Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કૃષિ વિભાગ કુંભકર્ણની નિંદ્રા ત્યજી જિલ્લામાં હાથ ધરે સર્ચ!
ખાતર બિયારણ જંતુનાશક દવાઓની પેઢીઓને ત્યાં ચકાસણી હાથ ધરાય તે અત્યંત જરૂરી,
સુરત જિલ્લા તંત્રની કામગીરી સાવ તળિયે: દર્શન નાયક નેતા કોંગ્રેસ

કૃષિ વિભાગ કુંભકર્ણની નિંદ્રા ત્યજી જિલ્લામાં હાથ ધરે સર્ચ!ખાતર બિયારણ જંતુનાશક દવાઓની પેઢીઓને ત્યાં ચકાસણી હાથ ધરાય તે અત્યંત જરૂરી,સુરત જિલ્લા તંત્રની કામગીરી સાવ તળિયે: દર્શન નાયક નેતા કોંગ્રેસ

Our Visitor

013135
Total Users : 13135
Total views : 15374
Who's Online : 5

કૃષિ વિભાગ કુંભકર્ણની નિંદ્રા ત્યજી જિલ્લામાં હાથ ધરે સર્ચ!ખાતર બિયારણ જંતુનાશક દવાઓની પેઢીઓને ત્યાં ચકાસણી હાથ ધરાય તે અત્યંત જરૂરી,સુરત જિલ્લા તંત્રની કામગીરી સાવ તળિયે: દર્શન નાયક નેતા કોંગ્રેસ
દર્શન નાયક : નેતા કોંગ્રેસ

સુરત, તા:૧૪

સુરત જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે નાના મોટા ખેડૂતો પાકને અનુરૂપ બિયારણ. ખાતર અને જંતુનાશક દવાઓની ખરેલી હાથ ધરતા હોય છે આથી વધતી જતી માંગ ની સામે વધુ નફો રળી લેવા લાલચુ કેટલાક વિક્રેતાઓ ભેળસેળયુક્ત બિયારણ પધરાવવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવતા હોય છે જેમાં કોવૉલિટી વગરના બિયારણમાં બિયારણમાં લાલ પાવડર ભેળવીને જાણીતી કંપનીના નામે પેકિંગ કરીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પધરાવવામાં આવતું હોય છે અને અંતે ખેડૂતોને સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ આ મામલે આળસ ખંખેરીને વિક્રેતાઓ ને ત્યાં તપાસ હાથ ધરે તેવી માંગ સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.

વધુ વિગતો મુજબ દક્ષિણ ગુજરાતમાં આ સવારે નકલી બિયારણ ની બુમરાણ ઉઠતી હોય છે ત્યારે ઘોડા છુટયા પછી તબેલાને તાળા મારવાને બદલે સુરત જિલ્લાનો કૃષિ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં ત્યજે અને જિલ્લામાં સાંજ ઓપરેશન હાથ ધરે તે અત્યંત જરૂરી બન્યું છે બદલી પામીને આવેલા ખેતીવાડી અધિકારી પટેલ નકલી બિયારણ વિક્રેતાઓ ઉપર કડક કાર્યવાહી હાથ ધરી તેવી આશા ખેડૂતો રાખીને બેઠા છે.

દર્શન નાયક દ્વારા વધુમાં જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં મોટા ભાગની ખેતી ડાંગર.શેરડી. લીલા શાકભાજી. કઠોળ. હોય ચોમાસાનો મોટાભાગે પાકનું વાવેતર થતું હોય છે ચોમાસા દરમિયાન લીલા પડવાશ ની સાથો સાથ અન્ય પાકોનું વાવેતર પણ થતું હોય છે જેથી બજારમાં બિયારણની રીતસરની લાવ લાવ થતી રહેતી હોય છે ખેડૂતો સમયસર વાવણી કરી શકે તે માટે જ્યાંથી મળે ત્યાંથી બિયારણની ખરીદી કરી લેતા હોય છે આ તકનો લાભ લઈને કેટલાક વિભાગો હલકી ગુણવત્તાનું બિયારણ મોંઘા ભાવે ખેડૂતોને ધબડાવી દેતા હોય છે.

ભૂતકાળમાં પણ આવા નકલી બિયારણ નો ગોરખધંધો રાજ્યભરમાં પ્રકાશમાં આવ્યો હતો ત્યારે ચાલુ સાલે પણ ખેડૂતોને શિકાર બનાવવા કેટલાક વિભાગો મેદાનમાં ઉતરી પડયા હોવાની ચર્ચા ઉઠી છે અને જિલ્લામાં નકલી બિયારણ નો ધુમ વેપલો થવાની બૂમરાણો ઉઠી છે. આમ તો ખેડૂતોને સબસીડી યુક્ત બિયારણનું વેચાણ પણ સરકાર દ્વારા બીજ નિગમ મારફતે કરવામાં આવતું હોય છે પરંતુ આ વેચાણ પહેલાં જ બિયારણની જરૂર વર્તાતી હોય ખેડૂતો ખુલ્લા બજારમાંથી ખરીદી કરી લેતા હોય છે નિગમ દ્વારા ફાળવવામાં આવતા જથ્થા કરતા વધુ બિયારણની જરૃરિયાત રહેતી હોય નાછૂટકે મોંઘા ભાવે વેપારીઓ પાસેથી ખેડૂતોને ખરીદી કરવાની ફરજ પડી રહી હોય છે વિવિધ પાકોના બિયારણમાં પણ અનેક જાત ઉપલબ્ધ રહેતી હોય દરેક કંપની અને વિક્રેતાઓ પોતાનો માલ શ્રેષ્ઠ હોવાની વાત ખેડૂતો સામે ઉચ્ચારતા હોય છે અને ખેડૂતો પણ વધુ ઉત્પાદન મેળવવાની લાલસામાં વેપારી પર આંધળો વિશ્વાસ મૂકી ખરીદી કરતા હોય આ તકનો પૂરેપૂરો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુઓ જુનો અને હલકી ગુણવત્તાવાળો તેમજ નકલી માલ પણ ખેડૂતોને પધરાવતા અચકાતા હોતા નથી સ્ક્વોડ દ્વારા ભૂતકાળમાં નકલી બિયારણ.ખાતર સહિત ઝડપી પાડવામાં આવ્યું હતું પરંતુ છૂપા આશીર્વાદ ને પગલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી.

અત્રે નોંધનીય છે કે હાલમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં બિયારણ. ખાતર ની આંતર જિલ્લા સ્ક્વોડ દ્વારા તપાસણી ચાલી રહી છે એ દરમિયાન અનેક વિક્રેતાઓને નોટિસ આપવાની સાથોસાથ લાખો નો જથ્થો સીલ કરવા ઉપરાંત જંતુનાશક દવા અને ખાતર ના નમુનાઓ પણ લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે અન્ય જિલ્લાઓમાં જ્યારે ચકાસણી શરૂ થઈ ગઈ હોય ત્યારે સહકારી અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે શાસકો અને તંત્રને આડે હાથ લેતા કહ્યું છે કે સુરતનો કૃષિ વિભાગ હજુ કાર્યવાહી કરવા માટે કયા મુહૂર્તની રાહ માં છે ખેડૂતો છેતરપિંડીના ભોગ બને તે પહેલા તંત્ર આળસ ખંખેરી શંકાસ્પદ નમૂનાઓને લેબ ટેસ્ટ માટે મોકલી આપે તો ધરતીપુત્રો છેતરપિંડીનો ભોગ બનતા બચી શકે તેમ છે પણ સુરત જિલ્લાનો કૃષિ વિભાગ ની કામગીરી છેલ્લા કેટલાક સમયથી સાવ તળિયે જઈને બેઠી છે છતાં શાસકો પણ કૃષિ વિભાગને ખેડૂતોના હિતમાં કામે લગાડતા નથી અથવા ખેતીવાડી શાખા મા ખાટલે મોટી ખોડ એ છે કે મહેકમ નો જ અભાવ છે પછી ક્યાંથી કામગીરી થાય વિભાગ માત્ર સેમિનાર યોજી ઓડકાર લઈ સંતોષ માની રહ્યું છે. આ મામલે જિલ્લામાં તાકીદે સર્ચની કામગીરી હાથ ધરવા માટેની માંગ દર્શન નાયક દ્વારા કરવામાં આવી છે.


કૃષિ વિભાગ કુંભકર્ણની નિંદ્રા ત્યજી જિલ્લામાં હાથ ધરે સર્ચ!<br>ખાતર બિયારણ જંતુનાશક દવાઓની પેઢીઓને ત્યાં ચકાસણી હાથ ધરાય તે અત્યંત જરૂરી,<br>સુરત જિલ્લા તંત્રની કામગીરી સાવ તળિયે: દર્શન નાયક નેતા કોંગ્રેસ

Related posts

ગુજરાત ATS ફરી ત્રાટકી, જેહાદી ષડયંત્ર, ફાયરિંગના ગુનાના આરોપીની મહારાષ્ટ્ર્રથી ધરપકડ, ગૃહમંત્રીએ ATS ના કર્યા વખાણ,

Ritesh Parmar

બનાસકાંઠા/ ભાભરના મીઠા ગામે યુવક અને યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત! પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Ritesh Parmar

સલામ છે પોલીસ જવાનને / મકાન આગની ચપેટમાં આવી ગયું અને અંદરથી નાના બાળકના રડવાની અવાજ સંભળાઈ! પોલીસકર્મીએ કંઈપણ વિચાર્યા વગર જીવના જોખમે બાળકને કપડાંમાં લપેટી પોતાની છાતીએ લગાડી બહાર દોટ લગાવી,બાળક અને માતા બંનેના જીવ બચાવ્યા

Ritesh Parmar

Leave a Comment