Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

આગામી લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સૂચનાથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ડીસીપી અને પીઆઇઓ સહિતનો કાફલો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો. આ ઉપરાંત આગામી લોકસભા ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.

આ અંગેની વિગતો એવી છે કે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકની સૂચનાથી ઝોન ૬ના ડીસીપી રવિ મોહન સેની એ પોતાના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીઆઈઓ ને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ફુટ પેટ્રોલિંગ કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ચેક કરવા પણ આદેશ અપાયા હતા. જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી. ઉનડકટ, વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગઢવી, ઈસનપુર પોલીસ સ્ટેશન નાં પીઆઈ બી.એસ.જાડેજા, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમ, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત, નારોલ પીઆઈ આર.એમ.ઝાલા તથા કાગડાપીઠ પીઆઈ એસ. એ .પટેલ તથા સ્ટાફ દ્વારા હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

💫 અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશ્નર, સેક્ટર 02, શ્રી બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 શ્રી રવિ મોહન સૈની દ્વારા ઝોન 06 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો ખાતે હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતા, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી. ઉનડકટ, વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપ ગઢવી, ઈસનપુર પોલીસ સ્ટેશન નાં પીઆઈ બી.એસ.જાડેજા, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી.નકુમ, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત, નારોલ પીઆઈ આર.એમ.ઝાલા તથા કાગડાપીઠ પીઆઈ એસ. એ .પટેલ તથા સ્ટાફ દ્વારા હથિયાર પરવાનેદારોના હથિયારો જમા લેવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવતા, બે દિવસમાં પરવાના વાળા કુલ હથિયારો જમા લેવામાં આવેલ હતા. ઝોન 06 હેઠળના સાતેય પોલીસ સ્ટેશન ખાતે કુલ 377 હથિયાર પરવાનાધારક હોઈ, જે પૈકી ખાસ ઝુંબેશ દરમિયાન અને આજદિન સુધીમાં કુલ 243 હથિયારો જમા થઈ જતાં અને 42 હથિયાર પરવાના ધારકો દ્વારા મુક્તિ માટે અરજીઓ કરવામાં આવેલ હોઈ, કુલ 243 હથિયારો જમા થઈ જતાં, આશરે 70 ટકા હથિયારો જમાં થઈ ગયેલ હતા.

લોકસભાની ચૂંટણી અનુસંધાને લોકોની જાગૃતિ અને પોલીસની સતર્કતા તેમજ આગોતરા આયોજનના ભાગરૂપે ઝોન 06 વિસ્તારના સાતેય પોલીસ સ્ટેશનમાં પરવાના વાળા હથિયારોની ખાસ ઝુંબેશ હાથ ધરવાની જાણ પરવાના ધારકોને થતા, પોલીસ સ્ટેશન ખાતે હથિયારો જમાં કરાવવા લાઈનો લાગેલ હતી.

આ ઉપરાંત ઝોન 06 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોમાં સ્થાનિક પોલીસ તથા પેરા મિલેટરી ફોર્સ સાથે સંવેદનશીલ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી, મતદાન મથકોની વિજીટ પણ શરૂ કરવામાં આવી હતી.


લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Related posts

સુરત /લમ્પી વાઇરસના કહેર થી પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે! જયારે સુરત જિલ્લામાં ૫.૧૭ લાખ પશુ વચ્ચે માત્ર ૬ ચિકિત્સક હોવાથી પશુપાલકોની ચિંતા વધી! ચિકિતસ્કો અને પશુપાલન અધિકારીઓની સંખ્યામાં વધારો કરવાની માંગ કરતા ખેડૂત આગેવાન : દર્શન નાયક

Ritesh Parmar

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

Ritesh Parmar

એરપોર્ટ વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર SMC ત્રાટકી, 8 જુગારીઓની ધરપકડ, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Ritesh Parmar

Leave a Comment