Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધીનગરમાં અમુલ દૂધના ટેન્કરમાંથી
15 લાખ થી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચનો સપાટો

ગાંધીનગરમાં અમુલ દૂધના ટેન્કરમાંથી15 લાખ થી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચનો સપાટો

Our Visitor

013123
Total Users : 13123
Total views : 15361
Who's Online : 7

ગાંધીનગરમાં અમુલ દૂધના ટેન્કરમાંથી15 લાખ થી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચનો સપાટો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્ય દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ અવાર નવાર લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરો પકડાયો હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે. દારૂબંધીનો કાયદો અમલમાં હોવાના કારણે ગુજરાતમાં દારૂના વેચાણ અને દારૂ પીવા પર પ્રતિબંધ છે પરંતુ ઘણી જગ્યાઓ પર તો પોલીસની જ મિલીભગતથી બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
આવા કિસ્સામાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવે છે. ત્યારે ગાંધીનગરના સોનીપુર કોલવડા રોડ પરથી અમૂલ દૂધના ટેન્કરમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દારૂના મુદ્દામાલ સાથે કુલ 15.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચના PI એ.જે.સિંધવને એવી બાતમી મળી હતી કે, સોનીપુર કોલવડા રોડ પરથી દારૂની હેરાફેરી થવાની છે. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રોડ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું અને વાહનોને ઊભા રાખીને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત છે કે, પેથાપુર પોલીસ નોમના દિવસે વરદાયિની માતાની પલ્લીના પોલીસ બંદોબસ્તમાં હતી. તે જ સમયે દારૂની હેરાફેરી થવાની હતી.

પોલીસ દ્વારા જે સમયે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હતી તે સમયે એક અમૂલ દૂધનું ટેન્કર ત્યાંથી પસાર થયું હતું. આ ટેન્કરની આગળ એક કાર જઈ રહી હતી અને દૂધનું ટેન્કર કાર જે રસ્તા પર જતી હતી તે રસ્તા પર ચાલતું હતું. તેથી પોલીસને આ બાબતે શંકા ગઈ હતી અને તેમને અમૂલ દૂધના ટેન્કરને ઉભું રખાવીને તેમાં તપાસ કરી હતી. ટેન્કરની તપાસ કરતાં આ દૂધના ટેન્કરની અંદરથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની 7668 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દૂધના ટેન્કરમાંથી દારૂનો જથ્થો મળ્યો હોવાના કારણે પોલીસથી બચવા માટે ટેન્કરનો ડ્રાઇવર ભાગી ગયો હતો. તો બીજી તરફ પોલીસે દૂધના ટેન્કરનું પાયલોટીંગ કરતી અર્ટીગા કાર અને તેના ડ્રાઇવરને પણ ધરપકડ કરી હતી. અર્ટીગા કારના ડ્રાઈવરનું નામ કલ્પેશ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે દારૂના મુદ્દામાલ, દૂધના ટેન્કર અને કાર સહિત કુલ 15.6 લાખ કરતાં વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કારના ડ્રાઈવરની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, અમદાવાદના સોની સિંધી નામના વ્યક્તિએ રાજસ્થાનથી આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો.


ગાંધીનગરમાં અમુલ દૂધના ટેન્કરમાંથી<br>15 લાખ થી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો, ક્રાઈમબ્રાન્ચનો સપાટો

Related posts

અંકલેશ્વરમાં કન્ટેનરમાં PIની ઓફિસ કાર્યરત કરાઈ, જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું લોકાર્પણ

Ritesh Parmar

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Ritesh Parmar

આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત

Ritesh Parmar

Leave a Comment