Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આ શુ પોલીસને જોઈ મહિલાએ દરિયામાં છલાંગ લગાવી! જુઓ દિલધડક વિડીયો

આ શુ પોલીસને જોઈ મહિલાએ દરિયામાં છલાંગ લગાવી! જુઓ દિલધડક વિડીયો

Our Visitor

009867
Total Users : 9867
Total views : 11547
Who's Online : 2

આ શુ પોલીસને જોઈ મહિલાએ દરિયામાં છલાંગ લગાવી! જુઓ દિલધડક વિડીયો

મહિલાએ “અટલ સેતુ” પરથી સ્યુસાઈડ કરવાની કોશિશ કરી!

મહિલા પુલ પરથી સ્યુસાઈડ કરવા માટે પાણી કૂદી,

વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો

અહેવાલ – રીતેશ પરમાર

Atal Setu Video Viral: દેશમાં દરરોજ અનેક કેસ સ્યુસાઈડ ના નોંધવામાં આવતા હોય છે. જો કોઈ જાગૃત નાગરિક વ્યક્તિ ઘટનાસ્થળ પર હાજર હોય, તો તેઓ આવા વ્યક્તિઓેને આત્મહત્યા કરતા બચાવતા હોય છે. પરંતુ આવા નસીબ મુઠ્ઠીભર વ્યક્તિઓના હોય છે.

જુઓ વિડીયો આત્મહત્યા કરતી મહિલાને કેવી રીતે બચાવી લેવાઈ

મુંબઈમાં અટલ બિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિન્ક બ્રિજ પરથી 57 વર્ષની એક મહિલાએ સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. જોકે, ટેક્સી ડ્રાઈવરની સમય સૂચકતા અને પોલીસની બહાદુરીથી તેને બચાવી લેવામાં આવી. આ સમગ્ર ઘટના અટલ સેતુ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કેવી રીતે કેબ ડ્રાઈવરે મહિલાને કૂદતા જ તેના વાળ પકડીને તેને પડવાથી બચાવી લીધી હતી અને પછી તરત જ પોલીસકર્મીઓએ તેને પકડી લીધી અને પડવાથી બચાવી લીધી.

પોલીસને જોઈ મહિલા દરીયામાં કૂદી

પોલીસને જોઈને મહિલાએ દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરે તેના વાળ પકડીને તેને બચાવી લીધી. તરત જ ત્યાં પોલીસની પેટ્રોલિંગ વાન આવીને ઉભી રહી અને ચાર કોન્સ્ટેબલ તેને બચાવવા માટે ઝડપથી રેલિંગ ઓળંગી ગયા. આ પછી મહિલાને બચાવી લેવામાં આવી અને નવી મુંબઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. ત્યાંથી તેના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી. નહાવા શેવા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અંજુમ બાગવાને જણાવ્યું કે તેના પરિવારે દાવો કર્યો છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે.


આ શુ પોલીસને જોઈ મહિલાએ દરિયામાં છલાંગ લગાવી! જુઓ દિલધડક વિડીયો

Related posts

અમદાવાદ શહેરમાં PCB પોલીસ ટીમની વધુ એક સફળતા મળી,
6 ગુનાના ભેદ ઉકેલ્યા, કાર સાયલેન્સરની ચોરી કરનાર યુવકને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Ritesh Parmar

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ સર્જાયો: મહિલાનું અપહરણ કરી બે દિવસ સુધી કર્યું ગેંગરેપ, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો ઘુસાડાયો

Ritesh Parmar

હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના

Ritesh Parmar

Leave a Comment