68 વર્ષ બાદ ભારતની સરકારી એરલાઇન એર ઇન્ડિયા ફરી એક વખત ટાટાના હસ્તક થઈ, ટાટા દ્વારા લગાવવામાં આવી હતી સૌથી વધુ બોલી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સરકારી એરલાઈન એર ઈન્ડિયાનુ બિડ ટાટા ગ્રુપે સૌથી વધારે બોલી લગાવીને જીતી લીધુ છે. આમ ભારતની સરકારી એરલાઈન એર ઈન્ડિયા 68 વર્ષ બાદ ફરી ટાટા ગ્રૂપના હસ્તક થઈ ગઈ છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહ સુધીમાં કરવામાં આવી શકે છે.
એક રિપોર્ટમાં જણાવાયું છે કે, મંત્રીઓની એક પેનલે આ પ્રસ્તાવનો સ્કીવાર કરી લીધો છે અને આગામી દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની કમિટીની બેઠક બાદ આગામી સપ્તાહે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
એર ઈન્ડિયાના ખાનગીકરણ પર રચાયેલી મંત્રીઓની સમિતિ આગામી થોડા દિવસોમાં મળશે. સમિતિ એરલાઇન્સ માટે વિજેતા બિડ પર વિચાર કરશે અને મંજૂરી આપશે.
એર ઈન્ડિયા માટે ટાટા ગ્રૂપ અને સ્પાઈસ જેટના અજય સિંહે બોલી લગાવી હતી. આ બીજો મોકો છે જ્યારે એર ઈન્ડિયામાં સરકારે પોતાનો હિસ્સો વેચવા માટે પ્રયત્ન કર્યો હતો.
મળતી માહિતી મુજબ, હવે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાના નવા ‘મહારાજા’ બનશે, હરાજીમાં સૌથી વધુ બોલી લગાવીને ટાટા સન્સે એર ઈન્ડિયાની બોલી જીતી લીધી હોવાનું જાણવા મળ્યું છે. એર ઇન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા જૂથે સૌથી વધુ કિંમત વસૂલ કરીને બોલી જીતી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
સરકારે 2018 માં એર ઈન્ડિયામાં 76 ટકા ભાગીદારી વેચવાની રજૂઆત કરી પરંતુ ત્યારે કોઈ બોલી મળી નહીં. આ વખતે સરકાર આ કંપનીમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે. તેમાં એર ઈન્ડિયા અને તેની સહયોગી કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસની સાથે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની AISATSમાં 50 ટકા ભાગીદારી સામેલ છે.
આ એરલાયન્સને 23,000 કરોડ રૂપિયાના દેવા સાથે ટ્રાન્સફર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ટાટા ગ્રૂપના જ સ્થાપક જે આરડી ટાટાએ આ એરલાઈનની 1932માં સ્થાપના કરી હતી અને આઝાદી પછી તેનુ રાષ્ટ્રીયકરણ કરાયુ હતુ.
વર્ષ 1946માં તેને એર ઈન્ડિયા નામ આપવામાં આવ્યું. સરકારે 1953માં એરલાઈનનું સંચાલન પોતાના હસ્તક લીધું, પરંતુ જેઆરડી ટાટા 1977 સુધી તેના અધ્યક્ષ રહ્યા. હવે ફરી એક વખત એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રૂપ પાસે ગઈ છે.
Post Comment