Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Our Visitor

009768
Total Users : 9768
Total views : 11435
Who's Online : 2

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટરને પોલીસે ઝડપી પાડયો છે. ઈકબાલ માસ્ટરે ભારતભરમાં અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. ઇસનપુર પોલીસે ઈકબાલ માસ્ટરને ઝડપી પાડીને સઘન પૂછપરછ હાથ ધરી છે..

ઇસનપુર પોલીસ દ્વારા રાજસ્થાન રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોના કોર્ટના કેસોનો તથા મધ્યપ્રદેશ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનના કોર્ટ કેસોમાં 2013થી કોર્ટમાં હાજર ના થઇને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

તાજેતરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી અનુસંધાન જુદા જુદા પોલીસ સ્ટેશન તથા કોર્ટના વોરંટમાં નાસતા ફરતા અને અમદાવાદ શહેરમાં રહેતા આરોપીઓના નામનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.પી. ગઢવીની સૂચના અનુસાર સર્વેલન્સ સ્કવોડ પીએસઆઈ પીજી ચાવડા તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

દરમિયાન અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ભીખાભાઈ તથા ભરતભાઈ લક્ષ્મણભાઈ અને તોસીફમહમંદ ફરીરમહંમદને બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનોના કોર્ટના કેસોનો તથા મધ્યપ્રદેશ રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનના કોર્ટ કેસોમાં 2013થી કોર્ટમાં હાજર ના થઇને નાસતો ફરતો આરોપી ઇકબાલ મુસાજી માસ્ટર (ખેડાવાલા) ઉંમર 67 વર્ષ (રહે. 701, ચામડીયાવાસ, ઇસ્માઇલ પીરની દરગાહ પાસે પાંચપીપળી જમાલપુર વિસ્તાર)ને શાહઆલમ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો હતો.આરોપી જમાલપુર ગોળલીમડા વિસ્તારમાં મુસ્લીમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે હજટૂર ચલાવે છે અને હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવી તેમને યાત્રા નહીં કરાવી છેતરપિંડી કરતો હતો.


હજ-ઉમરાહ કરાવવાના નામે લોકો પાસેથી પૈસા પડાવનાર ઈકબાલ માસ્ટર ઝડપાયો, ઇસનપુર પોલીસને મળી મહત્વપૂર્ણ સફળતા

Related posts

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Ritesh Parmar

ઉના / ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા! પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું

Ritesh Parmar

રાજકોટ નજીક રૂ.21.55 લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો, ટ્રક સહીત કુલ 31.60 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment