Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રથયાત્રાના બંદોબસ્તની આડમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો ‘મેગા પ્લાન’ ફ્લોપ: અમદાવાદ PCBએ ઘાટલોડીયામાં ખેલ બગાડ્યો, ₹૯.૬૩ લાખના મુદ્દામાલ સાથે ૪ દબોચાયા!

રથયાત્રાના બંદોબસ્તની આડમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો ‘મેગા પ્લાન’ ફ્લોપ: અમદાવાદ PCBએ ઘાટલોડીયામાં ખેલ બગાડ્યો, ₹૯.૬૩ લાખના મુદ્દામાલ સાથે ૪ દબોચાયા!

Our Visitor

014601
Total Users : 14601
Total views : 17113
Who's Online : 1

રથયાત્રાના બંદોબસ્તની આડમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો ‘મેગા પ્લાન’ ફ્લોપ: અમદાવાદ PCBએ ઘાટલોડીયામાં ખેલ બગાડ્યો, ₹૯.૬૩ લાખના મુદ્દામાલ સાથે ૪ દબોચાયા!

અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદ:શહેરમાં આગામી અષાઢી બીજની રથયાત્રાને લઈને સમગ્ર પોલીસ બેડા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને એજન્સીઓ જ્યારે લોખંડી બંદોબસ્તના આયોજનમાં વ્યસ્ત છે, ત્યારે બુટલેગરોએ આ તકનો લાભ ઉઠાવી દારૂનું મોટું નેટવર્ક ઓપરેટ કરવાનો મનસૂબો ઘડ્યો હતો. બુટલેગરોના મનમાં એવો ભ્રમ હતો કે પોલીસ અત્યારે બંદોબસ્તની કડાકૂટમાં વ્યસ્ત છે એટલે ખુલ્લેઆમ હેરાફેરી કરી શકાશે. પરંતુ, અમદાવાદ પીસીબી (Prevention of Crime Branch) એ બુટલેગરોના આ મનસૂબા પર પાણી ફેરવી દઈને “જડબાતોડ જવાબ” આપતી પ્રશંસનીય કામગીરી કરી છે. પીસીબીની આ સર્જિકલ સ્ટ્રાઈકથી દારૂના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જોગણી માતાના મંદિર પાસે ચાલતું હતું કટિંગ!પીસીબીની ટીમને એક સચોટ અને અત્યંત ખાનગી બાતમી મળી હતી કે રથયાત્રાના માહોલ વચ્ચે ઘાટલોડીયા વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. બાતમીના આધારે પીસીબીની ટીમે ઘાટલોડીયા ફાઇ પેટલ્સ હોટલ સામે આવેલી ભાગ્યોદય સોસાયટી વિભાગ-૧, ગેટ નં. ૫ ની અંદર, જોગણી માતાના મંદિર પાસેના પાર્કિંગમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને ત્યાં હાજર બુટલેગરોના હોશ ઉડી ગયા હતા.

જુઓ વિડીયો

રૂપિયા ૫.૫૧ લાખનો દારૂ અને સ્વિફ્ટ કાર જપ્તપોલીસે ઘટનાસ્થળે ઊભેલી મારુતિ સ્વિફ્ટ કાર (નંબર: GJ-18-BD-5502) ની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલબંધ બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ગણતરી કરતા કુલ ૧,૦૪૬ નંગ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૫,૫૧,૦૦૦/- થાય છે. આ ઉપરાંત ₹૩ લાખની કાર, ₹૧,૧૦,૦૦૦/- ની કિંમતના ૫ નંગ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ ₹૯,૬૩,૬૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

રાજસ્થાન કનેક્શન ખુલ્યું: સ્થાનિક બુટલેગરો પણ સામેલ:-
આ હાઈ-વોલ્ટેજ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ૪ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજસ્થાનના બે સપ્લાયરો પણ સામેલ છે:

1.કૌશલ જગમાલ અહારી (ઉં.વ. ૩૦, રહે. ડુંગરપુર, રાજસ્થાન) – જે સ્વિફ્ટ કાર લઈને આવ્યો હતો.

2.અનિલકુમાર નાનજી ડામોર (ઉં.વ. ૧૯, રહે. ઉદયપુર, રાજસ્થાન)

3.શુભમ વિનોદભાઇ વોરા (ઉં.વ. ૩૦, રહે. સોલા, અમદાવાદ)ગુલાબ ગોપાલજી ડાભી (ઉં.વ. ૨૭, રહે. ભાગ્યોદય સોસાયટી, ઘાટલોડીયા)

ત્રણ બુટલેગરો વોન્ટેડ: ફોન નંબર સાથે કુંડળી ખુલી:-

પીસીબીએ આ કેસના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. દારૂ મંગાવનાર અને નેટવર્ક ચલાવનાર મુખ્ય સૂત્રધારો હાલ ફરાર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે:

રવિ પ્રધાનજી ઠાકોર (રહે. ઘાટલોડીયા, અમદાવાદ)

અર્જુન ઠાકોર (રહે. ઘાટલોડીયા, અમદાવાદ)

સુરેશભાઇ (રહે. નયાગામ, જિ. ઉદેપુર, રાજસ્થાન)

બુટલેગરો સ્તબ્ધ, પીસીબી એક્શન મોડમાં:-
શહેરમાં તહેવારોના માહોલ વચ્ચે શાંતિ ડહોળવાનો કે નશાનો વેપાર વધારવાનો પ્રયાસ કરનારા તત્વોને પીસીબીએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે પોલીસ ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પણ ગુનેગારો પર તેની નજર ૨૪ કલાક તીક્ષ્ણ જ રહે છે. ઘાટલોડીયા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


રથયાત્રાના બંદોબસ્તની આડમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો ‘મેગા પ્લાન’ ફ્લોપ: અમદાવાદ PCBએ ઘાટલોડીયામાં ખેલ બગાડ્યો, ₹૯.૬૩ લાખના મુદ્દામાલ સાથે ૪ દબોચાયા!

Related posts

નવરાત્રી પર્વ છે સાધનાનું, નહીં કે વાસનાનું, વાંચો નવરાત્રી પર્વમાં કેવી ઘટનાઓ બને છે….

Ritesh Parmar

મહીસાગરના લુણાવાડામાં એસટી કર્મચારીને પ્રામાણિકતા થી ફરજ નિભાવવાનું ભારે પડ્યું, વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરને બસમાંથી નીચે ઉતારતા પોલીસકર્મીએ કંડક્ટરને ઢોર માર માર્યો

Ritesh Parmar

દાહોદ / સીંગવડ તાલુકામાં સરપંચની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારની વિજય રેલી પર હારેલા ઉમેદવારના સમર્થકોના ટોળાનો પથ્થરમારો, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત,પોલીસે કર્યો લાઠી ચાર્જ

Ritesh Parmar

Leave a Comment