Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Our Visitor

000107
Total Users : 107
Total views : 206
Who's Online : 0
Views 9063

થોડાક દિવસ પહેલા આખા ગુજરાત પોલીસને શરમાવે તેવી ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જેના પડઘા સમગ્ર અમદાવાદ શહેરમાં પડતા પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિકે તાત્કાલિક અસરથી સરદારનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પી વી પટેલની કંટ્રોલરૂમ માં બદલી કરી દીધી હતી. આ ઘટનામાં સામેલ પાંચ વિવાદિત પોલીસકર્મીઓની આજે જિલ્લા બહાર બદલી કરી દેવાતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ઘટના વિશે વધુ મળતી માહિતી અનુસાર સરદારનગર પોલીસ સ્ટેશનના PI તરીકે પી વી પટેલને મુકવામાં આવ્યા હતા. PI પટેલે ચાર્જ સંભાળતાની સાથે સરદારનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ જેમ કે દારૂ -જુગાર ચરસ અને ગાંજા જેવા માદક પદાર્થો કે જે સમાજ માટે દુષણ છે. આવી અસામાજિક પ્રવૃતિઓને બે રોકટોક ચલાવવા ખુલ્લેઆમ પરમિશન આપી દીધી હતી. જેના લીધે વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા ચાલવતા ગુનેગારો બેફામ બન્યા હતા. વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓની જાણ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને થતા સરદારનગર વિસ્તારમાં રેડો કરવાનું શરુ કર્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું કે સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠ-ગાંઠ છે.આટલુ થવા છતાં સરદારનગરના PI પટેલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કે દારૂ જુગારના અડ્ડાઓ પર રેડ કરાવવાની જગ્યાએ તાત્કાલિક વહીવટદારોને બદલી નાખતા હતા. પરંતુ આ પાસું PI પટેલને જ ભારે પડ્યો હોય તેવો ચિત્ર સામે આવ્યો હતો. થોડા દિવસ પહેલાંજ સરદારનગર પોલીસ સ્ટેશનના નોબલ નગર પોલીસ ચોકી ખાતે મધરાત્રી દરમ્યાન સરદારનગર પોલીસ સ્ટેશનના જુના અને નવા વહીવટદારો વચ્ચે દારૂ જુગારના અડ્ડાઓ ઉપરથી પૈસા ઉઘરાવવા બાબતે જોરદાર બોલાચાલી થઈ હતી. અને ત્યારબાદ છુટા હાથની મારામારી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એટલુંજ નહી પણ જુના વહીવટદારોનું ઉપરાણું લઈ વિસ્તારનો કુખ્યાત બુટલેગર પણ પોતાના માણસો લઈ નોબલ નગર પહોંચી જઈ માથાકૂટ કરી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ મામલો અમદાવાદ શહેરમાં જ નહી સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બન્યો હતો. પોલીસ માટે આ શરમજનક બનાવ હતો. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે અગાઉ આ મામલે સરદારનગરના PI પી વી પટેલની બદલી કરી હતી.સમગ્ર મામલે ગાંધીનગર DG ઓફિસમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી.જેમાં આ ઘટનામાં સંડોવાયેલા પાંચ વિવાદિત પોલીસકર્મીઓ દ્વારા કરાયેલ શરમજનક કૃત્યની છુપી રીતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આજરોજ પાંચ કસૂરવાર અને વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો.

Happy
Happy
60 %
Sad
Sad
10 %
Excited
Excited
30 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો! પાંચ વિવાદિત પોલીસકર્મીઓ ની જિલ્લા બહાર બદલી, PI ની પણ કંટ્રોલરૂમ માં બદલી કરાઈ હતી

Related posts

જૂનાગઢ DYSP એ ગુજરાત પોલીસનો ગૌરવ વધાર્યો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે મળ્યો એક્સલેશન ઈન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ,ભાવનગરમા થયેલ ડબલ મર્ડર કેસમાં સચોટ તપાસ કરી આરોપીને આજીવન કેદની સજા કરાવડાવી!

Phone: 9998685264.

ઉત્તરી સાયપ્રસના વડાપ્રધાનની શરમજનક કરતૂત, યુવતી સામે હસ્તમૈથુન કરવાનો વિડીયો વાયરલ થતાં રાજીનામુ આપવું પડ્યું

Phone: 9998685264.

રોફ જમાવવો ભારે પડ્યો / સિંધુભવન રોડ પર જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડી વિસ્તારને બાનમાં લેનાર નબીરાઓ પોલીસના સકંજામાં, હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે

Phone: 9998685264.

Leave a Comment