


વલસાડ થી અમદાવાદ જઈ રહેલી ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેન જયારે વટવા અને મણિનગર વચ્ચેથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન ટ્રેનના લોકો પાયલોટને દક્ષિણી બ્રિજ નીચે રેલ્વે ટ્રેકની વચ્ચોવચ્ચ એક વ્યક્તિ સૂતેલો દેખાય છે. જેથી લોકો પાયલોટ ટ્રેનનો હૉર્ન વગાડી ટ્રેક વચ્ચે સુઈ ગયેલા વ્યક્તિને ટ્રેકથી નીચે ઉતરી જવા માટે તેમને સાવચેત કરે છે. તેમ છતાં ટ્રેકની વચ્ચે સુતેલા વ્યક્તિનો કોઈ રિસ્પોન્સ નહી મળતા ટ્રેનના લોકો પાયલોટ રામાનંદ મહતોને જાણ થઈ જાય છે કે આ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે ટ્રેક પર સુઈ ગયો છે. ત્યારબાદ લોકો પાયલટ રામાનંદ મહતોએ પોતાની સુજબુજ અને સતર્કતા રાખી ઇમર્જન્સી બ્રેક મારી આત્મહત્યા કરતા શખ્સનો જીવ બચાવી લીધો હતો.
ત્યારબાદ રેલ્વે કર્મચારીઓ અને લોકો પાયલટો ટ્રેન નીચે ઉતરીને તાત્કાલિક આત્મહત્યા કરનાર શખ્સને સમજાવી રેલ્વે ટ્રેકથી નીચે ઉતાર્યો હતો. થોડી વાર સમજાવટ આપ્યા બાદ આત્મહત્યા કરનાર શખ્સને રેલ્વે પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો રેલ્વેમાં કામ કરતા કર્મચારીએ ઉતારી લીધો હતો. જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.