Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 5697

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા તેમને વિધિવત રીતે સન્માન આપી વિદાય આપવામાં આવી હતી. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિધિબત રીતે નમ્ર આંખોથી સંજય શ્રીવાસ્તવ વિદાઈ કરવામાં આવી. સંજય શ્રીવાસ્તવનો અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ રહ્યો છે. સંજય શ્રીવાસ્તવ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ તેઓ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે અમદાવાદમાં પણ ઝોન – 1 – 2 – 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. તેમના વિદાય સમયે શહેરના એસીપી, ડીસીપી, પીઆઇ પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને કર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનેર પણ આપવામાં આવ્યું હતું. અત્રે યાદ રહે કે હાલ સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ ગુજરાત 2005ની બેચના આઇપીએસ પ્રેમવીરસિંહને આપવામાં આવ્યો છે.

ફેરવેલ પરેડનું આયોજન કરાયું
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતાં આજે તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આજે શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયું હતું. જ્યાં સંજય શ્રીવાસ્તવને પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા સન્માન અપાયું હતું. તેમની ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં 6 મહિના અગાઉ ચોરી થયેલા બે વાહનોનો ભેદ ઉકેલી નાખતી નરોડા પોલીસ! 2 ટુ વ્હિલર અને એક વાહનચોર સાથે કુલ 1,10.000 નો મુદ્દામાલ ઝડપી પાડીને પ્રસંશનીય કામગીરી કરી

Phone: 9998685264.

બુટલેગરો તો ઠીક પણ હવે વહીવટદારો પણ બન્યા બેફામ! શાહીબાગના કુખ્યાત બુટલેગરના ત્યાં SMC એ રેડ પાડતાં વહીવટદાર ઉભી પૂંછડીએ ભાગ્યો?

Phone: 9998685264.

અપની અકડકો અપની જેબમે રખના / સોશ્યલ મીડિયા ઉપર ભાઈગીરી કરવાનો ટ્રેન્ડ વધ્યો! કાયદાનો કે પોલીસનો જાણે કોઈ ડર જ નથી, જુદી જુદી ગન સાથે વિડીયો રિલ્સ બનાવી યુવકે વિડીયો અપલોડ કર્યા, રાજકોટ પોલીસ આવી એક્સનમાં

Phone: 9998685264.

Leave a Comment