Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બુટલેગરોની હવે ખેર નહી! સ્ટેટ મોનીટરીંગ સેલમાં ધાખડ PI અને PSI ઓની નિમણુંક

બુટલેગરોની હવે ખેર નહી! સ્ટેટ મોનીટરીંગ સેલમાં ધાખડ PI અને PSI ઓની નિમણુંક

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 1

બુટલેગરોની હવે ખેર નહી! સ્ટેટ મોનીટરીંગ સેલમાં ધાખડ PI અને PSI ઓની નિમણુંક

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં છુપી રીતે દારૂ ઘુસાડી બુટલેગરો ગુજરાતમાં દારૂબંધી ના ધજાગરા ઉડાડી રહ્યા છે. ત્યારે અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને બુટલેગરો વચ્ચેની સાંઠ-ગાંઠના લીધે પણ દારૂબંધીને સંપૂર્ણ રીતે ડામવામાં પોલીસ અને રાજ્ય સરકાર નિષ્ફળ થતી દેખાય છે.

જો વાત કરવામાં આવે સ્ટેટ મોનીટરીંગ સેલની તો નિરલિપ્ત રાય અને કે. ટી. કામરીયા જેવા કુશળ અને બાહોશ અધિકારીઓ દ્વારા બુટલેગરોને બરોબરના દોડતા કરી દીધા છે. આ બંને ઝાંબાઝ અધિકારીઓની સફળ કામગીરીના લીધે ઇંગ્લિશ તથા દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો ઉપર અંકુશ તો મુકાયો છે પણ ધારી સફળતા નથી મળી. જેનું મુખ્ય કારણ સ્થાનિક પોલીસના અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ/કર્મીઓની મીલીભગત હોવાનું અવારનવાર સામે આવતું હોય છે. જેથી હવે SMC ટીમને વધુ મજબૂત બનાવવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શહેરો માંથી ધાખડ પોલીસ ઇન્સ્પેક્ટરો અને PSI ઓની નિમણુંક કરવામાં આવી છે.

રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને વધુ મજબૂત બનાવવા વધુને વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં કુલ નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ગુજરાત SMCમાં ફાળવણી થઈ છે.વડોદરા, બનાસકાંઠા અને સીઆઈડી ક્રાઇમના ચાર પોલીસ ઇન્સ્પેક્ટરને SMCમાં સમાવાયા છે. આના પગલે ખેડા, અમદાવાદ અને ભાવનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી થઈ છે.વડોદરા ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ SMCમાં બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત કચ્છ પશ્ચિમના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની SMCમાં બદલી કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટરની SMCમાં બદલી કરવામાં આવી છે. ગગનદીપ ગંભીરે આ માટેના આદેશ આપ્યા છે.


બુટલેગરોની હવે ખેર નહી! સ્ટેટ મોનીટરીંગ સેલમાં ધાખડ PI અને PSI ઓની નિમણુંક

Related posts

સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ પોસ્ટથી મહારાષ્ટ્રમાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ, ઈન્ટરનેટ સ્થગિત

Ritesh Parmar

રાજકોટ /રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી ઇમર્જન્સી 108 પલ્ટી ખાઈ જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

Ritesh Parmar

શિક્ષણ/ વાલીઓના ખિસ્સા ઉપર વધુ એક ભાર! અમદાવાદમા સ્કૂલોની ફીમાં વધારાને
FRC ની મંજૂરી, હવે રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ વધી શકે છે સ્કૂલ ફી

Ritesh Parmar

Leave a Comment