Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાવનગરના મહુવામાં ફાયરિંગ કરનાર બે લુખ્ખા તત્વોની ધરપકડ! પોલીસ ચોકી અને પોલીસ પર કરી હતી ધડાધડ ફાયરિંગ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસની પ્રસંશનીય કામગીરીના લીધે 2 પિસ્ટલ સાથે આરોપીઓ ઝડપાયા

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 3215

ભાવનગર જિલ્લાનાં મહુવા શહેરનાં ગાંધી બાગ વિસ્તારમાં જાહેરમાં પિસ્ટલમાંથી ફાયરીંગ કરી ભય ફેલાવતાં શખ્સોએ પોલીસ ઉપર પણ ફાયરીંગ કરી હતી. ફાયરિંગ કરનાર બંને શખ્સોને ગણતરીનાં કલાકોમાં પિસટલ-૦૨, કાર્ટીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાનાં મહુવા શહેર વિસ્તારમાં આવેલ ગાંધી બાગ વિસ્તારમાં બપોરનાં સમયે રામ જયેશભાઇ ઉર્ફે જપન મકવાણા રહે.નેસવડ તા.મહુવા સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં આવી હવામાં ફાયરીંગ કરી ભયનો માહોલ ફેલાવતાં હતાં.આ દરમ્યાન ગાંધીબાગ પોલીસ ચોકી ખાતે ફરજ પર હાજર પોલીસ દ્રારા “એ રામ તું આ રહેવા દે, ફાયરીંગ બંધ કર.” તેમ કહી ટપારતાં રામ મકવાણાએ કહેલ કે, ” તમે કોઇ પોલીસવાળા આમા આડા આવતા નહી નહીંતર હું તમને મારી નાખીશ.” આ વખતે કારમાં ડ્રાયવીંગ સીટની બાજુની સીટમાં બેસેલ બીજા અજાણ્યો માણસ પણ પિસ્ટલ લઇ બહાર આવેલ.
આ દરમ્યાન પોલીસ તેઓ બંને તરફ જતાં આ બંને જણાં કારમાં બેસીને ભાગતાં હતાં. તે દરમ્યાન રામ જયેશભાઇ ઉર્ફે જપન મકવાણા રહે.નેસવડ તા.મહુવા કારમાંથી પોલીસ કોન્સ્ટેબલ ઉપર જાનથી મારી નાંખવાનાં ઇરાદે ફાયરીંગ કરતાં પોલીસ જવાન સમય સુચકતા વાપરી સાઇડમાં ખસી જતાં બચી ગયેલ.આ બંને જણાં કાર લઇને ભાગી ગયેલ. જે બંને શખ્સો વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતાં ધારેશભાઇ વાઘાભાઇ ગોહિલે ઇ.પી.કો.કલમ ૩૦૭ તથા આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવેલ હતો.

આ બનાવ અંગેની જાણ થતાંની સાથે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસ સ્ટેશનનાં અધિકારી કર્મચારીઓએ સ્વીફટ કારનો પીછો કરી આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલો માધુભાઇ મકવાણા ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે.ખારા વિસ્તાર, બાપા સીતારામ મઢીની આગળ, નેસવડ ગામ, તા.મહુવા, ને મેઇડ ઇન ઇટલી બનાવટની પિસ્ટલ,જીવતાં કાર્ટીસ તથા સફેદ કલરની સ્વીફટ કાર તપાસ અર્થે કબ્જે કરેલ.ત્યાર બાદ એલ.સી.બી. તથા મહુવા પો.સ્ટે. સ્ટાફએ સંયુકત રીતે માહિતી મેળવી આરોપી રામભાઇ જયેશભાઇ ઉર્ફે જપ્પન મકવાણા ઉ.વ.૨૪ ધંધો-દોરડાનો વેપાર રહે.ખોડીયાર માતાના મંદિર પાસે,સાવર કુંડલા રોડ,નેસવડ તા.મહુવા ને નેસવડ ગામની સીમમાંથી ઝડપી પાડી તપાસ દરમ્યાન તેનાં રહેણાંક મકાને સંતાડી રાખેલ મેઇડ ઇન ઇટલી બનાવટની પિસ્ટલ,જીવતાં કાર્ટીસ નંગ-૨ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.આમ, મહુવા શહેરનાં ગાંધી બાગ વિસ્તારમાં જાહેરમાં પિસ્ટલમાંથી ફાયરીંગ કરી ભય ફેલાવતાં ઇસમોને પડકારનાર પોલીસ ઉપર પણ ફાયરીંગ કરનાર બંને શખ્સોને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા મહુવા પોલીસ સ્ટેશન ટીમને સફળતા મળી હતી પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૂ.૩,૦૦,૪૦૦ નો મુદ્દામાલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભાવનગરના મહુવામાં ફાયરિંગ કરનાર બે લુખ્ખા તત્વોની ધરપકડ! પોલીસ ચોકી અને પોલીસ પર કરી હતી ધડાધડ ફાયરિંગ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસની પ્રસંશનીય કામગીરીના લીધે 2 પિસ્ટલ સાથે આરોપીઓ ઝડપાયા

Related posts

ઘોર કળયુગ… પતિએ પત્નીને કહ્યું મારી સાથે શારીરિક સંબંધ બાંધવા હોય તો તારા પિયરમાંથી થી 5 લાખ રૂપિયા લઈ આપ

Phone: 9998685264.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Phone: 9998685264.

દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના,અરવલ્લીમાં 2 મામલતદાર દારૂની મહેફિલ માણતા ઝડપાયા,DYSP ની ટીમે રેડ કરી બન્ને અધિકારીઓને ઝડપી પાડ્યા

Phone: 9998685264.

Leave a Comment