Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

Our Visitor

009769
Total Users : 9769
Total views : 11438
Who's Online : 0

રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ

અમદાવાદમાં ફરી એક વાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા

અમદાવાદ પોલીસને પડકાર ફેંકતો વીડિયો વાયરલ

રાણીપ પોલીસ ચોકી થી 200 મીટર દૂર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો

દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો થયો વાયરલ.. જુઓ

રાજ્યમાં કહેવાતી દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલના ભૂતકાળમાં અનેક વખત વિડીયો સામે આવ્યા છે. ત્યારે આવોજ એક વિડીયો અમદાવાદમાં વહેતો થતાં ફરી એક વખત દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોલીસ ચોકી થી 200 મીટરના અંતરે આવેલ એક મહિલા બુટલેગરના ઘરે ખુલ્લી જગ્યામાં દેશી દારૂની મહેફિલ જામી હતી. જે અંગેને કોઇએ વિડીયો બનાવી લીધા બાદ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો હતો. વધુમાં કહીયે તો ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર ધમધમી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો દેશી દારૂની પોટલી લેવા આવતા અને દેશી દારૂ પીતા હોવાનું વિડીયોમાં દ્રશ્યમાન થાય છે. બીજી તરફ રાણીપ પોલીસ ચોકી અને અમદાવાદ સેન્ટ્રલ જેલ જવાના રસ્તા પાસે દારૂ વેચાતો હોવાનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલ ઊભા થયા છે.

વીડિયોમાં દેશી દારૂની પોટલી સાથે દેખાયા બંધાણીઓ

આમ દારૂબંધીના દાવાના ધજાગરા ઉડાવતો અને અમદાવાદ પોલીસને રીતસરનો પડકાર ફેંકતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે આગામી સમયમાં પોલીસ વિડીયોના મૂળ સુધી પહોંચી અને જવાબદારો સામે કાર્યવાહી કરશે કે વ્હાણા વિતવાની સાથે વિસરી જશે તે જોવું રહ્યું! ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી અને તેણે લગતા કાયદાઓ છે. પણ વાસ્તવિક સ્થિતિએ છાસવારે વહેતા થતા દારૂના અડ્ડાઓના વીડિયો સમગ્ર પોલ ખોલી રહ્યા છે. ત્યારે કહેવાતી દારૂબંધીને કાગળ પર નહીં પણ જમીન પર કડક રીતે અમલ કરવાની જરૂર છે. તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

રાજ્યમાં કહેવા માટે તો કાગળ પર દારૂબંધી છે પરંતુ આ પ્રકારના દારૂબંધીના નિયમોનો ભંગ કરતા બનાવો છાશવારે સામે આવતા રહે છે. ત્યારે સવાલ એ છે કે શું આવા નશાખોરો સુધી પોલીસ પહોંચી શકશે ખરી? દારૂબંધીના નિયમોને નેવે મુકી પોલીસને પડકાર ફેંકતા વીડિયોમાં ખુલ્લેઆમ ધમધમી રહેલા દેશી દારૂના અડ્ડાથી શુ સ્થાનિક રાણીપ પોલીસ અજાણ હતી. કેમ આટલા મસમોટા દેશી દારૂના અડ્ડા ઉપર સ્થાનિક પોલીસની નજર ના પડી. આ વિડીયો વાયરલ થતા વધુ નવાઈ તો એ થાય છે કે આવનારી લોકસભાની ચૂંટણીના લીધે સમગ્ર અમદાવાદમાં દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરાવી દેવામાં આવ્યા હતા તો પછી આ દેશી દારૂના અડ્ડાને ચલાવવાની પરમિશન આખરે કોણે આપી. શુ સ્થાનિક પોલીસની કોઈ સંડોવણી છે? શુ સ્થાનિક વહીવટદાર કે જે અમદાવાદના ભદ્ર કિલ્લાના નામથી જાણીતા છે શુ એમના આશિર્વાદ થી બુટલેગરને ખુલ્લેઆમ ધંધો કરવાની છૂટ અપાઈ હતી? આ સમગ્ર બાબત પોલીસ તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે. સૂત્રોની વાત કરીએ તો તેમના થી જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક વહીવટદાર અને પોલીસની બુટલેગરો સાથેની સાંઠ ગાંઠના લીધેજ આ દેશી દારૂનો અડ્ડો બેફામ રીતે ધમધમી રહ્યો હતો.

જો વાત કરીએ હાલ અમદાવાદમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓની તો લોકસભાની ચૂંટણી અને આચાર સંહિતાને કારણે તેમજ ચૂંટણી પંચના દારૂબંધી અને તમામ પ્રકારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓને પોલીસતંત્ર દ્વારા સંપૂર્ણપણે બંધ કરાવવા કડક સૂચના આપવામાં આવી હતી.તેમ છતાં અમુક પોલીસ અધિકારીઓ અને વહીવટદારો પૈસા કમાવવાની લાલચમાં પોતાની ફરજ ભૂલી ગયા હોય તેવું આ વાયરલ થયેલા વિડીયો થી સ્પષ્ટ થાય છે. રાણીપની સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે કે શુ તે તપાસનો વિષય છે. રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેવી રીતે અજાણ હતા તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે.પરંતુ સૂત્રોનું માનવું છે કે સ્થાનિક પોલીસની મંજૂરી વગર પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં આટલો મોટો દેશી દારૂનો અડ્ડો ધમધમી શકે તે શકયજ નથી. એકતરફ તો આચાર સંહિતા, બીજીતરફ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સાહેબનો કડક આદેશ તેમજ ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ તેમ છતાં કોઈ ડર ના રહ્યો હોય તેમ બુટલેગરો બેફામ બની દેશી દારૂના અડ્ડાઓ ચલાવી રહ્યા છે. તો આખરે આ બુટલેગરો કોની મહેરબાની થી આટલી હિમ્મત કરી રહ્યા છે. આ મામલે હવે ઉચ્ચ અધિકારીઓ કેવી રીતના પગલા ભરશે કેવી રીતની તપાસ હાથ ધરશે તે આવનાર સમય બતાવશે.પરંતુ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના લીધે સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે.


રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

Related posts

ઘોર કળયુગ / પોતાની 9 વર્ષની દીકરીને ઉંધી લટકાવી દીવાલે માથું ભટકાવતો હેવાન પિતા! કામ સરખું ના કરે તો આપતો ગરમ ચીપિયાના ડામ, માસુમ દીકરી ઉપર અસહ્ય ત્રાસ ગુજારનાર પાપી પિતા ઉપર ફરિયાદ દાખલ

Ritesh Parmar

ઉજ્જૈન રેલ્વે સ્ટેશનમાં ચાલતી ટ્રેનમાંથી મહિલાએ પોતાના બે બાળકોને નીચે ફેક્યા! બાદમાં પોતે પણ કૂદકો માર્યો! જાણો બાદમાં સુ થયું, જુઓ વિડીયો

Ritesh Parmar

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Ritesh Parmar

Leave a Comment