Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

Our Visitor

009740
Total Users : 9740
Total views : 11401
Who's Online : 1

ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

અહેવાલ -રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )

અમદાવાદ:જેમના ખભા પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, જેમના પર સામાન્ય જનતા ન્યાયની આશા રાખે છે, એ જ ખાખી વર્દી ધંધો કરવા બેઠી હોય તેમ અમદાવાદના પોશ વિસ્તાર બોપલમાં કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સામાન્ય અરજીની તપાસમાં ફરિયાદીને જેલનો ડર બતાવીને ૧૦ લાખ રૂપિયાની તોડબાજી શરૂ કરાઈ હતી. અંતે ₹૫ લાખની લાંચ સ્વીકારતા જ ખેડા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ફિલ્મી ઢબે ત્રાટકીને મહિલા PSI અને તેમના વહીવટદાર હેડ કોન્સ્ટેબલના ગુનાહિત સામ્રાજ્યનો પર્દાફાશ કરી દીધો છે.

💰 તોડબાજીની સ્ક્રિપ્ટ અને લાંચનું સેટિંગ

બોપલ પોલીસ સ્ટેશનમાં આવેલી એક સામાન્ય અરજીમાં ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ ન કરવા દબાણ કરાયું હતું. ખાખીનો રોફ બતાવીને મહિલા PSI પ્રિતલ ચૌધરી વતી સ્ટાફે શરૂઆતમાં ₹૧૦ લાખની માંગણી કરી હતી. લાંબી રકઝક અને સોદાબાજીના અંતે ₹૫ લાખ આપવાનું નક્કી થયું હતું.

📱 સ્પીકર ફોન પર કન્ફર્મેશન ભારે પડ્યું!

ખેડા ACBની ટીમે ગોઠવેલા છટકામાં હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ ફરિયાદી પાસેથી ₹૫ લાખની રોકડ સ્વીકારતા જ પકડાઈ ગયો હતો. લાંચની રકમ હાથમાં આવતા જ હેડ કોન્સ્ટેબલે કન્ફર્મેશન માટે મહિલા PSI પ્રિતલ ચૌધરીને ફોન જોડ્યો હતો. ફોન સ્પીકર પર હોવાથી ભ્રષ્ટાચારની આખી વાતચીત અને કન્ફર્મેશન ACBના રેકોર્ડર પર લાઈવ ઝડપાઈ ગઈ હતી.

કાયદાનો સપાટો:ભ્રષ્ટાચારીઓને લપડાક રકમ પૂરેપૂરી રિકવર:

ACBની સતર્કતાથી લાંચના ₹૫ લાખ પૂરેપૂરા સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવ્યા છે.

ખાખીની આબરૂના ધજાગરા:

કાયદો હાથમાં લઈને ફરતા ભ્રષ્ટાચારી અધિકારીઓને ખેડા ACBએ જેલના સળિયા પાછળ ધકેલીને જડબાતોડ જવાબ આપ્યો છે.

જનતાની જીત:

આ ટ્રેપથી સાબિત થાય છે કે જો જનતા નીડર બનીને અવાજ ઉઠાવે, તો ગમે તેટલા મોટા અધિકારીના ભ્રષ્ટાચારનો ઘડો પણ લાડુ થઈ જાય છે.


ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

Related posts

અમદાવાદમાં ગુજરાત ક્વિન ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા જતા વ્યક્તિનો જીવ ટ્રેન પાયલોટે મસીહા બનીને બચાવ્યો……જુઓ વિડીયો

Ritesh Parmar

પાલનપુર / ચા ની કીટલી ચલાવતી દિવ્યાંગ મહિલાની SP કચેરીમાં આત્મહત્યા કરી લેવાની ચીમકી, દીકરીના અપહરણની ફરીયાદને 2 મહિના થયા છતાં કોઈ ભાળ મળતી નથી

Ritesh Parmar

ગુજરાત રાજ્યમાં NRCB નો ચોકાવનારો ખુલાસો,રોજ 3 હત્યાં લવ અફેર અને આડા -સબંધોમા હત્યાંના બનાવ વધ્યા!

Ritesh Parmar

Leave a Comment