Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

Our Visitor

013141
Total Users : 13141
Total views : 15381
Who's Online : 3

સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

સુરત: શહેરમાં અવારનવાર છેતરપીંડીના મામલા સામે આવતા રહેતા હોય છે અને પોલીસ પોતાના ચક્રોને ગતિમાન કરીને આ લોકોને પકડવામાં અંતે સફળતા મેળવે છે અને સમગ્ર ઘટનાનો અંતે ભેદ ઉકેલાય છે. ત્યારે ફરી સુરત પોલીસે હીરાની છેતરપિંડી કરતા એક આરોપીની ધરપકડ કરી છે.

હીરા ખરીદી કરવાનું કહીને 48 લાખ રૂપિયાના હીરા લઈ જઈ તેના સ્થાને અમેરિકન (નકલી) ડાયમંડ મુકીને છેતરપિંડી કરનારી ટોળકી પૈકી એક આરોપીની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
એસઓજીના ઇન્સ્પેક્ટર આર.એસ.સુવેરાએ જણાવ્યું હતું કે, મહિધરપુરામાં લાલ દરવાજા પાસે મોઢ વણિક શેરીમાં વેપારી ભરતકુમાર ગજાજી રાવલ પી.આર.ડાયમંડના નામથી હીરાનો વેપાર કરે છે.

ઓગસ્ટ 2021માં આરોપીઓ ધર્મેશ શાહ ઉર્ફે ધવલ વોરા, પ્રદિપ પટેલ, રમેશ થડેશ્વર થકાણ, રાહુલ કથેરિયા અને રાહુલ ચોકસી તથા ભરત દલાલે હીરા ખરીદવાનું કહીને વેપારી ભરતકુમાર રાવલને હીરા લઈને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં બધાએ ભરતકુમારને વાતોમાં ભોળવી રાખીને નજર ચૂકવીને તેમની પાસેના ઓરિજનલ હીરા લઈને તેની સામે અમેકિન ડાયમંડ મુકી દીધા હતા. ઓરિજનલ હીરાની કિંમત 48 લાખ રૂપિયા હતી. ભરતકુમારે તમામ આરોપીઓ વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં તમામ આરોપીઓ ફરાર હતા. દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, છેતરપિંડી કરનારી ટોળકી પૈકીનો આરોપી પ્રદીપ છગન પટેલ (સતાણી) મોટા વરાછામાં આવવાનો છે. આ બાતમીના આધારે એસઓજીએ આરોપી પ્રદિપ પટેલ (રહે.વૈભવલક્ષ્‍મી રેસિડેન્સી, મોટા વરાછા )ની ધરપકડ કરી છે.


સુરતમાં ચીટર ભેજાબાજોએ ખેલ પાડ્યો,48 લાખના અસલી હીરા ખરીદી વેપારીને નકલી હીરા પધરાવ્યા, એક ઝડપાયો

Related posts

રેલ્વે પ્લેટફોર્મ પર ઉભેલા એક વ્યક્તિ સાથે અચાનક કંઈક એવું બન્યું કે. વીડિયો જોઈને તમે પણ હચમચી જશો, જુઓ ઘટનાનો વિડીયો

Ritesh Parmar

ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના

Ritesh Parmar

શ્રી વિહત કૃપા નવયુવક મંડળ છારા સમાજ સંઘ દ્વારા આયોજિત છારા ભાંતુ સમાજમાં 70 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સમૂહ-લગ્નનો આયોજન કરાયો, 10 દુલ્હા દુલ્હનોના લગ્ન કરાવાયા, સમગ્ર પંથકમાં તહેવાર જેવો માહોલ બન્યો

Ritesh Parmar

Leave a Comment