Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 2555

આખા ગુજરાતમાં સુપ્રસિદ્ધ અને ચમત્કારિક સ્વયંભુ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેન થી આવેલી યુવતીએ શીશ નમાવી અને પ્રાર્થના કરી હતી .રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ બંધ થાય અને યુક્રેન ના લોકો યુદ્ધની નરસંહારમાં થી મુક્ત થાય એવી દાદાની પ્રાર્થના કરી હતી. બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે નરસંહાર થયો છે .યુક્રેન દેશ ને બેઠો થવામાં ઘણો સમય લાગશે વિશ્વ દ્વારા પણ યુક્રેનને ફરી બેઠો થવામાં મદદ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.


યુક્રેન થી આવેલી વેલેરીયા દોગ્રો વોલ્સકા નામની મહિલાએ હિન્દુ દેવી-દેવતાઓમાં ખૂબ જ આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.ભારતમાં ત્રીજી વાર પોતાના વ્યવસાયિક કામથી આવી હતી. તેણે અવારનવાર હનુમાનજી વિશે અને તેમના ચમત્કારો વિશે ઘણું સાંભળ્યું હતું. આજે કંપનીના ગાંધીનગર સ્થિત ઓળખીતા દ્વારા યુવતીને ડભોડિયા હનુમાનજી દાદાના દર્શન કરાવવા માટે લઈને આવ્યા હતા. ડભોડા દાદાના દર્શન કરીને યુવતી ખૂબ જ ભાવવિભોર બની ગઈ હતી અને માનસિક શાંતિ અનુભવી હોવાની વાત કરી હતી. ડભોડા દાદાને પ્રાર્થના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવી વાત સમજાવવામાં આવતા યુવતીએ ડભોડા દાદાને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતુ યુદ્ધ બંધ થાય અને સ્થિતિ થાળે પડે એવી પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવતી તેના પોતાના ઘરે પણ પૂજા સ્થાન બનાવ્યું છે અને તેમાં દેવી દેવતાઓના ફોટા રાખ્યા છે .યુવતીએ ડભોડા દાદા નો ફોટો પોતાની સાથે લીધો હતો અને પૂજા સ્થાનમાં રાખીને પૂજા કરશે એવી ભાવના વ્યક્ત કરી હતી. આમ ડભોડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાના ચરણોમાં વિદેશીઓ પણ શીશ ઝુકાવીને માનતા રાખતા થયા હોવાની ઘટના જોવા મળી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Related posts

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Phone: 9998685264.

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Phone: 9998685264.

ગણેશ વિસર્જન અને ઈદ સમયે પોલીસ એલર્ટ રહેશે: DGP વિકાસ સહાયે રાજયભરના અધિકારીઓ સાથે વર્ચ્યુલ બેઠક કરી

Phone: 9998685264.

Leave a Comment