Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વડોદરામાં 24 વર્ષના બેંક કર્મચારીએ મોઢા પર ઓક્સિજન માસ્ક એના પર કોથળી પહેરીને આત્મહત્યાં કરી,પોલીસે તપાસ હાથ ધરતા ચોંકી ઉઠી

વડોદરામાં 24 વર્ષના બેંક કર્મચારીએ મોઢા પર ઓક્સિજન માસ્ક એના પર કોથળી પહેરીને આત્મહત્યાં કરી,પોલીસે તપાસ હાથ ધરતા ચોંકી ઉઠી

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 0

વડોદરામાં 24 વર્ષના બેંક કર્મચારીએ મોઢા પર ઓક્સિજન માસ્ક એના પર કોથળી પહેરીને આત્મહત્યાં કરી,પોલીસે તપાસ હાથ ધરતા ચોંકી ઉઠી

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

રાજ્યના મહાનગર વડોદરામાંથી એક વિચિત્ર કહી શકાય એવી આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા 24 વર્ષના બેંક કર્મચારીએ વિચિત્ર રીતે આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. આ કર્મચારીએ ઑક્સિજનની બોટલ લાવી મોઢે માસ્ક લગાવી તથા મોઢા પર કોથળી પહેરીને આત્મહત્યા કરી લીધી છે. આ કેસ જ્યારે પોલીસ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મૂળ હરિયાણા રાજ્યના અને મંકવાસ ભિવાનીના પાડવાન ગામના 24 વર્ષના યુવાન આશિષ અનિલ સંઘવાને આત્મહત્યા કરી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણદીપ ટેનામેન્ટમાં રહેતા હતા. આશિષ છ મહિના પહેલા જ વડોદરા શહેરમાં નોકરી હેતું આવ્યો હતો. SBIબેંકમાં એની જોબ હતી. વડોદરાના મકરપુરા GIDCમાં આવેલી SBI બ્રાંચમાં એની ટ્રેનિંગ ચાલી રહી હતી. તા.11 ઑક્ટોબરના રોજ તે ઑક્સિજનનો સિલિન્ડર લઈ આવ્યો હતો. એ પછી મકાનમાલિક પાસે ઑક્સિજન બોટલ ખોલવા માટે પાના પક્કડ માગ્યા હતા. એ પછી તે મકાનને અંદરથી લોક કરીને સૂઈ ગયો હતો. ગત શુક્રવારથી તે ઓફિસે આવતો ન હતો. તેથી બેંકના કર્મચારીએ મકાન માલિકનો સંપર્ક કરતા હકીકત સામે આવી હતી. મકાન માલિકે આ અંગે પોતાને ત્યાં ભાડે રહેતા યુવકની તપાસ કરી હતી. પણ બારણું અંદરથી બંધ હોવાથી પાછળની બારીમાંથી જોતા આશિષનો મૃતદેહ ફૂલેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો.


થોડા સમય માટે મકાનમાલિક પણ ડરી ગયો હતો. એના મોઢા પર માસ્ક હતું અને પછી કોથળી પહેરી લીધી હતી. એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ત્રણ લાઈનની નોટ મળી આવી હતી. જે આશિષે લખી હતી. જેમાં તેણે એવું લખ્યું હતું કે, હું મારી જાતે સ્યુસાઈડ કરૂ છું આ ઘટના માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી. આવી સ્પષ્ટતા બાદ તેણે આ પગલું ભરી લીધું હતું. આ કેસમાં સયાજી હોસ્પિટલના ડૉક્ટર ડૉ. બેલીમે જણાવ્યું કે, ઑક્સિજનને કારણે કોઈ વ્યક્તિનું મોત થાય એ શક્યતા ઓછી છે. ઑક્સિજનની બોટલ પૂરી થઈ ગયા બાદ મોઢા પર કોથળી પહેરેલી હોવાને કારણે શ્વાસ રૂંધાયો હોઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે, તા.10ના રોજ એની UPSCની પરીક્ષા હતી. જે તેણે આપી હતી. તા.11થી તે કોઈના સંપર્કમાં ન હતો.


વડોદરામાં 24 વર્ષના બેંક કર્મચારીએ મોઢા પર ઓક્સિજન માસ્ક એના પર કોથળી પહેરીને આત્મહત્યાં કરી,પોલીસે તપાસ હાથ ધરતા ચોંકી ઉઠી

Related posts

રાજકોટ /કુખ્યાત બુટલેગર અલ્તાફ પાસેથી 95 લાખનો તોડ કર્યાના આક્ષેપમાં નવી -જૂનીના એંધાણ? ડીસીપી મિણાએ રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરને રીપોર્ટ સોંપ્યો! તોડકાંડમાં અન્ય પોલીસકર્મીઓના નામ ખુલે તેવા સંકેત

Ritesh Parmar

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રબળ દાવેદાર ઉમેદવાર દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડના કુદસડ ગામે કોંગ્રેસનો ઘેર ઘેર પ્રચાર! 8 વચનોની પત્રિકાનું વિતરણ અને જનસંપર્ક કરવામાં આવ્યો

Ritesh Parmar

હેલ્થ / વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા કરો રોજ સવારે આ ચીજોનું સેવન, એક અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારીક પરિણામ

Ritesh Parmar

Leave a Comment