત્યારે શોકમગ્ન છે, પણ આ શોકની પાછળ એક ભયાનક આક્રોશ ધૂંધવાઈ રહ્યો છે. ધોરણ-૧૦માં ભણતી એક ૧૬ વર્ષની માસૂમ સગીરા, જેનું ભવિષ્ય હજુ તો ખીલવાનું બાકી હતું, તેણે વિધર્મી યુવકના અસહ્ય માનસિક ત્રાસ અને અઘટિત માંગણીઓથી કંટાળીને પોતાના જીવનનો અંત આણી દીધો. ફૂલ જેવી દીકરીની અણધારી વિદાયથી પરિવાર પર આભ ફાટ્યું છે અને ઘરના આંગણે માત્ર હૈયાફાટ રુદન ગુંજી રહ્યું છે.

પરંતુ આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, આ સમાજની આંખો ઉઘાડનારો એક ભયાનક લાલબત્તી સમાન કિસ્સો છે. આ બનાવથી સમગ્ર સનાતન ધર્મના લોકોમાં ઘેરા અને તીખા પ્રત્યાઘાતો પડ્યા છે.

પ્રેમની આડમાં પિશાચી ખેલ:
એક ગંભીર સામાજિક પડકાર-
આજકાલ આવા અસંખ્ય બનાવો સામે આવી રહ્યા છે જ્યાં ઓળખ છુપાવીને, ખોટા નામ ધારણ કરીને અથવા મોટા સપનાઓ અને લગ્નની ખોટી લાલચો આપીને હિન્દુ દીકરીઓને પ્રેમની માયાવી જાળમાં ફસાવવામાં આવે છે. પવિત્ર પ્રેમની આડમાં ખેલાતા આ કપટના કારણે કાં તો દીકરીઓ શારીરિક-માનસિક શોષણનો ભોગ બને છે, કાં તો સરદારનગરની માસૂમની જેમ ત્રાસ ન જીરવાતા મોતને વહાલું કરે છે.

સવાલ એ થાય છે કે, આ આખી વ્યવસ્થિત જાળ પાછળ કોણ જવાબદાર છે?

શું કાયદાનો ડર ખૂટી ગયો છે?

ગુનેગારોમાં કાયદાનો કડક ખોફ ન હોવાને કારણે તેઓ આવાં દુષ્કૃત્યો આચરતાં અચકાતા નથી.

શું સોશિયલ મીડિયા અને આધુનિકતા ભટકાવી રહી છે?

ટેકનોલોજીના યુગમાં માસૂમ દીકરીઓ અજાણ્યા લોકોના ખોટા વાયદાઓ અને માયાવી વાતોનો ભોગ સરળતાથી બની જાય છે.

શું વાલીઓ સાથે સંવાદની કમી છે?

ઘણીવાર દીકરીઓ ડર અથવા સંકોચના કારણે પોતાની સાથે થતી હેરાનગતિ પરિવારને જણાવી શકતી નથી, જે અંતે આવી ગંભીર દુર્ઘટનામાં પરિણમે છે.

હિન્દુ દીકરીઓ માટે જાગૃતિ જ એકમાત્ર હથિયાર:-

સમાજમાં આવો દાખલો બેસાડવો જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ વિધર્મી આપણી દીકરીઓ તરફ નજર ઉઠાવવાની હિંમત પણ ન કરી શકે.

પરંતુ કાયદાકીય લડતની સાથે સાથે દીકરીઓએ પોતે પણ અત્યંત સતર્ક અને સજાગ બનવું પડશે.

સતર્કતા એ જ સુરક્ષા:-

કોઈ પણ અજાણી વ્યક્તિ, પછી તે સોશિયલ મીડિયા પર હોય કે આસપાસ, તેના મીઠા બોલા સ્વભાવ કે ખોટા વાયદાઓથી અંજાઈ જવું નહીં. પ્રેમ અને લગ્નની આડમાં છુપાયેલા અસલી ચહેરાને ઓળખતા શીખો.

ડરવાનું છોડો, અવાજ ઉઠાવો:-

જો કોઈ વ્યક્તિ પીછો કરે, દબાણ કરે કે માનસિક ત્રાસ આપે, તો ગભરાઈને પગલું ભરવાને બદલે તાત્કાલિક માતા-પિતા, વડીલો અથવા પોલીસને જાણ કરો. તમારી પાછળ આખો સમાજ અને કાયદો ઊભો છે.

માતા-પિતાની ભૂમિકા:-

વાલીઓએ પોતાની દીકરીઓ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ, જેથી તે કોઈ પણ મુશ્કેલી વિના સંકોચે પોતાની સમસ્યા ઘરમાં જણાવી શકે.

આ કપરી ઘટના સરદારનગરના એ પરિવાર માટે ક્યારેય ન પુરાનારી ખોટ છે, પણ સમાજ માટે એક આક્રોશભરી ચેતવણી છે.

હવે સમય આવી ગયો છે કે દરેક દીકરી સજાગ બને, સનાતન સંસ્કારોને ઓળખે અને આવા કોઈ પણ માયાવી ચક્રવ્યૂહને સમય રહેતા જ તોડી પાડે.

હાલ સમગ્ર ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર વિધર્મી યુવકની ધરપકડ :-

આરોપી નસીમ અંસારી સગીરાને એકતરફી પ્રેમમાં સતત પજવણી કરી અને સંબંધ બાંધવા દબાણ કરી માનસિક ત્રાસ આપતો હતો, જેથી કંટાળીને સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ સરદારનગર પોલીસે સગીરાના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ત્વરિત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સળગતો સવાલ: સરદારનગરની એ ચીસ… ક્યાં સુધી હોમાતી રહેશે આપણી દીકરીઓ? વિધર્મીના ત્રાસના કારણે ૧૬ વર્ષની સગીરાએ આત્મહત્યા કરી!

Related posts

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Ritesh Parmar

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બોટાદ -ગાંધીગ્રામ સમર ટ્રેનને લીલી ઝંડી! 77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

Ritesh Parmar

અમદાવાદ / સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોને ઝડપી લીધા

Ritesh Parmar

Leave a Comment