
સ્ટેટ વિજીલન્સ વિભાગ દ્વારા જુગારધામ પર મોટા પાયે દરોડા
પોલીસે 13 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 24 આરોપીઓની ધરપકડ કરી
કાર્યવાહી દરમ્યાન નાસી છૂટેલા 17 આરોપીઓ વોન્ટેડ જાહેર
સુરતના શહેર ઉધના વિસ્તારમાં વધુ એક વખત સ્ટેટ વિજીલન્સ વિભાગ દ્વારા જુગારધામ પર મોટા પાયે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે.બે દિવસ દરમ્યાન ઉધના વિસ્તારના સંજયનગર અને રોડ નં. ઝીરો અને ચાર પર દરોડા દરમ્યાન પોલીસે 13 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 24 આરોપીઓની ધરપકડ કરી હતી. આ દરોડાની કાર્યવાહી દરમ્યાન નાસી છૂટેલા 17 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે.
ઠેર – ઠેર દારૂના અડ્ડાઓ અને જુગારધામને કારણે વિવાદનું કેન્દ્ર રહેતા ઉધનામાં વધુ સ્ટેટ વિજીલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઉંધતી ઝડપાઈ છે. ઉધના પોલીસના નાક નીચેથી સ્ટેટ વિજીલન્સ વિભાગે છેલ્લા બે દિવસમાં સંજયનગર સહિતના વિસ્તારોમાં બેફામ ચાલતાં જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવાની સાથે 24 આરોપીઓની ધપકડ કરી હતી.
પોલીસે દરોડાની કામગીરી દરમ્યાન 6.59 લાખ રૂપિયાની રોકડ રકમ સહિત 23 નંગ મોબાઈલ અને 13 મોટર સાયકલ કબ્જે કરી છે. કુલ્લે 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં સમગ્ર શહેરના પોલીસ બેડાંમાં આ દરોડાને પગલે ગણગણાટ શરૂ થઈ ગયો છે. મોનિટરીંગ સેલ દ્વારા આ પ્રકરણમાં વધુ જુગારધામના સંચાલકો સહિત 17 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે.






Total Users : 12991
Total views : 15215
Who's Online : 0