Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડ્રાય સ્ટેટમાં ‘નશા’ની હોમ ડિલિવરી: કાગળ પર કાયદો, વાસ્તવિકતામાં ૨૦ હજારથી વધુ મહિલાઓ નશાની બંધાણી!

ડ્રાય સ્ટેટમાં ‘નશા’ની હોમ ડિલિવરી: કાગળ પર કાયદો, વાસ્તવિકતામાં ૨૦ હજારથી વધુ મહિલાઓ નશાની બંધાણી!

Our Visitor

012607
Total Users : 12607
Total views : 14749
Who's Online : 0

ડ્રાય સ્ટેટમાં ‘નશા’ની હોમ ડિલિવરી: કાગળ પર કાયદો, વાસ્તવિકતામાં ૨૦ હજારથી વધુ મહિલાઓ નશાની બંધાણી!

અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ)

ગુજરાતમાં કહેવાતી ‘કડક દારૂબંધી’ની પોલ હવે સરકારી આંકડાઓએ જ ખોલી નાખી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS)ના તાજેતરના અહેવાલે ગાંધીના ગુજરાતના સામાજિક માળખાને હચમચાવી મૂકે તેવો ખુલાસો કર્યો છે. રાજ્યમાં સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં, ૨૦,૦૦૦થી વધુ મહિલાઓ દારૂના રવાડે ચડી ચૂકી છે. આ આંકડો માત્ર હિમશીલાની ટોચ સમાન છે, વાસ્તવિક ચિત્ર આનાથી પણ વધુ ભયાનક હોઈ શકે છે.

પંજાબ-મહારાષ્ટ્ર જેવી જ સ્થિતિ: તો પછી ‘ડ્રાય સ્ટેટ’નું લેબલ શા માટે?

સૌથી વધુ આંચકો આપનારી બાબત એ છે કે જ્યાં દારૂની ખુલ્લી છૂટ છે તેવા પંજાબ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો અને ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની ટકાવારી (૦.૩%) બિલકુલ એકસરખી છે. આ સરખામણી સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાયદાના ચોપડા સુધી જ સીમિત રહી ગઈ છે. બુટલેગરો માટે કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી અને પુરુષો બાદ હવે આ દૂષણ ઘરના ઉંબરા ઓળંગીને મહિલાઓ સુધી પહોંચી ગયું છે.

પડદા પાછળની કડવી હકીકતો બુટલેગરો બેફામ:

રાજ્યની સરહદોથી લઈને ગલી-કુચીઓ સુધી દારૂનું નેટવર્ક એટલું મજબૂત છે કે હોમ ડિલિવરી આસાનીથી ઉપલબ્ધ છે.

સામાજિક ડર અને છુપો આંકડો: લોકલાજ અને સામાજિક બદનામીના ડરથી અનેક મહિલાઓ પોતાની આ આદત છુપાવે છે, જેથી વાસ્તવિક આંકડો ખૂબ મોટો હોવાની આશંકા છે.

ભવિષ્યનું જોખમ: ઘરની સ્ત્રી જ્યારે વ્યસનનો ભોગ બને છે ત્યારે આખો પરિવાર વેરવિખેર થઈ જાય છે, જે ભવિષ્યના ગુજરાત માટે મોટી સામાજિક કટોકટી છે.


ડ્રાય સ્ટેટમાં ‘નશા’ની હોમ ડિલિવરી: કાગળ પર કાયદો, વાસ્તવિકતામાં ૨૦ હજારથી વધુ મહિલાઓ નશાની બંધાણી!

Related posts

અમરેલી/ સાવરકુંડલા-મહુવા હાઇવે ઉપર એક ઝૂપડામાં ટ્રક ઘુસી જતા 8 લોકોના કરુણ મોત,

Ritesh Parmar

ભચાઉ / લાંચિયો પીઆઈ ACB ના હાથે ઝડપાયો! ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાઈટર રૂ. પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Ritesh Parmar

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Ritesh Parmar

Leave a Comment